Har Ghar Tiranga Abhiyan: ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્હીમાં ફરકાવ્યો તિરંગો
- રાજધાની દિલ્હીમાં 'હર ઘર તિરંગા' અભિયાન (Har Ghar Tiranga Abhiyan)
- ગૃહમંત્રી અમિતભાઈ શાહે ફરકાવ્યો તિરંગો
- રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડતું અભિયાનઃ ગૃહમંત્રી
- દેશને વિકસિત અને સર્વશ્રેષ્ઠ બનાવવા સંકલ્પિત
- 140 કરોડ દેશવાસીઓ સંકલ્પિત છેઃ ગૃહમંત્રી
- PM મોદીના નેતૃત્વમાં જન અભિયાન બન્યું છે
- એકતાના સૂત્રમાં બાંધે છે 'હર ઘર તિરંગા' અભિયાન
Har Ghar Tiranga Abhiyan: ભારતની રાજધાની દિલ્હીમાં 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga Abhiyan)અભિયાને રાષ્ટ્રભક્તિનો ઉત્સાહ ફેલાવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો.
15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં શરૂ થયેલું આ અભિયાન દેશભરમાં લોકોને એકતાના સૂત્રમાં બાંધવા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. અમિત શાહે તેમના પત્ની સાથે મળીને નિવાસસ્થાનની ટેરેસ પર તિરંગો લગાવ્યો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર તેની તસવીરો શેર કરી, જેમાં તેમણે આ અભિયાનની પ્રશંસા કરી.
Har Ghar Tiranga Abhiyan બન્યુ એક જન અભિયાન
'હર ઘર તિરંગા' અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયું છે, જેનો ઉદ્દેશ દરેક ઘર અને કાર્યસ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશભક્તિની ભાવના જગાડવાનો છે. અમિત શાહે જણાવ્યું કે આ અભિયાન દેશને એકતાના દોરથી જોડવાનું અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનું એક જન-અભિયાન બની ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે 140 કરોડ ભારતીયો આઝાદ ભારતના સપનાને વિકસિત અને શ્રેષ્ઠ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે. આ વર્ષે અભિયાનમાં 'સ્વચ્છતા હી સેવા' પહેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાષ્ટ્રીય ગૌરવ સાથે નાગરિક જવાબદારીને પણ પ્રોત્સાહન આપે છે.
રાજધાની દિલ્હીમાં 'હર ઘર તિરંગા' અભિયાન
ગૃહમંત્રી Amitbhai Shah એ ફરકાવ્યો તિરંગો
રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડતું અભિયાનઃ ગૃહમંત્રી
દેશને વિકસિત અને સર્વશ્રેષ્ઠ બનાવવા સંકલ્પિત
140 કરોડ દેશવાસીઓ સંકલ્પિત છેઃ ગૃહમંત્રી | Gujarat First#HarGharTiranga #AmitShah #Delhi #NationalFlag… pic.twitter.com/xqLw9pQCQH— Gujarat First (@GujaratFirst) August 13, 2025
Har Ghar Tiranga Abhiyanનું દિલ્હીમાં આયોજન
દિલ્હીમાં આ અભિયાનને વધુ ઉત્સાહ આપવા માટે, દિલ્હી સરકારના મંત્રી આશિષ સૂદે જનકપુરીમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું. આ યાત્રામાં સાંસદ કમલજીત સહરાવત અને અનેક શાળાના બાળકો સામેલ થયા. આ યાત્રા જનકપુરીના સી1 બ્લોકથી ડાબરી ચોક સુધી યોજાઈ, જેમાં લોકોમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો.
आज #HarGharTiranga अभियान के अंतर्गत अपने आवास पर तिरंगा फहराया।
मोदी जी के नेतृत्व में शुरू हुआ ‘हर घर तिरंगा’ अभियान आज देश को एकता के सूत्र में पिरोने और राष्ट्रप्रेम की भावना को और भी प्रबल बनाने वाला जन-अभियान बन गया है। यह अभियान दर्शाता है कि असंख्य स्वतंत्रता सेनानियों… pic.twitter.com/MMBNjzR80M
— Amit Shah (@AmitShah) August 13, 2025
લોકોને જોડાવાની અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા અને તિરંગા સાથેની તસવીરો 'હર ઘર તિરંગા' વેબસાઇટ પર શેર કરવા અપીલ કરી છે. 13થી 15 ઓગસ્ટ દરમિયાન ચાલનારું આ અભિયાન દેશભરમાં રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાનો અને એકતાની ભાવના ફેલાવવાનો એક અનોખો પ્રયાસ છે.
આ પણ વાંચો: HDFC Bank New Rule : હવે બચતખાતામાં મિનિમમ બેલેન્સ 25 હજાર રાખવા પડશે, નહિંતર દંડ ભરવા રહો તૈયાર


