Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal Cloud Burst: મંડીમાં વરસાદી વિનાશ,કેમ ન દેખાઇ સાંસદ કંગના રનૌત? ગરમાયુ રાજકારણ

હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી મંડીમાં ઠેકઠેકાણે રસ્તા બંધ કંગના રનોતની પોસ્ટ પર વિવાદ પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પ્રતિક્રિયા આપી Himachal Cloud Burst : હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. 20 જૂને વરસાદનું આગમન થયુ ત્યારથી જ વાદળ ફાટવુ,...
himachal cloud burst  મંડીમાં વરસાદી વિનાશ કેમ ન દેખાઇ સાંસદ કંગના રનૌત  ગરમાયુ રાજકારણ
Advertisement
  • હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી
  • મંડીમાં ઠેકઠેકાણે રસ્તા બંધ
  • કંગના રનોતની પોસ્ટ પર વિવાદ
  • પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પ્રતિક્રિયા આપી

Himachal Cloud Burst : હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. 20 જૂને વરસાદનું આગમન થયુ ત્યારથી જ વાદળ ફાટવુ, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે. જેમાં 43 લોકોના મોત થયા છે જ્યારે 37 લોકો ગુમ થયા છે. પ્રાકૃતિક આપત્તિનો સૌથી વધારો માર તો મંડી જિલ્લામાં થઇ છે. મંડીમાં ઠેકઠેકાણે (Himachal Cloud Burst)રસ્તા બંધ છે. વાદળ ફાટવાની તથા ભૂસ્ખલનની 10 ઘટનાઓ થઇ છે. મંડીમાં જ 17 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 31 લોકો ગુમ થયા છે.

વરસાદી વિનાશમાં ન દેખાયા સાંસદ !

લોકસભાની બેઠક મંડી પર બીજેપી સાંસદ કંગના રનૌત (kangana ranaut)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે. જેમાં હિમાચલમાં આવેલી કુદરતી આફતને લઇને પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું કે વિનાશકારી દ્રશ્યો હચમચાવી દેનારા છે. મે સેરાજ અને મંડીના અન્ય પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવાનો પ્રયાસ કર્યો પરંતુ નેતા જયરામ ઠાકુરે મને (Jairam Thakur) સલાહ આપી કે જ્યાં સુધી સંપર્ક અને પ્રભાવિત વિસ્તારો સુધી કનેક્ટીવિટી ન થઇ જાય ત્યાં સુધી તો રાહ જોવી હિતાવહ છે. મંડીના ડીસીએ આજે ફરીથી રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હું પ્રશાસનની અનુમતિ મળે તેની રાહ જોઇ રહી છું જેવી જ મને પરમિશન મળશે હું ત્યાં પહોંચવાનો પ્રયાસ કરીશ.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -BJP New president : ભાજપને પહેલી વાર મળી શકે છે મહિલા પ્રમુખ, આ નામોની વ્યાપક ચર્ચા

જયરામ ઠાકુનો જવાબ શું?

કંગના રનોતની પોસ્ટ પર બીજેપી નેતા અને હિમાચલના પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મામલે વધારે બોલવા માગતો નથી. અમે લોકો અમારા લાકોની સાથે સાથે જીવવા મરવા માટે છીએ. અમે લોકો ચિંતિત છીએ. તેઓને ચિંતા નથી. તેમના વિશે કોઇ ચિંતા કરવા માગતો નથી.

Tags :
Advertisement

.

×