ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Corona Case ફરી સક્રિય થતા સરકાર બની ચિંતિત, સાવચેતી રાખવા અપીલ

ભારતમાં કોરોનાના કેસ ફરી માથું ઉચક્યું દેશના 8 રાજ્યોમાં 100થી વધુ કેસ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો સતર્ક બની Corona Case :ભારતમાં કોરોનાના કેસ (COVID-19 India)ફરી વધ્યા છે. ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ JN.1 ના ફેલાવાને કારણે ચિંતા વધી છે. કેરળ, મહારાષ્ટ્ર...
07:44 PM May 31, 2025 IST | Hiren Dave
ભારતમાં કોરોનાના કેસ ફરી માથું ઉચક્યું દેશના 8 રાજ્યોમાં 100થી વધુ કેસ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો સતર્ક બની Corona Case :ભારતમાં કોરોનાના કેસ (COVID-19 India)ફરી વધ્યા છે. ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ JN.1 ના ફેલાવાને કારણે ચિંતા વધી છે. કેરળ, મહારાષ્ટ્ર...
Coronavirus precautions India

Corona Case :ભારતમાં કોરોનાના કેસ (COVID-19 India)ફરી વધ્યા છે. ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ JN.1 ના ફેલાવાને કારણે ચિંતા વધી છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં 100થી વધુ (coronavirus cases)સક્રિય કેસ જોવા મળ્યા છે. રાજ્ય સરકારો સતર્ક થઇ છે અને લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને રસીનો બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી રહી છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, જેના કારણે સાવચેત રહેવું જરૂરી છે. દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વેગ પકડ્યો છે.

કોરોના કેસથી વધી સંખ્યા

દેશમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક આપી છે. જેના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચેપના કેસોમાં ઝડપથી વધારો થયો છે. દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3300ને પાર થઇ છે. નિષ્ણાતો માને છે કે ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ JN.1 ના ફેલાવાને કારણે પરિસ્થિતિ ફરીથી ગંભીર બની છે. કોરોનાના દર્દીઓમાં થઇ રહેલા વધારાને જોતા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો સતર્ક બની છે. દેશમાં 8 રાજ્યો એવા છે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા 100થી વધુ જોવા મળી રહી છે. આમાંથી કેટલાક રાજ્યોમાં મૃત્યુ પણ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે, ચાર મૃત્યુ થયા છે.

આ પણ  વાંચો -પાક.સાથે સંઘર્ષ દરમિયાન ભારતના કેટલા જેટ પ્લેન તૂટ્યાના સવાલ અંગે CDS ચૌહાણે આપ્યો જવાબ

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

દિલ્હીમાં 375 કેસ, ગુજરાતમાં 265 કેસ, કર્ણાટકમાં 234 કેસ, કેરળમાં 1336 કેસ, મહારાષ્ટ્રમાં 467 કેસ, તમિલનાડુમાં 185 કેસ, પશ્ચિમ બંગાળમાં 205 કેસ, ઉત્તર પ્રદેશમાં 117 કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ પરથી એ સ્પષ્ટ થાય છે કે, કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ જોવા મળી રહ્યા છે. જે કુલ કેસના લગભગ 40% ભાગ છે. આ પછી, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે.

આ પણ  વાંચો -Operation Shield: દેશના સરહદે આવેલા રાજ્યોમાં ઓપરેશન શીલ્ડ હેઠળ મોકડ્રીલ!

સામાન્ય લોકોએ શું કરવું જોઈએ?

ઓમિક્રોન સબ-વેરિઅન્ટ JN.1 નો ફેલાવો

નિષ્ણાતોએ જણાવ્યુ છે કે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ JN.1, જે સૌપ્રથમ કેરળમાં જોવા મળ્યો હતો. તે તાજેતરમાં અન્ય રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે. આનાથી ચેપ દર વધી રહ્યો છે અને આરોગ્ય અધિકારીઓએ સતર્ક રહેવાની જરૂર છે. એવું માનવામાં આવે છે કે કોરોનાનો આ JN1 પ્રકાર અગાઉના બાકીના વાયરસ કરતા ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી દર્દીઓની સંખ્યા વધી રહી છે.

Tags :
Coronavirus precautions IndiaCovid-19 IndiaCOVID-19 surge Indiaindia coronavirus casesOmicron subvariant JN.1
Next Article