Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2025: ભારતનો પાસપોર્ટ 77મા ક્રમે, સિંગાપોર ટોચ પર

ભારતીય પાસપોર્ટની ઐતિહાસિક છલાંગ: 59 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2025  ભારતનો પાસપોર્ટ 77મા ક્રમે  સિંગાપોર ટોચ પર
Advertisement
  • હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2025: ભારતનો પાસપોર્ટ 77મા ક્રમે, સિંગાપોર ટોચ પર, અમેરિકા-બ્રિટન પાછળ

લંડન, 24 જુલાઈ 2025: હેનલી એન્ડ પાર્ટનર્સના 2025ના ત્રિમાસિક અપડેટમાં ભારતીય પાસપોર્ટે ઈતિહાસ રચ્યો છે, આઠ પાયદાની છલાંગ સાથે 85માંથી 77મા ક્રમે પહોંચી ગયો છે. ભારતીય નાગરિકો હવે 59 દેશોમાં વિઝા-ફ્રી કે વિઝા-ઑન-અરાઈવલ સુવિધા સાથે યાત્રા કરી શકે છે, જે ગયા વર્ષે 57 હતા. બીજી તરફ સિંગાપોરનો પાસપોર્ટ 193 દેશોમાં વિઝા-મુક્ત ઍક્સેસ સાથે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો છે.

ભારતીય પાસપોર્ટની તાકાત

Advertisement

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ જે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના ડેટાના આધારે 199 પાસપોર્ટ અને 227 ડેસ્ટિનેશનનું મૂલ્યાંકન કર્યું છે. આમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતીય પાસપોર્ટે ફિલિપાઈન્સ અને શ્રીલંકાને વિઝા-ફ્રી લિસ્ટમાં ઉમેરીને પ્રગતિ કરી છે. હવે ભારતીયો મલેશિયા, ઈન્ડોનેશિયા, માલદીવ, થાઈલેન્ડ, મકાઉ, મ્યાનમાર, અંગોલા, ભૂટાન, જમૈકા, નેપાળ, અને સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનાડીન્સ જેવા 59 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકે છે.

Advertisement

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ

સિંગાપોરે 193 દેશોમાં વિઝા-ફ્રી ઍક્સેસ સાથે ટોચનું સ્થાન જાળવ્યું છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા 190 દેશો સાથે બીજા ક્રમે છે. ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઈટાલી અને સ્પેન 189 દેશો સાથે ત્રીજા સ્થાને છે. યુરોપના દેશો ટોપ-10માં પ્રભુત્વ ધરાવે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા (6ઠ્ઠો,), કેનેડા (7મો), અને UAE (8મો) પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે.

અમેરિકા અને બ્રિટન જે એક સમયે ઈન્ડેક્સમાં ટોચ પર હતા, હવે નીચે સરકી ગયા છે. અમેરિકા 182 દેશો સાથે 10મા સ્થાને છે, જ્યારે બ્રિટન 186 દેશો સાથે 6ઠ્ઠા સ્થાને છે.

ચીન અને સાઉદી અરેબિયાની ઉડાન

ચીનનો પાસપોર્ટ 2015માં 94મા ક્રમેથી 2025માં 60મા ક્રમે પહોંચ્યો છે, જે 85 દેશોમાં વિઝા-ફ્રી ઍક્સેસ આપે છે. સાઉદી અરેબિયાએ પણ જાન્યુઆરી 2025થી ચાર નવા વિઝા-ફ્રી ડેસ્ટિનેશન ઉમેરીને 91 દેશોમાં ઍક્સેસ મેળવ્યો છે. બીજી તરફ અફઘાનિસ્તાન 25 દેશો સાથે ઈન્ડેક્સમાં સૌથી નીચે છે, જ્યારે પાકિસ્તાન (103મો) અને બાંગ્લાદેશ (100મો) પણ નબળી સ્થિતિમાં છે.

પાસપોર્ટની તાકાત શું નક્કી કરે છે?

હેનલી એન્ડ પાર્ટનર્સના CEO ડૉ. જુએર્ગ સ્ટેફેનના જણાવ્યા મુજબ, પાસપોર્ટની તાકાત દેશની અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સંબંધો, અને કૂટનીતિક સ્થિરતા પર આધાર રાખે છે. તેમણે વધુમાં કહ્યું કે, “પાસપોર્ટ હવે માત્ર યાત્રા દસ્તાવેજ નથી, તે દેશની વૈશ્વિક પ્રભાવશાળીતા અને કૂટનીતિક શક્તિનું પ્રતીક છે,” ભારતના વધતા વિઝા-ફ્રી ડેસ્ટિનેશન દર્શાવે છે કે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થઈ રહ્યા છે, પરંતુ યુરોપના શેન્ગેન વિસ્તાર જેવા મહત્ત્વના ડેસ્ટિનેશનમાં હજુ વિઝા જરૂરી છે.

આ પણ વાંચો- Jamnagar : એક તરફ ‘સ્માર્ટ એજ્યુકેશન’ ની વાતો, બીજી તરફ શિક્ષક-ઓરડાની પણ ઘટ!

Tags :
Advertisement

.

×