Heavy Rain in Delhi : ખતરો હજું ટળ્યો નથી! પૂરના સંકટ વચ્ચે હજારો લોકોનું સ્થળાંતર
- દિલ્હીમાં Heavy Rain ના કારણે પૂરનું સંકટ: યમુના નદીએ ભયજનક સપાટી વટાવી
- યમુનાના પાણી દિલ્હીમાં ઘૂસ્યા, હજારો લોકોનું સ્થળાંતર
- દિલ્હીમાં પૂર: બચાવ અને રાહત કાર્ય તેજ, NDRFની ટીમો તૈનાત
- દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: પૂરથી સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા
Heavy Rain in Delhi : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના કારણે હાલમાં પૂરનો ભય છે. સોમવારથી પડી રહેલા સતત વરસાદ (Rain) અને હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે યમુના નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
યમુનાના ઉગ્ર સ્વરૂપથી પૂરગ્રસ્ત વિસ્તારો
યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થવાથી દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. યમુના બજાર, મઠ બજાર અને મયુર વિહાર જેવા વિસ્તારોમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી છે. આ ઉપરાંત, નિગમબોધ ઘાટ, પુરાણા લોહા પુલ, ISBT, બુરારી, ન્યૂ ઉસ્માનપુર અને નજફગઢની આસપાસની વસાહતોમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે. કાલિંદી કુંજ પાસે પણ યમુનાનું પ્રચંડ સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે.
#WATCH | Delhi: River Yamuna continues to flow above danger level, parts of the city continue to face a flood-like situation. Visuals from Mayur Vihar area.
(Drone visuals shot at 6.40 am) pic.twitter.com/FOwi6SguM9
— ANI (@ANI) September 6, 2025
Heavy Rain ના કારણે તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય તેજ
પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે NDRF (National Disaster Response Force) ની 4 ટીમો સતત કાર્યરત છે. સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે રાહત શિબિરો અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે, હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાનું ચાલુ હોવાથી આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા છે.
#WATCH | Delhi: Floodwater gradually recedes from residential areas in the city. Visuals around Shree Swaminarayan Mandir in Civil Lines area. pic.twitter.com/mNbPaGuaE5
— ANI (@ANI) September 6, 2025
આગળની પરિસ્થિતિ અને હવામાનની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે પણ દિલ્હીમાં વરસાદ (Rain) માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી પૂરની સ્થિતિને વધુ ખરાબ બનાવી શકે છે. તંત્ર લોકોને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અને સતત અપડેટ્સ મેળવતા રહેવા માટે અપીલ કરી રહ્યું છે. દિલ્હીના ઇતિહાસમાં આ એક ગંભીર પરિસ્થિતિ છે, અને સરકાર તેમજ સ્થાનિક સંસ્થાઓ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીમાં લાગી છે.
આ પણ વાંચો : PM Modi flood visit : વડાપ્રધાન મોદી પૂરગ્રસ્ત રાજ્યોની લેશે મુલાકાત, પરિસ્થિતિનો તાગ મેળવશે


