Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi અને નોઈડામાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત, IMD નું ઓરેન્જ એલર્ટ

Delhi થી NCR માં ભારે ધુમ્મસ વિઝિબિલિટી ઘટીને શૂન્ય પર પહોંચી IMD એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું દિલ્હી (Delhi) અને નોઈડા સહિત NCR ના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ ગયું છે. જાણકારી અનુસાર, ગાઢ ધુમ્મસને કારણે નોઈડાના ઘણા વિસ્તારોમાં...
delhi અને નોઈડામાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત  imd નું ઓરેન્જ એલર્ટ
Advertisement
  • Delhi થી NCR માં ભારે ધુમ્મસ
  • વિઝિબિલિટી ઘટીને શૂન્ય પર પહોંચી
  • IMD એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી (Delhi) અને નોઈડા સહિત NCR ના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ ગયું છે. જાણકારી અનુસાર, ગાઢ ધુમ્મસને કારણે નોઈડાના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ વિઝિબિલિટી ઘટીને 50-100 મીટર થઈ ગઈ છે. શુક્રવારે રાત્રે 9-10 વાગ્યા સુધી સેક્ટર 83, સેક્ટર-85, સેક્ટર 82, સેક્ટર 93 સહિત નોઈડાના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું એક જાડું સ્તર જોવા મળી રહ્યું છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ ગાઢ ધુમ્મસ છે. આ સિવાય દિલ્હી (Delhi), ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. નોઈડામાં રસ્તા પર ઘણા ડ્રાઈવરો સતત હોર્ન વગાડીને ગાડી ચલાવતા જોવા મળ્યા હતા. એક મુસાફરે જણાવ્યું કે, એટલું બધું ધુમ્મસ હતું કે સામે કોઈને જોવું મુશ્કેલ હતું. ઘણી જગ્યાએ લગભગ ઝીરો વિઝિબિલિટી પણ જોવા મળી રહી છે.

શનિવારે સવારે પણ ગાઢ ધુમ્મસ રહેશે...

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સવારે દિલ્હી (Delhi) અને નોઈડા સહિત સમગ્ર NCR માં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. 3-4 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે અને સવારના કલાકો દરમિયાન ખૂબ ગાઢ ધુમ્મસની શક્યતા છે. હવામાન વિભાગે દિલ્હી (Delhi)-NCR માં ગાઢ ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાનની આગાહીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : હીરાની ભેટથી ચમક્યું વ્હાઈટ હાઉસ, PM મોદીએ જીલ બિડેનને આપ્યો હતો ચમકદાર હીરો

6 જાન્યુઆરી સુધી ધુમ્મસથી રાહત નહીં મળે...

IMD એ પણ આગાહી કરી છે કે દિલ્હી (Delhi) અને નોઈડામાં સોમવાર, 6 જાન્યુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 6 જાન્યુઆરી સુધી દિલ્હી (Delhi)માં સવાર, સાંજ અને રાત્રે વિઝિબિલિટી ઘણી ઓછી રહેવાની ધારણા છે. એટલે કે સોમવાર સુધી દિલ્હી-નોઈડાના લાખો લોકોને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : Delhi ના રહેવાસીઓને PM મોદીની ભેટ, 1675 નવા ફ્લેટનું લોકાર્પણ

ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ સેવાઓને અસર થઈ...

IMD એ જણાવ્યું કે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખૂબ ગાઢ ધુમ્મસ હતું અને વિઝિબિલિટી શૂન્ય મીટર નોંધાઈ હતી. વિભાગના જણાવ્યા અનુસાર, તમામ રનવે CAT-3 હેઠળ કાર્યરત છે, જે ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં પણ એરક્રાફ્ટને ટેકઓફ કરવા દે છે. એક અધિકારીએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે.

આ પણ વાંચો : Maharashtra : સોલાપુરમાં વંદે ભારત ટ્રેન પર હુમલો, મુસાફરોમાં ભયનો માહોલ, ટ્રેનના કાચ તોડ્યા...

Tags :
Advertisement

.

×