Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal Pradesh : બિલાસપુર માર્ગ અકસ્માત પર રાષ્ટ્રપતિ-PM મોદીએ શોક વ્યક્ત કર્યો, આર્થિક સહાયની કરી જાહેરાત

Himachal Pradesh landslide : હિમાચલ પ્રદેશમાં બિલાસપુર નજીક થયેલા એક ભયાનાક માર્ગ અકસ્માતને કારણે રાજ્યમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મંગળવારે સાંજે બાલૂઘાટ નજીક થયેલા ભૂસ્ખલનને કારણે એક ખાનગી બસ પહાડના કાટમાળની ચપેટમાં આવી ગઈ, જેના પરિણામે ઓછામાં ઓછા 18 લોકોના કરુણ મોત થયા છે.
himachal pradesh   બિલાસપુર માર્ગ અકસ્માત પર રાષ્ટ્રપતિ pm મોદીએ શોક વ્યક્ત કર્યો  આર્થિક સહાયની કરી જાહેરાત
Advertisement
  • Himachal Pradesh માં ભૂસ્ખલનથી દુર્ઘટનામાં 18 મોત
  • બાલૂઘાટ નજીક ભૂસ્ખલનની ચપેટમાં આવી બસ
  • રાતભર વહીવટીતંત્ર દ્વારા ચલાવાયું રેસ્ક્યૂ ઓપરેશન
  • બે બાળક સહિત 3 લોકોને જીવતા બહાર કઢાયા
  • રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
  • પીડિત પરિવારોની સાથે ઉભી છે સરકારઃ CM સુક્ખૂ

Himachal Pradesh landslide : હિમાચલ પ્રદેશમાં બિલાસપુર નજીક થયેલા એક ભયાનાક માર્ગ અકસ્માતને કારણે રાજ્યમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મંગળવારે સાંજે બાલૂઘાટ નજીક થયેલા ભૂસ્ખલનને કારણે એક ખાનગી બસ પહાડના કાટમાળની ચપેટમાં આવી ગઈ, જેના પરિણામે ઓછામાં ઓછા 18 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનાએ પહાડી વિસ્તારોમાં મુસાફરીની સુરક્ષા અને ભૂસ્ખલનના જોખમો પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

દુર્ઘટનાની વિગતો અને મૃત્યુઆંક

મંગળવારે સાંજે લગભગ 6:30 વાગ્યે, કૃષ્ણા ટ્રાન્સપોર્ટની બસ મારોટનથી ઘુમરવિન તરફ જઈ રહી હતી. બર્થિનના ભલ્લુ બ્રિજ પાસે અચાનક પહાડનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો અને સીધો બસ પર પડ્યો. કાટમાળના પ્રચંડ દબાણને કારણે બસની છત ફાટી ગઈ અને તે કોતરની ધાર પર પટકાઈ, જેના કારણે મોટાભાગનો કાટમાળ મુસાફરો પર જ પડ્યો. આ ઘટના એટલી ભયાનક હતી કે બસમાં સવાર લોકોની ચીસો દૂર સુધી સંભળાઈ. પ્રાથમિક અહેવાલો મુજબ, બસમાં લગભગ 35 જેટલા મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટરનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં એક પરિવારના 4 સભ્યોનો પણ સમાવેશ થાય છે. જોકે, એક સ્થાનિક રહેવાસી રાહુલ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement

હિંમતભેર બચાવ કામગીરી અને આબાદ બચેલા લોકો

અકસ્માતની જાણ થતાં જ પાછળ મુસાફરી કરી રહેલા અન્ય વાહનોના ડ્રાઇવરોએ પોલીસને માહિતી આપી. તાત્કાલિક ધોરણે પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં સૌથી હૃદયદ્રાવક અને આશાસ્પદ વાત એ હતી કે 2 બાળકો - આરુષિ (10) અને શૌર્ય (8) ને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, બાળકોની માતા અને અન્ય પિતરાઈ ભાઈઓ સહિત પરિવારના અન્ય સભ્યો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આખી રાત વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયું. કાટમાળ અને ખડકોને હટાવવા માટે JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો, અને NDRF ની ટીમ પણ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટીતંત્રની સક્રિયતાને કારણે ઘાયલોને તાત્કાલિક સારવાર મળી શકી. બચી ગયેલા 2 બાળકોને વધુ સારવાર માટે AIIMS બિલાસપુર લાવવામાં આવ્યા છે, જ્યાં તેમના પિતા રાજ કુમાર પણ હાજર હતા.

Himachal ની ઘટના પર રાજકીય નેતાઓની પ્રતિક્રિયા

આ કરુણ દુર્ઘટના પર દેશભરમાંથી શોક અને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ગહન દુ:ખ વ્યક્ત કર્યું. વડાપ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સાથે જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

હિમાચલ અકસ્માત પર PM મોદીની સંવેદના

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના બિલાસપુર જિલ્લામાં થયેલા દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ બાદ PM નરેન્દ્ર મોદીએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને આ મુશ્કેલ સમયમાં તેમને ધીરજ મળે તેવી પ્રાર્થના કરી. સાથે જ, PM મોદીએ ઘાયલ થયેલા લોકોને જલ્દી સ્વસ્થ થવાની કામની કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં ભૂસ્ખલનને કારણે થયેલી બસ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર ઊંડી વ્યથા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે અને પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારો પ્રત્યે તેમણે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ રાષ્ટ્રપતિએ ઘાયલ થયેલા લોકોને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યો શોક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે થયેલી બસ દુર્ઘટનાને લઈને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટનાની જાણ થતા જ NDRFની ટીમો તાત્કાલિક રીતે સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. અમિત શાહે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ થયેલા લોકોને જલ્દી આરોગ્યલાભ મળે તેવી કામના કરી છે.

આ પણ વાંચો :   હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનનો કાટમાળ બસ પર પડતા 15 લોકોના મોત,બચાવ કામગીરી પુરજોશમાં

Tags :
Advertisement

.

×