Hike Working Hours : ગુજરાતના પડોશી રાજ્યમાં ખાનગી કર્મચારીઓના કામના કલાકો વધશે
- મહારાષ્ટ્રમાં કામના કલાકો વધશે
- ખાનગી કર્મચારીઓ માટે 10 કલાક કામ કરવું પડી શકે છે
- ઓવરટાઇમની મર્યાદા પણ વધશે
- દુકાનો–હોટલોમાં લાગુ પડશે નવા નિયમો
- શ્રમ વિભાગ 2017 ના કાયદામાં મોટા ફેરફારોની તૈયારી
- કર્મચારીઓ પર વધશે કામનો ભાર
- 20 થી વધુ સ્ટાફ ધરાવતી સંસ્થાઓ માટે નવા નિયમો
Hike Working Hours : મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાવવા જઈ રહી છે, જેનો સીધો જ પ્રભાવ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ પર પડશે. રાજ્ય સરકાર મહારાષ્ટ્ર દુકાનો અને સ્થાપના (રોજગારનું નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2017 માં ફેરફાર કરવાની તૈયારીમાં છે. આ પ્રસ્તાવિત સુધારા મુજબ, હાલ કર્મચારીઓ માટે નક્કી કરાયેલા દિવસના 9 કલાકના કામના સમયને વધારીને 10 કલાક કરવાની યોજના છે.
કેબિનેટ બેઠકમાં ચર્ચા
મંગળવારે રાજ્ય શ્રમ વિભાગે આ મુદ્દો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજૂ કર્યો હતો. ચર્ચા દરમિયાન કેબિનેટે આ પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટતા માંગી હતી. હજી સુધી નિર્ણય લેવાયો નથી, પરંતુ અધિકારીઓનું માનવું છે કે આ પ્રસ્તાવ ક્ષેત્રની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે. ખાસ કરીને દુકાનો, હોટલ અને મનોરંજન સ્થળોમાં કામના કલાકોને નિયંત્રિત કરવા માટે આ સુધારા મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
Maharashtra govt plans to hike working hours for private employees from 9 to 10 hrs a day. Overtime limit may also rise to 144 hrs in 3 months. New rules likely for firms with 20+ staff.#Maharashtra #WorkingHours #Overtime #LabourLaw #PrivateSector pic.twitter.com/KbKSnLsRk4
— Hardik Shah (@Hardik04Shah) August 27, 2025
5 મોટા ફેરફારોની શક્યતા
શ્રમ વિભાગ 2017 ના કાયદામાં લગભગ 5 મોટા ફેરફારો કરવાની યોજના બનાવી રહ્યો છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે કામના કલાકોમાં વધારો. કાયદાની કલમ 12 મુજબ, હવે કોઈપણ પુખ્ત કર્મચારીને એક દિવસમાં 10 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. સાથે જ, એક સમયે સતત કામ કરવાની મર્યાદામાં પણ ફેરફાર થશે. હાલમાં કર્મચારી મહત્તમ 5 કલાક સતત કામ કરી શકે છે. સુધારા બાદ આ મર્યાદા 6 કલાક થશે, પરંતુ શરત એવી હશે કે આ સમયગાળા દરમિયાન કર્મચારીને ઓછામાં ઓછો અડધો કલાક વિરામ મળશે.
Working Hours માં ઓવરટાઇમનો સમયગાળો પણ વધશે
પ્રસ્તાવિત ફેરફારોમાં ઓવરટાઇમ સાથે જોડાયેલી જોગવાઈઓ પણ સામેલ છે. હાલ 3 મહિનામાં ઓવરટાઇમની મર્યાદા 125 કલાક છે, જેને વધારીને 144 કલાક કરવાની યોજના છે. એ જ રીતે, હાલમાં મહત્તમ કામનો સમય (ઓવરટાઇમ સહિત) 10.5 કલાક છે, જેને વધારીને 12 કલાક પ્રતિ દિવસ કરવામાં આવશે. તાત્કાલિક પરિસ્થિતિઓમાં આ મર્યાદા વધુ વધારવાની પણ છૂટ રહેશે, અને એ સમયે કામના કલાકોની કોઈ મહત્તમ મર્યાદા નહીં હોય.
કઇ સંસ્થાઓમાં લાગુ પડશે?
નવા નિયમો તે સંસ્થાઓ પર લાગુ થશે, જેમાં 20 કે તેથી વધુ કર્મચારીઓ હશે. હાલ આ કાયદો 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે લાગુ પડે છે. એટલે કે નવા સુધારા નાના ધંધાઓને થોડી રાહત આપશે, જ્યારે મોટા ખાનગી ક્ષેત્રોમાં કાર્યરત લોકો માટે કામનું ભારણ વધશે.
હાલની પરિસ્થિતિ અને આગળનો રસ્તો
રાજ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કાયદાની જોગવાઈઓ અને તેમના અસર અંગે વધુ ચર્ચા કરવાની જરૂર છે. તેથી નિર્ણય તાત્કાલિક લેવાયો નથી અને મુલતવી રાખવામાં આવ્યો છે. પરંતુ અંદાજ છે કે ટૂંક સમયમાં આ પ્રસ્તાવ મંજૂર થશે. જો તે અમલમાં આવશે તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે કામના કલાકો અને ઓવરટાઇમ બંનેમાં મોટો ફેરફાર જોવા મળશે.
આ પણ વાંચો : '2025 તો શરૂઆત છે! વર્ષ 2026 માં બનશે વધુ ભયાનક ઘટનાઓ', Baba Vanga ની ડરામણી આગાહી


