ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Heavy Rain : હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડ સ્લાઈડ, 7 દિવસ માટે એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશમાં વરસાદનું આગમન ભારે વરસાદમાં ઓરેંડ-યલો એલર્ટ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ Himachal Heavy Rain:શિમલા સહિત હિમાચલ પ્રદેશના (Himachal Heavy Rai) ઘણા ભાગોમાં ગયા વર્ષની સરખામણીમાં સાત દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે. આ પ્રદેશના ગણા ભાગોમાં થયેલા વરસાદને...
06:08 PM Jun 20, 2025 IST | Hiren Dave
હિમાચલ પ્રદેશમાં વરસાદનું આગમન ભારે વરસાદમાં ઓરેંડ-યલો એલર્ટ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ Himachal Heavy Rain:શિમલા સહિત હિમાચલ પ્રદેશના (Himachal Heavy Rai) ઘણા ભાગોમાં ગયા વર્ષની સરખામણીમાં સાત દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે. આ પ્રદેશના ગણા ભાગોમાં થયેલા વરસાદને...
Himachal Pradesh monsoon

Himachal Heavy Rain:શિમલા સહિત હિમાચલ પ્રદેશના (Himachal Heavy Rai) ઘણા ભાગોમાં ગયા વર્ષની સરખામણીમાં સાત દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે. આ પ્રદેશના ગણા ભાગોમાં થયેલા વરસાદને કારણે શુક્રવારે ઘણા સ્થાનો પર લેન્ડ સ્લાઈડની ઘટનાઓ સામે આવી હતી. શિમલાના જતોડમાં પિક-અપ ગાડી પર કટમાળ પડવાથી વાહન પુરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. પંડોહના શહીદ ઈંદર સિંહ મિડલ સ્કુલમાં પણ પાણી ભરાવાની માહિતી મળી હતી. જેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ (roadblocks)થઈ ગયા હતા. આ રસ્તાઓને ફરી ચાલુ કરવાનું કામ ચાલુ છે.

ભારે વરસાદમાં ઓરેંડ-યલો એલર્ટ

હવામાન કેન્દ્રએઅ રાજ્યના ઘણા વિસ્તારોમાં 22, 23,25 અને 26 જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદને કારણે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગે રવિવારે, સોમવાર, બુધવાર અને ગુરુવાર માટે ઘણા સ્થાનો પર ઓરેંજ એલર્ટ તો મંગળવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ  વાંચો -UP : 'પેલેસ્ટાઇન માટે પૈસા આપો,નહીંતર ફતવો જારી કરીશ',બિજનૌરના ઇમામ વિરુદ્ધ FIR

ક્યાં કેટલો વરસાદ નોંઘાયો?

રાજ્યમાં સૌથી વધુ વરસાદ 84.7 મિમી નાહનમાં નોંધાયો, આ પછી પંડોહમાં 35 મિમી, સ્લેપરમાં 26.4 મિમી, સરાહનમાં 20.5 મિમી, વાંવટા સાહિબમાં 19.8 મિમી, રામપુરમાં 15 મિમી વરસાદ નોંધાયો. સુંદરનગર, શિમલા અને કાંગડામાં ગરજીને વરસાદ વરસ્યો.

આ પણ  વાંચો -Air India Flight: યે હો ક્યા રહા હૈ...પુણે આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બાલ બાલ બચી..!

હવામાન વિભાગનું એલર્ટ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મધ્ય અને પહાડી એલરિયામાં ભારે વરસાદને કારણે ભુસ્ખલન, કીચડનો ઘસારો, નબળા બાંધકામને કારણે આંશિક નુકસાન અને વરસાદને કારણે રસ્તા ચીકણા થઈ જવાથી વાહનો લપસવાની સમસ્યા સર્જાઈ શકે છે.

Tags :
Early Monsoon Arrivalheavy rainfall Himachal PradeshHimachal Pradesh monsoonHimachal weather alertlandslides Himachal Pradeshroadblocks Himachal Pradesh
Next Article