રામ રાખે તેને કોણ ચાખે! 27મા માળેથી નીચે પડી બાળકી તેમ છતા ચમત્કારિક બચાવ
- ગ્રેટર નોઈડામાં એક બાળકી 27મા માળેથી નીચે પડી
- 27મા માળેથી પડી તેમ છતા થયો બચાવ
- 12મા માળની બાલ્કનીમાં ફસાઈ બાળકી
રામ રાખે તેને કોણ ચાખે! આ કહેવત આજે સાચી પડી ગઇ હતી. ગ્રેટર નોઈડા (Greater Noida) ના પશ્ચિમ વિસ્તારમાં એક ઘટના બની હતી. આ વિશે જેણે પણ સાંભળ્યું તેણે આ ઘટનાને ચમત્કાર જ ગણાવ્યો. શહેરની એક બિલ્ડિંગ પરથી આજે એક છોકરી પડી ગઇ હતી, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે છોકરી 12મા માળની બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી.
બાળકીની હોસ્પિટલમાં સારવાર
લગભગ 15 માળ નીચેથી પડી ગયા પછી પણ બાળકી બચી ગઈ હતી. જો કે, યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જણાવી દઇએ કે, સમગ્ર મામલો બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં ગૌર સિટી 14 એવન્યુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગૌર સિટી 14 એવન્યુના 27મા માળની બાલ્કનીમાંથી 2 વર્ષની બાળકી પડી હતી. જો કે આટલી ઉંચાઈ પરથી પડી જતાં બાળકી 12મા માળની બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ બાળકીને તાત્કાલિક સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના શુક્રવારે બપોરે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે બની હતી.
ग्रेटर नोएडा वेस्ट के गौर सिटी 14 एवेन्यू में 27वीं मंजिल की बालकनी से नीचे गिरी दो साल की बच्ची। बच्ची 12वीं मंजिल की बालकनी में आकर फंस गई, लेकिन गंभीर चोटें आईं। फिलहाल बच्ची अस्पताल में भर्ती है। #GreaterNoida #GaurCity14Avenue pic.twitter.com/QmxBS5qkiS
— RAJESH KUMAR (@RajeshK38247873) October 4, 2024
રમતા રમતા છોકરી પડી ગઈ
હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બાળકીની માતા ઘરમાં હાજર હતી. આ અકસ્માત થયો ત્યારે તે રસોડામાં કામ કરી રહી હતી. બાળકી બિલ્ડિંગના 27માં માળે રમી રહી હતી, રમતા રમતા તે કિનારે પહોંચી અને અચાનક બાલ્કનીમાંથી નીચે પડી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે 15 માળ નીચે 12મા માળ પર નીચે પડી ગયા બાદ પણ બાળકી જીવતી મળી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Maharashtra : ડેપ્યુટી સ્પીકરે કેમ મંત્રાલયના ત્રીજા માળેથી ઝંપલાવ્યું, કારણ જાણીને ચોંકી જશો Video


