Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

102 ડિગ્રી તાવ સાથે સંસદમાં પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ વિરોધીઓ પર વરસ્યા

રાહુલ ગાંધીએ તાજેતરના સમયમાં અનેક પ્લેટફોર્મ પર "વોટ ચોરી"નો મુદ્દો ઉઠાવ્યો છે, અને તેને "હાઇડ્રોજન બોમ્બ" પણ કહ્યું છે. તેમણે બિહાર ચૂંટણી પહેલા આ મુદ્દા પર રેલીઓ યોજી હતી, અને સંસદના શિયાળુ સત્ર દરમિયાન તેને ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગૃહમાં ચર્ચા દરમિયાન, ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કહ્યું કે, કોઈ તેમને શું કહેવું, અને કયા ક્રમમાં કહેવું તે કહી શકતું નથી.
102 ડિગ્રી તાવ સાથે સંસદમાં પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ વિરોધીઓ પર વરસ્યા
Advertisement
  • અમિતભાઇ શાહ બિમાર હોવા છતાં સંસદમાં જોરદાર શાબ્દિક ફટકાબાજી કરી
  • વિપક્ષના સવાલોના એક એક કરીને જડબાતોડ જવાબ આપ્યા
  • શાહની આક્રમકતા જોઇને વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કરી દીધું હતું

Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના "વોટ ચોરી"ના આરોપોનો જોરદાર જવાબ આપ્યો છે. સૂત્રો જણાવે છે કે, ગૃહમંત્રી લોકસભામાં બોલતી વખતે તાવથી પીડાતા હતા. તેમના શરીરનું તાપમાન 102 ડિગ્રી હતું. ગૃહની કાર્યવાહી પહેલા, ડોકટરોએ તેમની તપાસ કરી અને તાવ ઓછો કરતી દવા આપી હતી. તાવ હોવા છતાં, અમિત શાહે લગભગ દોઢ કલાકનું દમદાર ભાષણ આપ્યું હતું, જેમાં વોટ ચોરી, સ્પેશિયલ રિવિઝન ઇન્સ્પેક્શન (SIR) અને ચૂંટણી પંચમાં નિમણૂકો સહિત વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા દરેક આરોપોનો વિગતવાર અને આક્રમક રીતે જવાબ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહની પ્રશંસા કરતા કહ્યું કે તેમનું ભાષણ ઉત્તમ, તથ્યપૂર્ણ હતું અને વિપક્ષના જુઠ્ઠાણાને ખુલ્લા પાડ્યા છે.

Advertisement

રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો

અત્રે નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરના સમયમાં અનેક પ્લેટફોર્મ પર "વોટ ચોરી"નો મુદ્દો ઉઠાવ્યો છે, અને તેને "હાઇડ્રોજન બોમ્બ" પણ કહ્યું છે. તેમણે બિહાર ચૂંટણી પહેલા આ મુદ્દા પર રેલીઓ યોજી હતી, અને સંસદના શિયાળુ સત્ર દરમિયાન તેને ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગૃહમાં ચર્ચા દરમિયાન, ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કહ્યું કે, કોઈ તેમને શું કહેવું, અને કયા ક્રમમાં કહેવું તે કહી શકતું નથી.

Advertisement

વિપક્ષના સાંસદ વોકઆઉટ કરી ગયા

તેમણે વિપક્ષ પર બેવડા ધોરણ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. અમિતભાઇ શાહે કહ્યું, "જ્યારે તમે જીતો છો, ત્યારે નવા કપડાં પહેરો છો, શપથ લો છો, અને યાદી સંપૂર્ણ દેખાય છે. પરંતુ જ્યારે જમીન બદલાય છે, જેમ કે બિહારમાં, ત્યારે અચાનક મતદાર યાદીમાં વિસંગતતાઓ દેખાય છે. આ બેવડું ધોરણ હવે સહન કરવામાં આવશે નહીં." નોંધનીય છે કે, અમિત શાહે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યાના થોડા સમય પછી, રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ સંસદમાંથી વોકઆઉટ કરી ગયો.

SIR પર વિગતવાર પ્રતિભાવ પણ આપ્યો

અમિતભાઇ શાહે કહ્યું કે, સંસદમાં SIR પર ચર્ચા કરવી જરૂરી નથી, પરંતુ તેમણે વિપક્ષની માંગણી સ્વીકારી અને ચર્ચામાં ભાગ લીધો, જેથી બતાવી શકાય કે, સરકાર કોઈપણ મુદ્દાથી પાછળ હટી રહી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે, રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સત્તાવાર રીતે ચૂંટણી પંચને સુપરત કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો ------  IndiGo ની મોટી જાહેરાત, હવે મુસાફરોને થશે રાહત!

Tags :
Advertisement

.

×