Gurugram: મુંબઇ એક્સપ્રેસ વે પર પુલ પરથી નીચે પડ્યો ટ્રક.. ટ્રકમાં ભડકો થતા બળીને ખાખ
Mumbai accident : મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત (Mumbai accident )થયો હોવાનું સામે આવ્યુ છે. ઝડપથી આવતી ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. ટ્રક પડતાની સાથે જ ધડાકાભેર વિસ્ફોટ થયો અને તેમાં જબરદસ્ત આગ લાગી ગઈ પરિણામે ટ્રકમાં રહેલો લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.
બેલેન્સ ગુમાવતા નીચે પડી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ટ્રક ખૂબ જ સ્પીડમાં હતી અને અચાનક જ સંતુલન ખોરવાઇ ગયું. મળતી માહિતી મુજબ ટ્રક એમેઝોનના ડિલિવરી પાર્ટનરની હોવાનું કહેવાય છે, જેમાં મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, હોમ ડિલિવરીનો સામાન અને અન્ય મોંઘા પેકેજો ભરેલા હતા. ટ્રક નીચે પડતાની સાથે જ તેમાં તરત જ આગ લાગી ગઈ અને આખી ટ્રક સળગવા લાગી.
🚨 Swift Action by Gurugram Traffic Police Prevents Major Incident 🔥
A chemical-loaded truck caught fire 🔥 today on the Mumbai Expressway. Thanks to the prompt response by our team 👮♂️ and the timely support from the Fire Brigade 🚒, the blaze was brought under control,… pic.twitter.com/FRvxlddrlP
— Gurugram Traffic Police (@TrafficGGM) July 11, 2025
ડ્રાઇવર ગંભીર રીતે દાઝી ગયો
અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે આસપાસનો વિસ્તારમાં ધુમાડો ધુમાડો થઇ ગયો હતો. આ ઘટનામાં ટ્રકના ડ્રાઈવર ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સોહનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રકની ગતિ વધુ હોવાને કારણે અને બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો.


