Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૌતમ અદાણી પર સંકટના વાદળ ઘેરાયા! શું ધરપકડ થશે?

ગૌતમ અદાણી અમેરિકામાં લાંચ આપવાના આરોપોને કારણે વિવાદમાં આવ્યા છે. આરોપ છે કે તેમણે ભારતના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરથી વધુની લાંચ આપી હતી. આ મુદ્દે ભારતીય રાજકારણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. જો અદાણી દોષિત સાબિત થશે, તો તેમને લાંચ અને છેતરપિંડીના આરોપમાં 5 થી 20 વર્ષની જેલ અને દંડની સજા થઈ શકે છે. અદાણી ગ્રુપે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કાયદાનું પાલન કરવાનો દાવો કર્યો છે.
ગૌતમ અદાણી પર સંકટના વાદળ ઘેરાયા  શું ધરપકડ થશે
Advertisement
  • ગૌતમ અદાણીની ધરપકડની શક્યતા
  • દોષી સાબિત થશે તો શું થશે?
  • અદાણી વિવાદ: ધરપકડ અને સજા વિશે જાણો
  • ધરપકડ અને સજા: અદાણી માટે કાનૂની સંકટ

Gautam Adani : અમેરિકામાં ભારતીય અધિકારીઓને ₹1750 કરોડ (250 મિલિયન ડોલર)ની લાંચ આપવાના આક્ષેપો સાથે ગૌતમ અદાણી વિવાદમાં આવ્યા છે. આ આરોપો છે કે અદાણી ગ્રૂપે આ રકમ ભારતના સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે આપી હતી. આ મુદ્દે ભારતીય રાજકારણ ગરમાયું છે, જેમાં વિપક્ષી કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. સંસદમાં પણ આ મુદ્દે હોબાળો થવાની શક્યતા છે.

અદાણી પરના આરોપો

ગૌતમ અદાણી (Gautam Adani) પર આરોપ છે કે તેમણે છેલ્લા બે દાયકામાં 2 બિલિયન ડોલરના સોલાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરથી વધુની લાંચ આપી હતી. આ આરોપો બાદ એક તરફ વિપક્ષે સત્તાધીશો પર નિશાન સાધ્યું છે, જ્યારે બીજી તરફ અદાણી ગ્રૂપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. હાલમાં ગૌતમ અદાણી (Gautam Adani) ભારતમાં છે, પરંતુ US investigative agency તેમના પ્રત્યાર્પણ માટે અરજી કરી શકે છે. જો કે, ભારતીય અદાલત ચિંતાઓનું મૂલ્યાંકન કરીને નક્કી કરશે કે શું આ કેસમાં પ્રત્યાર્પણ યોગ્ય છે કે નહીં. અદાણીની કાનૂની ટીમ આ વિવાદમાં વિલંબ લાવી શકે છે.

Advertisement

દોષી સાબિત થવા પર સંભવિત સજા

જો અદાણી દોષી સાબિત થાય છે, તો લાંચના આરોપમાં 5 વર્ષની જેલ અને છેતરપિંડીના આરોપમાં 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત, તેમની પર ભારે દંડ પણ ફટકારાઈ શકે છે. અદાણીના વકીલો આ નિર્ણય સામે અપીલ કરીને આ કાનૂની લડત લંબાવી શકે છે.

Advertisement

અદાણી ગ્રૂપનો જવાબ

અદાણી ગ્રૂપે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે કાયદાનું પાલન કરે છે. અદાણી પરના આક્ષેપો વિશે તપાસ ચાલુ છે અને કોર્ટમાં આ કેસ આગળ વધી શકે છે.

રાહુલ ગાંધીનો દાવો- સરકાર અદાણીની પાછળ ઉભી છે

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે 'અદાણીને બચાવામાં આવી રહ્યા છે, આ એક મોટું કામ છે. વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી મારી છે. ભારતના યુવાનોને રોજગાર નથી મળતો, નાના ગુનામાં લોકો જેલમાં જાય છે. પરંતુ અદાણી ગમે તે કરે, તેમને કંઈ થતું નથી. જેપીસી પાસે અમારી માંગ છે કે અદાણીની ધરપકડ થવી જોઈએ. પરંતુ અમે જાણીએ છીએ કે તેની ધરપકડ કરવામાં આવશે નહીં, કારણ કે ભારત સરકાર અદાણીની પાછળ ઉભી છે.

આ પણ વાંચો:   America માં લાગેલા આક્ષેપો અંગે ADANI ની સ્પષ્ટતા, આક્ષેપ પાયાવિહોણા, કોર્ટમાં થશે ફેસલો

Tags :
Advertisement

.

×