ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભેંસની એક ભૂલ માલિકને પડી ભારે! ભરવો પડ્યો રૂપિયા 9 હજારનો દંડ

ગ્વાલિયરમાં એક ભેંસના માલિક પર ભેંસનું છાણ જાહેર સ્થળે ફેલાવવા બદલ 9000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ભેંસ પણ જપ્ત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભેંસનો માલિક, નંદકિશોર, જાહેર સ્થળે ભેંસ બાંધીને ગયો હતો, જેના કારણે છાણ ફેલાયું હતું. કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પંચનામું તૈયાર કરીને કાર્યવાહી કરી. આ ઘટના PM મોદીના સ્વચ્છ ભારત અભિયાન અને શહેરોમાં સ્વચ્છતા માટે સરકારના કડક અભિગમને દર્શાવે છે.
02:38 PM Nov 29, 2024 IST | Hardik Shah
ગ્વાલિયરમાં એક ભેંસના માલિક પર ભેંસનું છાણ જાહેર સ્થળે ફેલાવવા બદલ 9000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ભેંસ પણ જપ્ત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભેંસનો માલિક, નંદકિશોર, જાહેર સ્થળે ભેંસ બાંધીને ગયો હતો, જેના કારણે છાણ ફેલાયું હતું. કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પંચનામું તૈયાર કરીને કાર્યવાહી કરી. આ ઘટના PM મોદીના સ્વચ્છ ભારત અભિયાન અને શહેરોમાં સ્વચ્છતા માટે સરકારના કડક અભિગમને દર્શાવે છે.
Buffalo dung

મધ્યપ્રદેશના ગ્વાલિયર (Gwalior) માંથી એક અદભૂત અને ચોંકાવનારો બનાવ (shocking incident) સામે આવ્યો છે, જ્યાં મહાનગરપાલિકા (Municipal Corporation) એ સ્વચ્છતા અભિયાન હેઠળ એક ભેંસના ગોબર (Buffalo dung) ના કારણે તેના માલિક પર રૂ. 9,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભેંસ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઘટના શહેરના તાનસેન નગર વિસ્તારના ન્યૂ સાકેત નગરમાં બની છે.

શું છે સમગ્ર મામલો?

ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ અભિયાન દરમિયાન, નંદકિશોર નામના વ્યક્તિએ જાહેર સ્થળે પોતાની ભેંસ બાંધેલી હતી. આ ભેંસના આસપાસ છાણ અને ગંદકી પડેલી જોવા મળતાં, મ્યુનિસિપલ ટીમે તરત કાર્યવાહી શરૂ કરી હતી. બાંધેલી ભેંસ અને આસપાસના ગંદકીના ઢગલાને ધ્યાનમાં રાખીને આ મામલામાં આદેશ જારી કરવામાં આવ્યો હતો. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિષય પર ભેંસના માલિક નંદકિશોરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે સ્થળ પર હાજર નહોતો. પરિણામે, મ્યુનિસિપલ અધિકારીઓએ ઘટનાને પગલે પંચનામું તૈયાર કર્યું અને રૂ. 9,000નો દંડ ફટકાર્યો. એટલું જ નહીં, ત્યાંથી ભેંસને જપ્ત કરીને કોર્પોરેશનના ઘેરામાં મોકલી દેવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન અને સરકારનો કડક અભિગમ

હાલમાં, ભેંસના માલિકે ઘટનાસ્થળે પહોંચીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની ભૂલ માન્ય કરી હતી. પરંતુ મહાનગરપાલિકાએ આ કેસમાં કોઈ છૂટ આપવાનો ઇનકાર કર્યો હતો અને આગળના નિયમો અનુસાર કાર્યવાહી પૂર્ણ કરી. આ કેસ PM નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને પ્રત્યક્ષ રૂપે દર્શાવે છે. દેશવ્યાપી આ અભિયાનને સફળ બનાવવામાં શહેર-શહેર સ્વચ્છતા માટેના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. PM એ પણ લોકોને સ્વચ્છતા તરફ આકર્ષવા માટે ઘણીવાર પોતે ઝાડુ લગાવવાની રીત અપનાવી છે. તેમ છતાં, આ કિસ્સો એ દર્શાવે છે કે ઘણી જગ્યાએ લોકો હજુ પણ સજાગ નથી અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે ઉદાસીનતા દાખવે છે.

આ પણ વાંચો:  લો બોલો! પાંદડા ખાવાના ગુનામાં ભેંસોની કરાઈ ધરપકડ

Tags :
buffaloBuffalo confiscationBuffalo dungBuffalo dung penaltyCivic penalty for pollutionCleanliness DriveGujarat FirstGwalior municipal corporationGwalior Nagar Nigamgwalior newsHardik ShahModi government cleanliness campaignMunicipal Corporation actionPublic cleanliness awarenessPublic place pollutionRs. 9000 fineshocking incidentStrict municipal actionSwachh Bharat AbhiyanTansen Nagar Gwalior
Next Article