Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal Pradesh માં ભારે વરસાદે તારાજી સર્જી, અનેક જિલ્લામાં રેડ એલર્ટ

Himachal Pradesh માં ભારે વરસાદને પરિણામે બિયાસ નદી ગાંડીતૂર બની છે. જેના પરિણામે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. વાંચો વિગતવાર.
himachal pradesh માં ભારે વરસાદે તારાજી સર્જી  અનેક જિલ્લામાં રેડ એલર્ટ
Advertisement
  • Himachal Pradesh માં ભારે વરસાદથી સર્જાઈ તારાજી
  • અનેક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું અને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ
  • બિયાસ નદી ગાંડીતૂર બનતા વહીવટી તંત્ર સતર્ક બન્યું
  • વરસાદ અને ભૂસ્ખલનથી 795 રસ્તા બંધ થયા

Himachal Pradesh : ભારે વરસાદે ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ને ઘમરોળ્યું છે. આ રાજ્યના ચંબા, કાંગડા, બિલાસપુર અને મંડીમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ ઉપરાંત, ઉના, હમીરપુર અને કુલ્લુમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યાં મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. શિમલા અને સોલન જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે મધ્યમ વરસાદની અપેક્ષા છે. રાજ્યમાં 795 રસ્તાઓ બંધ છે અને ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે.

Himachal Pradesh માં 795 રસ્તાઓ બંધ

છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ (Heavy Rain) થી વિનાશ વર્તાયો છે. બિલાસપુર, ચંબા અને જોતમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યમાં 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 795 રસ્તાઓ બંધ થયા છે. ચંબા, કાંગડા, મંડી અને ઉનામાં કોલેજો, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 26 ઓગસ્ટે બંધ રહ્યા. ઘણી જગ્યાએ ઘરોને નુકસાન થયું છે. નદીઓમાં પાણીનું સ્તર સામાન્ય કરતાં વધારે હોવાથી પૂરનું જોખમ વધ્યું છે.

Advertisement

Himachal Pradesh Gujarat First - 26-08-2025-

Himachal Pradesh Gujarat First - 26-08-2025-

Advertisement

આ પણ વાંચોઃ  ED raids Saurabh Bharadwaj : દિલ્હીમાં ED ની મોટી કાર્યવાહી, AAP નેતા સૌરભ ભારદ્વાજને ત્યાં દરોડા

સામાન્ય કરતા 22% વધુ વરસાદ નોંધાયો

હવામાન વિભાગ (IMD) અનુસાર હિમાચલ પ્રદેશમાં 1 જૂનથી 25 ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતા 22% વધુ વરસાદ નોંધાયો છે. શિમલા જિલ્લો 80% વધુ વરસાદ સાથે મોખરે છે, જ્યારે ઉનામાં 62%, કુલુમાં 60% અને મંડીમાં 60% કરતાં વધુ વરસાદ પડ્યો છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ રાજ્યમાં 45% વધુ વરસાદ પડ્યો છે. સમગ્ર હિમાચલમાં માત્ર લાહૌલ-સ્પિતિ એકમાત્ર જિલ્લો છે જ્યાં વરસાદ સામાન્ય કરતા ઓછો નોંધાયો છે.

Himachal Pradesh Gujarat First - 26-08-2025--

Himachal Pradesh Gujarat First - 26-08-2025--

ભૂસ્ખલન અને પૂરનો ભય

IMD એ ચેતવણી આપી છે કે, ભારે વરસાદથી ભૂસ્ખલન, માટીનું ધોવાણ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. ખેતી અને બાગાયતી ખેતી તેમજ સંવેદનશીલ માળખાઓને નુકસાન થવાનું જોખમ છે. હવામાન વિભાગે લોકોને નદીઓ અને જળાશયોની નજીક ન જવાની સલાહ આપી છે. સોલન, શિમલા, સિરમૌર, બિલાસપુર અને કાંગડામાં વિઝિબિલિટી ઘટી ગઈ હોવાથી વાહનચાલકોને સાવધાની રાખવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ  Indian Neavy માં સામેલ થશે INS ઉદયગિરી-INS હિમગિરી , ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ભારતનો દબદબો વધશે

Tags :
Advertisement

.

×