ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra rains : મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદથી તબાહી, મુંબઈમાં હાઈ ટાઈડનું એલર્ટ

મહારાષ્ટ્રના 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું નિચાણવાળા વિસ્તારોમાં એડવાઈઝરી જાહેર Maharashtra rains: મહારાષ્ટ્રના (Maharashtra)ઘણા જિલ્લાઓમાં આવનારા 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.રત્નાગિરી,રાયગઢ અને સિંધુદુર્ગ અને મુંબઈ,ઠાણે અને પાલઘર...
04:04 PM Jun 24, 2025 IST | Hiren Dave
મહારાષ્ટ્રના 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું નિચાણવાળા વિસ્તારોમાં એડવાઈઝરી જાહેર Maharashtra rains: મહારાષ્ટ્રના (Maharashtra)ઘણા જિલ્લાઓમાં આવનારા 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.રત્નાગિરી,રાયગઢ અને સિંધુદુર્ગ અને મુંબઈ,ઠાણે અને પાલઘર...
IMD

Maharashtra rains: મહારાષ્ટ્રના (Maharashtra)ઘણા જિલ્લાઓમાં આવનારા 48 કલાક દરમિયાન ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.રત્નાગિરી,રાયગઢ અને સિંધુદુર્ગ અને મુંબઈ,ઠાણે અને પાલઘર માટે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે 24 જૂનથી આવનારા પાંચ દિવસોમાં કોંકણ અને વિદર્ભ ક્ષેત્રોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. મરાઠાવાડામાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.

નિચાણવાળા વિસ્તારોમાં રહેનારા લોકો માટે એડવાઈઝરી

પુણેમાં છેલ્લા બે દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. જો કે રાયગઢમાં કાલ રાતથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અલીબાગ, મુરુડ, પેન, માનગાંવ અને રોહા જેવા તાલુકાઓના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું સંકટ છે. રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સતર્ક રહેવા માટે સલાહ આપવામાં આવી છે.

આ પણ  વાંચો -Indian Railways: રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર

મુંબઈમાં છેલ્લા બે ત્રણ દિવસોથી વરસાદ

ચોમાસાની શરૂઆત પછી રાજ્યના જુદા-જુદા ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા બે ત્રણ દિવસોથી ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે. IMDએ 24 થી 28 જૂનના સમયમાં હાઈ ટાઈડ એલર્ટ જાહેર કર્યું છે. જે દરમિયાન સમુદ્રમાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી છે.

આ પણ  વાંચો -PM Modi શ્રી નારાયણ ગુરુ- મહાત્મા ગાંધી સંવાદ શતાબ્દી સમારોહનું કરશે ઉદ્ઘાટન

હાઈ ટાઈડનું એલર્ટ

હવામાન વિભાગે હાઈ ટાઈડનું એલર્ટ જાહેર કર્યું છે. 24 થી 28 જૂન દરમિયાન સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠશે. ઉંચી લહેરો એટલે કે 4.5 મીટરથી ઉંચી લહેરો ઉઠશે. સૌથી મોટુ હાઈ ટાઈડ 26 જુનના રોજ આવવાની આગાહી છે. બીએમસીએ સૌને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. બીએમસીએ કહ્યું છે કે હાઈ ટાઈડ દરમિયાન સમુદ્ર કિનારાઓથી દુર રહો.

આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસ માટે કોંકણ અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને રત્નાગિરિ, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન, મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.

Tags :
districtsGujarat FirstGujarat RaiunHeavy rainsIMDMaharashtraMumbai rains
Next Article