Jammu Kashmir માં ભારે વરસાદથી પૂરની સંભાવના, ઝેલમ નદીએ વટાવી ભયજનક સપાટી
- Jammu Kashmir માં ભારે વરસાદે માઝા મુકી છે
- ઝેલમ નદીએ વરસાદી પાણીને લીધે ભયજનક સપાટી વટાવી છે
- CRPFના જવાનો લખનપુર પાસે રાવિ નદીમાં ફસાયા હતા
- તાવી નદીમાં ઘોડાપૂરથી બ્રિકમ ચોકના બ્રિજને નુકસાન થયું છે
Jammu Kashmir : તાજેતરમાં ભારતના જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ મુશળધાર વરસાદને પરિણામે આ વિસ્તારમાં પૂરની આફતની શક્યતા વર્તાઈ રહી છે. જમ્મુ કાશ્મીરની તાવી અને ઝેલમ નદીઓમાં વરસાદી પાણીને લીધે નવા નીરની આવક થઈ છે. આ નવા નીરને પરિણામે આ નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ભારે વરસાદ સતત 2 દિવસથી જમ્મુ કાશ્મીર રાજ્યને ઘમરોળી રહ્યો છે. જેના પરિણામે દક્ષિણ કાશ્મીરમાં પૂર આવવાની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે.
Jammu Kashmir ની તાવી નદી જોખમી બની
ભારે વરસાદને લીધે ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાંબેલાધાર વરસાદને લીધે દક્ષિણ કાશ્મીરમાં પૂરની સંભાવના છે. સતત વરસી રહેલા વરસાદના લીધે તાવી અને ઝેલમ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જેના પરિણામે આ નદી પરના અનેક પુલોને નુકસાન પહોંચ્યું છે. તાવી નદીમાં ઘોડાપૂરથી બ્રિક્રમ ચોકનો પુલ તૂટ્યો છે. જ્યારે ઝેલમ નદીએ ભયજનક સપાટી વટાવી દેતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Jammu Kashmir Gujarat First-27-08-2025-
આ પણ વાંચોઃ Vaishno Devi Yatra Route Landslides: 31 લોકોના મોત, જમ્મુ-કટરા હાઇવે બંધ તથા 22 ટ્રેનો પણ રદ
યુદ્ધના ધોરણે રાહત કાર્ય
જમ્મુ કાશ્મીરને સતત ભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. આ વરસાદી પાણીને લીધે જમ્મુ કાશ્મીરની નદીઓમાં પૂરની સંભાવના વર્તાઈ રહી છે. દક્ષિણ કાશ્મીરમાં પૂર આવવાની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. હજૂ પણ ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ છે. આ આગાહીને કારણે સેનાની બચાવ ટુકડીઓ હેલિકોપ્ટર સાથે તૈનાત છે. રાવિ નદીમાં પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે CRPF ના જવાનો ફસાયા હતા. લખનપુરની પાસે રાવિ નદીમાં જવાનોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. જમ્મુ કાશ્મીરમાં જ્યાં ભારે વરસાદે તબાહી સર્જી છે ત્યાં NDRF, SDRF અને સ્થાનિક તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.
Jammu Kashmir Gujarat First-27-08-2025--
આ પણ વાંચોઃ Vaishnavdevi Landslide : અર્ધકુંવારીમાં ભયંકર ભૂસ્ખલનમાં મૃતાંક 31 થયો, હજૂ પણ અનેક લાપતા
જમ્મુ કાશ્મીરમાં કુદરતનો કહેર દ્રશ્યો જોઈ ચોંકી જશો!
જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટતા તારાજી
વાદળ ફાટવાના કારણે 10થી વધુ મકાનો તણાયા
પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી
વાદળ ફાટ્યા બાદ આકસ્મિક પૂરથી ભયનો માહોલ#India #JammuKashmir #CloudBurst #HeavyRain #GujaratFirst pic.twitter.com/wGNPOOa1R7— Gujarat First (@GujaratFirst) August 26, 2025


