સેનાને દારૂગોળો પૂરો પાડતી ઓર્ડનન્સ ફેક્ટરી ફેક્ટરીના કર્મચારીઓની રજાઓ કરાઈ રદ, તાત્કાલિક કામ પર પાછા ફરવાનો આદેશ
- ઓર્ડનન્સ ફેક્ટરીના કર્મચારીઓની રજાઓ રદ
- તાત્કાલિક કામ પર પાછા ફરવાનો આદેશ
- દેશભરમાં સંરક્ષણ તૈયારીઓ વધી
Ordnance Factory: આદેશમાં જણાવાયું છે કે, બધા કર્મચારીઓએ આ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય જરૂરિયાતો અનુસાર ફરજ પર હાજર રહેવું અને અવિરત હાજરી અને યોગદાન સુનિશ્ચિત કરવું જરૂરી છે. પરિપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અત્યંત જરૂરી સંજોગોમાં જ છૂટછાટ આપવામાં આવશે.
કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ચંદા અને મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા (OFK) ખાતે કામ કરતા તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે દેશભરમાં સંરક્ષણ તૈયારીઓ વધી ગઈ છે.
ઓર્ડનન્સ ફેક્ટરી ચંદાએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે આ આદેશ મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ (MIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના નિર્દેશો હેઠળ જારી કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવે છે અને બધા કર્મચારીઓ માટે કોઈપણ વિલંબ વિના ફરજ પર હાજર થવું ફરજિયાત છે.
આ પણ વાંચો : Pakistan એ સતત 10મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, સેનાએ આપ્યો વળતો જવાબ


