Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal Bus Accident: તબાહી વચ્ચે નાલાગઢમાં બસ પલટી, 40 મુસાફરો ઘાયલ

હિમાચલ પ્રદેશમાં નાલાગઢમાં બસ પલટી  40 લોકોના ઇજાગ્રસ્ત થયા છે હાલ રાહત અને બચાવ કામગીરી શરૂ Himachal Bus Accident :હિમાચલ પ્રદેશમાં અત્યારે વરસાદી માહોલ (Himachal Bus Accident)જબરદસ્ત જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે કુલ્લુ, મંડી, શિમલા સહિતના જિલ્લાઓમાં...
himachal bus accident  તબાહી વચ્ચે નાલાગઢમાં બસ પલટી  40 મુસાફરો ઘાયલ
Advertisement
  • હિમાચલ પ્રદેશમાં નાલાગઢમાં બસ પલટી
  •  40 લોકોના ઇજાગ્રસ્ત થયા છે
  • હાલ રાહત અને બચાવ કામગીરી શરૂ

Himachal Bus Accident :હિમાચલ પ્રદેશમાં અત્યારે વરસાદી માહોલ (Himachal Bus Accident)જબરદસ્ત જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે કુલ્લુ, મંડી, શિમલા સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે મંડીમાં 12ગોશાળા વહી હઇ, 16 લોકો ગુમ અને 99 લોકોને બચાવાયા છે. જ્યારે 10 મકાનો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશના નાલાગઢમાં હિમાચલ રોડવેઝની પડી ગઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં 40 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

બસે સંતુલન ગુમાવી દીધુ- પ્રત્યક્ષદર્શી

આ અંગે પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે બસે અચાનક સંતુલન ગુમાવી દીધુ અને થોડી વારમાં તો બૂમાબૂમ થઇ ગઇ. આસપાસના લોકો દોડીઆવ્યા અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા.સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચ્યા. તેઓએ ઇજાગ્રસ્તોને નાલાગઢની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. હોસ્પિટલ પ્રશાસન મુજબ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે. જો કે યાત્રીઓને ઇજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઇજાગ્રસ્તોને સંભવિત સહાય આપવાનું આશ્વાસન પ્રશાસને આપ્યું છે.મહત્વનું છે કે આ ઘટના ગોલાજમાલા પાસે બની, જ્યારે સરકાઘઆટ ડિપોની આ બસ મુસાફરોને લઇને પસાર થઇ રહી હતી.

Advertisement

આ પણ  વાંચો -Himachal Rainfal : મંડીમાં વાદળ ફાટ્યું ચોકોર તબાહી જ તબાહી! 4 ના મોત,16 લાપતા

Advertisement

બસે કાબુ ગુમાવ્યો હતી

પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે સવારે નાલાગઢમાં હિમાચલ રોડવેઝની એક બસે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ. બસ નાલાગઢ-સરકાઘાટથી ચંદીગઢ જઈ રહી હતી ત્યારે એક બાઇક બસની સામે આવી ગઈ અને ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો. આ કારણે બસ રસ્તાની બાજુમાં પલટી ગઈ.આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે બસ અકસ્માતમાં ઘાયલ થયેલા 11 લોકોને અહીં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 8 લોકોને સીટી સ્કેન કરવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે, ગંભીર ઇજાઓના કિસ્સામાં તેમની સારવાર કરવામાં આવશે અથવા અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવશે.બસ ડ્રાઇવરે કહ્યું કે હું સરકાઘાટથી ચંદીગઢ જઈ રહ્યો હતો. આ દરમિયાન, એક બાઇક સવાર અમારી આગળ જઈ રહ્યો હતો, પછી તેણે કટ કર્યો, તેથી મેં બસની બ્રેક લગાવી. આ પછી બસ લપસી ગઈ અને આગળ પલટી ગઈ.

Tags :
Advertisement

.

×