Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haryana : ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર હુડ્ડા પર ED નો સકંજો, આ કેસમાં થઈ પૂછપરછ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે બુધવારે મની લોન્ડ્રિંગ કેસમાં હરિયાણાના (Haryana) પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની (Bhupinder Singh Hooda) પૂછપરછ કરી છે. માહિતી મુજબ, તેમનાથી આ પૂછપરછ માનેસર જમીન કૌભાંડ (Money Laundering Case) હેઠળ થઈ રહી છે. મળતી માહિતી મુજબ,...
haryana   ભૂતપૂર્વ cm ભૂપેન્દ્ર હુડ્ડા પર ed નો સકંજો  આ કેસમાં થઈ પૂછપરછ
Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે બુધવારે મની લોન્ડ્રિંગ કેસમાં હરિયાણાના (Haryana) પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની (Bhupinder Singh Hooda) પૂછપરછ કરી છે. માહિતી મુજબ, તેમનાથી આ પૂછપરછ માનેસર જમીન કૌભાંડ (Money Laundering Case) હેઠળ થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, હરિયાણાના (Haryana) ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની મુશ્કેલીઓ વધી છે. મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની આ પૂછપરછ માનેસર જમીન કૌભાંડ (Manesar land scam) હેઠળ થઈ રહી છે. જણાવી દઈએ કે, બહુચર્ચિત માનેસર જમીન કૌભાંડ કેસ હરિયાણાની ભૂતપૂર્વ હુડ્ડા સરકારના કાર્યકાળ દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો. આ જ કેસમાં અન્ય આરોપીઓની સાથે પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

આરોપ છે કે ઓગસ્ટ 2014 માં ખાનગી બિલ્ડરોએ હરિયાણા (Haryana) સરકારમાં અજાણ્યા લોકો સાથે મળીને ગુરુગ્રામના માનસેર, નૌરંગપુર (Naurangpur) અને નાખડૌલા જેવા ગામોના ખેડૂતોને જમીન સંપાદનનો ડર આપીને લગભગ 400 એકર જમીન સસ્તા ભાવે ખરીદી હતી. આરોપ અનુસાર, હુડ્ડા સરકારના કાર્યકાળ દરમિયાન લગભગ 900 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી અને બિલ્ડરોને મસમોટી કિંમતે વેચવામાં આવી હતી.

આ પણ વાંચો - Bhupat Bhayani : AAP ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આ દિવસે BJP માં જોડાશે, જાણો તારીખ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×