Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાસપોર્ટ ધારકો માટે ખુશખબર! હવે આ દેશ આપશે ભારતીયોને વિઝા ઓન અરાઇવલ સેવા

ભારતીય પાસપોર્ટ ધારકો માટે ખુશખબર છે. અન્ય એક દેશે વિઝા ઓન અરાઈવલ સર્વિસ આપવાની જાહેરાત કરી છે. 6 દેશોમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે છે.
પાસપોર્ટ ધારકો માટે ખુશખબર  હવે આ દેશ આપશે ભારતીયોને વિઝા ઓન અરાઇવલ સેવા
Advertisement
  • ભારતીયો વિઝા ઓન અરાઈવલ સર્વિસ પર દુબઈ જઈ શકશે
  • ભારતીય પાસપોર્ટ ધારકો માટે દુબઈની મુલાકાત લેવાની તકો વધી
  • UAEના પ્રવાસન ક્ષેત્રને સારો વિકાસ મળશે

UAE Visa on Arrival Service for Indians : ભારતીય પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર છે કારણ કે હવે વધુ એક દેશ ભારતીયોને વિઝા ઓન અરાઇવલ સેવા પૂરી પાડવા જઈ રહ્યો છે. અત્યાર સુધી સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડાએ ભારતીયોને વિઝા ઓન અરાઈવલ સર્વિસ પૂરી પાડી છે, પરંતુ હવે ભારતીયો વિઝા ઓન અરાઈવલ સર્વિસ પર દુબઈ જઈ શકશે, કારણ કે યુનાઈટેડ આરબ અમીરાત (UAE)એ પણ ભારતીયોને વિઝા ઓન અરાઈવલ સર્વિસ આપવાની જાહેરાત કરી છે.

UAE અને દુબઈની મુલાકાત લેવાની તકો વધી

હવે, ઉપરોક્ત 6 દેશોમાં ગ્રીન કાર્ડ અથવા રેસિડેન્ટ પરમિટ ધરાવતા ભારતીય નાગરિકો UAEમાં વિઝા ઓન અરાઇવલ સેવા માટે પાત્ર છે. આ જાહેરાત સાથે ભારતીય પાસપોર્ટ ધારકો માટે UAE અને દુબઈની મુલાકાત લેવાની તકો વધી છે. આનાથી ઉદ્યોગપતિઓને પણ ઘણો ફાયદો થશે, જ્યારે સાઉદી અરેબિયાના પ્રવાસન ક્ષેત્રને પણ સારો વિકાસ મળશે.

Advertisement

આ પણ વાંચો : શેર માર્કેટમાં ઘટાડો થતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ડરવાની જરૂર નથી

Advertisement

13મી ફેબ્રુઆરીથી સેવા શરૂ થઈ

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતીયો માટે UAEની વિઝા ઓન અરાઇવલ સર્વિસ 13 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવી છે. આ સેવા પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ (US), યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અને યુનાઇટેડ કિંગડમ (UK) માં કાયમી નિવાસી પરમિટ ધરાવતા ભારતીય નાગરિકો માટે લાગુ પડતી હતી, જ્યારે હવે 6 દેશોમાં રહેતા ભારતીય નાગરિકોને પણ આ સેવા મળશે.

કેટલીક શરતો

પરંતુ આ માટે તેઓએ કેટલીક શરતો પૂરી કરવી પડશે, જેમાં ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો માન્ય પાસપોર્ટ, માન્ય વિઝા, રેસિડેન્ટ પરમિટ અથવા ગ્રીન કાર્ડનો સમાવેશ થાય છે. UAEની આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકો માટે દેશની મુસાફરીને સરળ બનાવવા અને UAEમાં રોજગારીની નવી તકો પૂરી પાડવાનો છે.

આ પણ વાંચો : Stock Market : 5 વર્ષ બાદ આવ્યા આવા ખરાબ સમાચાર, જેનો ડર હતો એવું જ શેરબજારમાં થયું!

નવી વિઝા સેવા 3 કેટેગરીમાં ઉપલબ્ધ

રિપોર્ટ અનુસાર UAE ભારતીયોને 3 કેટેગરીમાં વિઝા સેવાઓ આપશે. 4 દિવસના વિઝા ઓન અરાઇવલની કિંમત AED100 છે. 14 દિવસના વિઝા ઓન અરાઇવલ માટે 250 AED અને 60 દિવસના વિઝા ઓન અરાઇવલ માટે 250 AED ( Arab Emirates Dirham) છે. સિંગલ ટાઈમ ટૂરિસ્ટ વિઝા 30 દિવસ કે 60 દિવસ માટે માન્ય છે.

મલ્ટિપલ એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા 30 દિવસ અથવા 60 દિવસ માટે માન્ય છે. મલ્ટી એન્ટ્રી વિઝા 5 વર્ષ માટે પણ હોઈ શકે છે. એક ટ્રાન્ઝિટ વિઝા 48 કલાક અને બીજો 96 કલાક માટે માન્ય છે. વિઝા ઓન અરાઇવલ રાષ્ટ્રીયતાના આધારે 30 કે 90 દિવસ માટે માન્ય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં સમાવિષ્ટ દેશોના રહેવાસીઓ માટે ઈ-વિઝા સેવા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :  કેટલો મળશે પગાર વધારો ? આ છે સરકારી કર્મચારીઓના દરેક સવાલના જવાબ

Tags :
Advertisement

.

×