Mahakumbh પ્રયાગરાજમાં દાદરા અને નગર હવેલી, દમણ- દીવ અને લક્ષદ્વીપના યુ.ટી. પેવિલિયનનું ભવ્ય ઉદ્ઘાટન
- પ્રયાગરાજ ખાતે યુ.ટી. પેવિલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- આ પેવિલિયન યુ.ટી.માં થયેલા પરિવર્તનશીલ વિકાસની ઝલક આપે છે
- ટકાઉ વિકાસ અને નાગરિકોના જીવન સ્તરમાં સુધારો થયો
Mahakumbh: પ્રખ્યાત મહાકુંભ મેળા, પ્રયાગરાજ ખાતે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તેમજ લક્ષદ્વીપ યુનિયન ટેરિટરીના વિશિષ્ટ યુ.ટી. પેવિલિયનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પેવિલિયન યુ.ટી.ના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, જીવંત પરંપરાઓ અને પ્રગતિશીલ વિકાસને રજૂ કરે છે.
કોણ હાજર રહ્યું ઉદ્ઘાટન સમારંભમાં ?
ઉદ્ઘાટન સમારંભમાં પ્રખ્યાત અધિકારીઓ શ્રી વિજય વિશ્વાસ પંત, IAS, ડિવિઝનલ કમિશનર, પ્રયાગરાજ, અને શ્રી તરૂણ ગૌબા, IPS, કમિશનર ઓફ પોલીસ, પ્રયાગરાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમ ઉપરાંત આગંતુક મહાનુભાવો અને મીડિયાના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા.
ટકાઉ વિકાસ અને નાગરિકોના જીવન સ્તરમાં સુધારો
આ પેવિલિયન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરસંદર્શી નેતૃત્વ હેઠળ યુ.ટી.માં થયેલા પરિવર્તનશીલ વિકાસની ઝલક આપે છે. માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના દ્રઢ અને દ્રષ્ટિપૂર્વકના પ્રયાસોએ આ વિસ્તારના ઉન્નતિ અને સમૃદ્ધિ માટે મહત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે ટકાઉ વિકાસ અને નાગરિકોના જીવન સ્તરમાં સુધારો થયો છે.
આ પણ વાંચો : અમેરિકા સહિત દુનિયાભરમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લાવવામાં આવશે, વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
સામાજિક-આર્થિક સિદ્ધિઓની વિશેષ જાણકારી
આ પેવિલિયન દ્વારા મુલાકાતીઓને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના વૈવિધ્યસભર પરંપરા, પ્રવાસનક્ષમતા અને સામાજિક-આર્થિક સિદ્ધિઓની વિશેષ જાણકારી આપવામાં આવી છે. અહીંના સ્થાનિક હસ્તકલા, દ્રશ્યલાવ્યો અને સરકારી પહેલોના દર્શન દ્વારા યુ.ટી.ના સર્વાંગી વિકાસનો પરિચય આપવામાં આવ્યો છે.
યોગીનો આભાર વ્યક્ત કર્યો
યુ.ટી. પ્રશાસન દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમણે મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું. આ સોનેરી તક દ્વારા લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને યુ.ટી.ના અનન્ય ઓળખ પરિચયની તક મળશે. આ અવસરે અધિકારીઓએ જણાવ્યું કે, આવા મંચો સાંસ્કૃતિક આપલે, પ્રવાસન વૃદ્ધિ અને આર્થિક સહકારને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે ભારતની એકતા અને વિવિધતાને વધુ મજબૂત બનાવે છે.
મોટી સંખ્યામાં મુલાકાતીઓની ભીડ ઉમટે તેવી અપેક્ષા
મહાકુંભ મેળા ખાતે આવેલા યુ.ટી. પેવિલિયન પર મોટી સંખ્યામાં મુલાકાતીઓની ભીડ ઉમટે તેવી અપેક્ષા છે. અહીં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પરિવર્તનશીલ વિકાસની ઝલક માણી શકાય, તેમજ પેવિલિયનના ભાગરૂપે ઉંચી શ્રેણીના ટેન્ટ/કોટેજોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે મહાકુંભના દર્શનાર્થીઓ માટે અનોખો અનુભવ સાબિત થશે.
આ પણ વાંચો : 'Beti Bachao Beti Padhao' ને 10 વર્ષ પૂર્ણ : વિકસિત ભારત માટે મહિલાઓની આગેવાની હેઠળનું વિકાસ અભિયાન


