Himachal Pradesh's Heavy Rain : હિમાચલ પ્રદેશને આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કરાયું, મુખ્યમંત્રી સુખુએ કરી જાહેરાત
- Himachal Pradesh's Heavy Rain,
- હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લીધે ભારે તબાહી મચી ગઈ છે
- ભારે વરસાદને લીધે અત્યાર સુધી કુલ 320 લોકોના મોત થયા છે
- ભારે તબાહીને પગલે હિમાચલને આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે
Himachal Pradesh's Heavy Rain : ચોમાસાની ઋતુ દરમિયાન હિમાચલમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. આ રાજ્યમાં ભારે વરસાદને લીધે અત્યાર સુધીમાં 320 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે સરકારી અને ખાનગી સંપત્તિને 3056 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવામાન વિભાગે 2 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યુ છે.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કરી જાહેરાત
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ રાજ્યને 1 સપ્ટેમ્બરના રોજ આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કર્યુ છે. જેની જાહેરાત મુખ્યમંત્રીએ હિમાચલ વિધાનસભા ચોમાસા સત્રના 11મા દિવસે ગૃહમાં કરી હતી. આ પછી હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાએ પણ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ લાગુ કરવાના આદેશો જારી કર્યા છે. આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2025 હેઠળ મુખ્ય સચિવે કાયદાની કલમ 24 ની પેટા કલમ (e) હેઠળ આપત્તિ કાયદાનો અમલ કરવા આદેશો જારી કર્યા છે. આ અંતર્ગત તમામ ડીસીઓને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમની કલમ 34 માં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.
Himachal Pradesh's Heavy Rain Gujarat First-02-09-2025---
આ પણ વાંચોઃ Punjab Flood : વડાપ્રધાન મોદીએ પંજાબમાં પૂરની સ્થિતિ અંગે મેળવી માહિતી
Himachal Pradesh's Heavy Rain સંદર્ભે રેડ એલર્ટ
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ચાલી રહેલી શ્રી મણિમહેશ યાત્રાને કારણે અન્ય રાજ્યના હજ્જારો શ્રદ્ધાળુઓ આ રાજ્યમાં આવેલા છે. હવે ભારે વરસાદને પરિણામે ચંબા અને ભરમૌર વચ્ચેના માર્ગો ખોટકાઈ ગયા છે. સમગ્ર રાજ્યમાં 30 ઓગસ્ટથી ભારે વરસાદ પડી રહ્યો છે અને 2 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદ અંગે જારી કરાયેલા રેડ એલર્ટ પછી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
કુલ 3056 કરોડ રૂપિયાનું નુકસાન થયું
હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 45 વાદળ ફાટવાની, 91 જમીન ભૂસ્ખલનની અને 105 ભયાનક ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. આમાં 161 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 40 ગુમ છે. આ સમય દરમિયાન માર્ગ અકસ્માતોમાં 154 લોકોના મોત થયા છે. 845 ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્યા છે અને 3254 ઘરોને આંશિક નુકસાન થયું છે. અત્યાર સુધીમાં કુલ 3056 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મનાલી, લાહૌલ અને સ્પીતિ અને ચંબા-ભામોર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રોડ કનેક્ટિવિટીને ભારે નુકસાન થયું છે.
Gujarat First-02-09-2025--
આ પણ વાંચોઃ ઝારખંડના દિગ્ગજ BJP leader ને ફરી ધમકી મળી, PLFIના નામથી અપાઇ ધમકી
#WATCH | Shimla | On declaring the state as 'disaster-affected', Himachal Pradesh CM Sukhwinder Singh Sukhu says, "I declared it so because there is huge loss of life and property, much more than 2023... Apple season is at its peak... We also have to see that the impact of global… pic.twitter.com/rrL2V0gMX7
— ANI (@ANI) September 1, 2025


