ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સરકારી કર્મચારીઓને ઘી-કેળા! સરકારે હવે એક વધારે એક ગિફ્ટ આપી

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ લેવલના સરકારી કર્મચારી હવે પોતાની અવકાશ યાત્રા છુટ (LTC) નો લાભ ઉઠાવતા અત્યાધુનિક વંદે ભારત, તેજસ અને હમસફર એક્સપ્રેસમાં ગ્લોબલ લેવલ ટ્રાવેલની સુવિધા ઉઠાવી શકે છે.
08:12 PM Jan 18, 2025 IST | KRUTARTH JOSHI
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ લેવલના સરકારી કર્મચારી હવે પોતાની અવકાશ યાત્રા છુટ (LTC) નો લાભ ઉઠાવતા અત્યાધુનિક વંદે ભારત, તેજસ અને હમસફર એક્સપ્રેસમાં ગ્લોબલ લેવલ ટ્રાવેલની સુવિધા ઉઠાવી શકે છે.
government employees

નવી દિલ્હી : નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ લેવલના સરકારી કર્મચારી હવે પોતાની અવકાશ યાત્રા છુટ (LTC) નો લાભ ઉઠાવતા અત્યાધુનિક વંદે ભારત, તેજસ અને હમસફર એક્સપ્રેસમાં ગ્લોબલ લેવલ ટ્રાવેલની સુવિધા ઉઠાવી શકે છે.

લક્ઝરી ટ્રેનમાં મુસાફરી કરી શકશે સરકારી કર્મચારી

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. તેમને LTC હેઠળ વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી લક્ઝી ટ્રેનમાં મુસાફરી કરવાની છુટ આપી છે. સરકારી કર્મચારીઓ પાસે હવે કૂલ 285 ટ્રેનમાં યાત્રા કરવાનો વિકલ્પ છે, જેમાં 136 વંદે ભારત, 97 હમસફર અને 8 તેજસ એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. તેની પહેલા રાજદાની, શતાબ્દી અને દુરાંતો જેવી 144 હાઇ એન્ડ ટ્રેનોમાં એસી યાત્રાનો આનંદ ઉઠાવી શકે છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને દેશના તમામ ક્ષેત્રમાં LTC યાત્રા બુકિંગ માટે અધિક વિકલ્પ મળશે.

આ પણ વાંચો : Gujarat Politics : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર ડૉ. મનીષ દોશીની પ્રતિક્રિયા, કહ્યું- કોંગ્રેસનાં શાસનમાં..!

DOPT દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું

આ નિર્ણય કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DOPT) ને એલટીસી અંતર્ગત અલગ-અલગ પ્રીમિયમ ટ્રેનો અંગે તમામ ઓફીસો અને કર્મચારીઓની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ લેવલના સરકારી કર્મચારી હવે પોતાની અવકાશ યાત્રા છુટનો લાભ ઉઠાવતા અત્યાધુનિક વંદે ભારત, તેજસ અને હમસફર એક્સપ્રેસમાં ગ્લોબલ લેવલ ટ્રાવેલની સુવિધા ઉઠાવી શકે છે.

સરકારી કર્મચારીઓને આપવામાં આવી છુટ

આ નિર્ણય અંતર્ગત હવે કર્મચારીઓ એલટીસીનો યુઝ 241 એક્સ્ટ્રા ટ્રેનો માટે કરી શકે છે. આ નિર્ણયથી દેશના ક્ષેત્રોમાં કૂલ 385 ટ્રેનો થઇ જસે જ્યાં તે ચાલી રહી છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા એલટીસી યાત્રા બુક કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : લોસ એન્જલસમાં લાગેલી આગથી ટ્રમ્પને નુકસાન, ટ્રમ્પનો 'ડ્રીમ પ્રોજેક્ટ' જોખમમાં

ખર્ચ કરેલા પૈસા મળશે પરત

સરકારી કર્મચારીઓની પાત્રતા અનુસાર એલટીસી હેઠળ તેજસ એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ અને હમસફર એક્સપ્રેસ ટ્રેનોમાં યાત્રાની પરવાનગી મળશે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓને એલટીસીનો ફાયદો ઉઠાવે તો યાત્રાઓ માટે ટિકિટ પર કરાયેલો ખર્ચ પણ પરત મળશે.

આ પણ વાંચો : વિદેશ મંત્રીએ કહ્યું ચીન સીમા પર સબ સલામત, આર્મી ચીફે કહ્યું ટેન્શન યથાવત્ત, MEA ને કરવી પડી સ્પષ્ટતા

Tags :
8th Pay CommissionAC travelDepartment of Personnel and TrainingDoPTexecutive chair carGovernment Employeesgovernment travel policyGujarat FirstGUJARAT FIRST NEWSHumsafar trainsIndian RailwaysLeave Travel ConcessionLTCLTC travelMinistry of Personnelpremium trainsTejas trainstravel benefitstravel reimbursementVande Bharat Trains
Next Article