અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાચવજો! રહસ્યમય ફ્લૂથી 3 લાખ કરતા વધારે લોકો હોસ્પિટલમાં દાખલ
- ડિપોર્ટ થઇ રહેલા નાગરિકોને પણ આ રોગ હોઇ શકે છે
- ભારતમાં પણ આ રોગનો ફેલાવો થાય તેવી શક્યતા
- ડિપોર્ટ થયેલા ભારતીયોનું સ્ક્રિનિંગ થાય તે ખુબ જ જરૂરી છે
America Flu Outbreak : અમેરિકામાં એક રહસ્યમય બિમારીએ ભરડો લીધો છે. CDC ના અંદાજ અનુસાર રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ નોંધાયા છે તો બીજી તરફ 370000 ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકાથી એક ખુબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં અમેરિકામાં બિનકાયદેસર રહેતા લોકોને તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હવે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ખુબ જ ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે.
અમેરિકામાં રહસ્યમય બિમારી
અમેરિકામાં એક રહસ્યમય બિમારી ખુબ જ ઝડપથી ફેલાઇ રહી છે. વિગતો અનુસાર 8 ફેબ્રુઆરી સુધીમાં 20204-25 ની ફ્લુ સીઝનમાં CDC ના અંદાજ અનુસાર આ રોગનો ભોગ 2.9 કરોડ લોકો બન્યા છે. જે પૈકી 3 લાખ 70 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો આ ફ્લુ સીઝનમાં 16 હજારથી પણ વધારે લોકોનાં મોત થયા છે.
આ પણ વાંચો : Business News : 11 મહિનામાં 10 ગણું વળતર...4 વર્ષમાં 54 ગણું વળતર, હવે કંપની માટે મર્જરનો પ્રસ્તાવ આવ્યો
અનેક ગુજરાતીઓ અમેરિકામાં રહે છે
અમેરિકામાં ગુજરાત સહિત સમગ્ર દેશના અનેક લોકો અમેરિકામાં રહે છે. આ તમામ લોકો માટે લાલબત્તી સમાન સમાચાર છે. એક તરફ અમેરિકાથી ડિપોર્ટ થઇને મોટા પ્રમાણમાં ભારતીયો અને ગુજરાતીઓ પરત આવી રહ્યા છે. તેવામાં તેમની સાથે આ રોગનું પણ વહન થાય તેવી શક્યતા છે. અમેરિકામાં છેલ્લા દાયકામાં ફ્લુથી થયેલા મોતનો આંકડો પહેલી વખત રેકોર્ડ સ્તરે પહોંચતા અમેરિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
ઇન્ફ્લુએન્ઝાને કારણે થઇ રહી છે પરેશાની
ડોક્ટરોના અનુસાર ઇન્ફ્લુએન્ઝાના બે પ્રકાર H1N1 અને H3N2 અંગે ચિંતા છે. સીડીસીએ જણાવ્યું કે, ફ્લુનું પ્રમાણ વધતા હોસ્પિટલાઇઝેશન અને મોતનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ડોક્ટર્સના મતે તેની પેટર્નના કારણે ચેપનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો : હાથકડીથી બાંધીને અમને અમેરિકામાંથી કાઢી મુકશે ટ્રમ્પ: 11 વર્ષની બાળકીએ કરી આત્મહત્યા


