Heavy Rain in Delhi : ભારે વરસાદથી દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
- દેશની રાજધાનીને ભારે વરસાદે ઘમરોળી
- માત્ર 10 મિનિટ ખાબકેલા વરસાદમાં કનોટ પ્લેસ તળાવ બન્યું
- અરવિંદ કેજરીવાલે ભાજપની ફોર એન્જિન સરકાર પર વાકપ્રહાર કર્યા
Heavy Rain in Delhi : દિલ્હીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ ( Waterlogging) થઈ ગયા છે. જેમાં વિજય ચોક, કનોટ પ્લેસ (Connaught Place) , મિન્ટો બ્રિજ અને સરોજિની નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે દિલ્હીમાં થયેલા ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદે દિલ્હીનું વાતાવરણ ઠંડુ કરી દીધું છે પણ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ ભાજપના શાસન પર સવાલો ઊભા કર્યા છે.
ભારે વરસાદે રાજધાનીને ઘમરોળી
રવિવારે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં ખાબકેલા ભારે વરસાદે લોકોની સમસ્યા વધારી દીધી છે. દિલ્હીના અનેક મહત્વના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વિજય ચોક, કનોટ પ્લેસ, મિન્ટો બ્રિજ, સરોજિની નગર, એઈમ્સ અને પંચકુઈયાન માર્ગ જેવા મુખ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વાહનો પાણીમાં ખોટકાઈ ગયા છે.
આ પણ વાંચોઃ Trump remark : ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી
દિલ્હીનું રાજકારણ ગરમાયું
દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિ સંદર્ભે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે ભાજપને 'ફોર એન્જિન' સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે સોશિયલ મીડિયા X પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં કનોટ પ્લેસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે રાજધાની દિલ્હીના હૃદય કનોટ પ્લેસની આ હાલત છે, ત્યારે અન્ય વિસ્તારોની હાલતની કલ્પના કરવી મુશ્કેલ નથી. માત્ર 10 મિનિટના વરસાદમાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. શું ભાજપે 5 મહિનામાં દિલ્હીને આ સ્તરે પહોંચાડી દીધી છે ? શું આ 'ફોર એન્જિન' સરકારની ગતિ છે?
આ પણ વાંચોઃ IIT બોમ્બેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, તપાસમાં જોડાઈ પોલીસ