પત્નીની નજર સામે જ બીજી મહિલાઓ સાથે બનાવતો હતો સંબંધ, 2 મહિલાઓએ પછી...
- એન્જિનિયર રાધવેન્દ્ર યાદવનો સળગેલો મૃતદેહ મળી આવ્યો
- વૃંદાવન કોલોનીમાં પત્નીએ જ પોતાના પતિને જીવતો સળગાવ્યો
- પત્ની અને પ્રેમિકાએ સાથે મળીને પુરૂષને બેહોશ કરીને સળગાવ્યો
ઇટાવા : એન્જીનિયર રાધવેન્દ્ર યાદવનું સળગી જવાનાં કારણે મોત નિપજ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે તેની પત્ની અને ભાડુઆત પર આરોપ લાગ્યો છે. પોસ્ટમોર્ટમાં માથામાં ઇજાના નિશાન મળ્યા છે. જેના કારણે હત્યાની આશંકા બેવડાઇ છે. પોલીસે પત્નીની ધરપકડ કરી લીધી છે, જ્યારે ભાડુઆત ફરાર છે.
રૂંવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી
ઇટાવાના વૃંદાવન કોલોનીમાં સંબંધોમાં તણાવે હૃદય દ્રાવક આપનારી ઘટના બની છે. ઇટાવામાં વૃંદાવન કોલોનીમાં શુક્રવારે રાત્રે એન્જીનિયર રાધવેન્દ્ર યાદવની હત્યાથી સનસની મચી ગઇ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, રાધવેન્દ્રની પત્ની કિરણ યાદવ અને તેમના ધરમાં ભાડે રહેતી યુવતી કિરણ યાદવે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. બંન્નેએ માનસિક અને શારીરિક ઉત્પીડનથી પરેશાન થઇને હત્યા કરી અને તેને દુર્ઘટનાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો : LIVE: Maha kumbh 2025 Live : મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો, 1 કરોડ શ્રદ્ધાળુઓનું શાહી સ્નાન
કઇ રીતે બની સમગ્ર ઘટના
રાધવેન્દ્ર યાદવને પહેલા નશીલો પદાર્થ આપીને બેહોશ કરવામાં આવ્યો, ત્યાર બાદ તેના મોઢા પર રજાઇથી ગુંગળાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગળુ દબાવાયું હતું. ત્યાર બાદ હત્યાને દુર્ઘટનાનું સ્વરૂપ આપવા માટે તેને પ્લાસ્ટિકના ખાટલા પર સુવડાનીને નીચેથી આગ લગાવી દેવામાં આવી હતી. જેના કારણે તેનું શરીર કમરથી નીચે સુધી સળગેલી હાલતમાં મળી આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ માથામાં ભારે પદાર્થથી પ્રહાર કરવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે, હત્યા પહેલા એન્જીનિયરના માથા પર પ્રહાર કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસની સામે આવ્યું કે, રાધવેન્દ્ર યાદવ પોતાની પત્ની સામે જ કિરણ યાદવ નાની ભાડુઆત મહિલા વર્ષા યાદવનું માનસિક ઉત્પીડન કરતો હતો.
આ પણ વાંચો : Amreli લેટર કાંડમાં વિવાદ વકર્યો, SP સાહેબ સરકાર માટે કામ કરતા હતા અને મહિલાને માર્યું તે ગુનો: આનંદ યાજ્ઞિક
રાઘવેન્દ્ર પ્રેમિકાને વીડિયો વાયયરલ કરવાની ધમકી આપતો હતો
પત્નીએ કહ્યું કે, પતિના બાહ્ય સંબંધો જોઇને પણ તે ચુપ રહેવા માટે મજબુર હતી. જ્યારે ભાડુઆત વર્ષા યાદવને રાધવેન્દ્ર તેના વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દબાવતો રહેતો હતો. રવિવારે રાધવેન્દ્રના પુત્ર પ્રશાંત યાદવે સિવિલ લાયન્સ પોલીસ સ્ટેશનમાં પોતાની તથા વર્ષાની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાવ્યો. પોલીસે કિરણ યાદવની ધરપકડ કરી લીધી છે. જો કે વર્ષા હજી પણ ફરાર છે. એએસપી સંજય કુમાર વર્માએ જણઆવ્યું કે, ઘટનાનું સંપુર્ણ કાવત્રુ પાર પાડ્યા બાદ કિરણે વર્ષાના ઘરેથી ભગાવી દીધી અને પોતે એક રૂમમાં બંધ થઇ ગઇ હતી. હાલ પોલીસ વર્ષાને શોધી રહી છે.
આ પણ વાંચો : મહાકુંભમાં બાબાને ઉલ્ટા સવાલ પૂછવું રિપોર્ટરને ભારે પડ્યું! Video વાયરલ


