Building Collapsed : દિલ્હીના જેતપુરમાં ભારે વરસાદથી દિવાલ ધસી પડી, 7 લોકોના મોત
- દિલ્હીના જેતપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના (Building Collapsed)
- ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી
- 3 પુરુષ,2 મહિલાઓ અને 2બાળકીઓ મોત
Building Collapsed : ભારે વરસાદ વચ્ચે દક્ષિણ દિલ્હીના જેતપુર વિસ્તારમાં શનિવારે એક ભયાનક (Building Collapsed )દુર્ઘટના સર્જાઈ. એક ઘરની દીવાલ ધસી પડતાં અનેક લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા હતા, પરંતુ હવે તપાસ બાદ જાણ થઈ કે લગભગ 7 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.
3 પુરુષ, 2 મહિલાઓ અને 2 બાળકીઓ મોત (Building Collapsed)
અહેવાલો અનુસાર, દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોમાં 3 પુરુષ, 2 મહિલાઓ અને 2 બાળકીઓ સામેલ છે. માહિતી અનુસાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સફદરજંગ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 3 લોકો મૃત્યુ પામી ગયા હતા. જ્યારે 3 ઈજાગ્રસ્તોને એઈમ્સ ટ્રોમા સેન્ટર લવાયા હતા જ્યાં તે તમામ મૃત્યુ પામ્યા છે.
Delhi: In the Jaitpur police station area, a building collapsed, trapping eight people. There are no casualties, and rescue operations are underway. The injured have been taken to the hospital pic.twitter.com/iD1ro9eace
— IANS (@ians_india) August 9, 2025
આ પણ વાંચો -Kapil Sibal:'શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે અમિત શાહને કર્યા સવાલ
ઝુંપડાઓ પર દિવાલ ધરાશાયી (Building Collapsed)
તપાસમાં બહાર આવ્યું છે કે આ ઇમારતની દિવાલ ધરાશાયી થતાં 3 પુરુષ, 2 મહિલા અને 2 બાળકીઓના મોત થયા છે. હરિનગર ગામની પાછળ રહેલા ઝુંપડાઓ ઉપર સમાધીની દિવાલ ધરાશાયી થતાં આ દુર્ઘટના થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. અત્યારે પણ ત્યાં રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો -Operation Sindoor અંગે પ્રથમવાર એર ચીફ માર્શલ એપી સિંહનો ખુલાસો
સમાધી સ્થળ પર 100 ફૂટની દિવાલ હતી
આ 100 ફૂટની દિવાલ ત્યાં આવેલા સમાધી સ્થાન ઉપર બનાવાયેલી હતી. દિવાલ ધરાશાયી થતાં તેની આસપાસ રહેલા અનેક ઝુંપડા દબાઇ ગયા હતા. કાટમાળમાંથી ઘણા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાયા છે. સ્થળ પર પણ કેટલાકને સારવાર અપાઇ રહી છે.


