Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

West Bengal: બર્ધમાનમાં ભયાનક અકસ્માત, બસ-ટ્રક ટક્કરમાં 10નાં મોત!

બર્ધમાન ભયાવહ માર્ગ અકસ્માતમાં (West Bengal Accident) અકસ્માતમાં 10 લોકોના મોત થયા બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા West Bengal Accident: પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાવહ માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા...
west bengal  બર્ધમાનમાં ભયાનક અકસ્માત  બસ ટ્રક ટક્કરમાં 10નાં મોત
Advertisement
  • બર્ધમાન ભયાવહ માર્ગ અકસ્માતમાં (West Bengal Accident)
  • અકસ્માતમાં 10 લોકોના મોત થયા
  • બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા

West Bengal Accident: પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાવહ માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચી છે. એક ખાનગી બસ ફુલસ્પીડે આવતી બસ રસ્તાની (West Bengal Accident)સાઈડલાઈન પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બસના આગળના ભાગનો બુકડો વળી ગયો હતો. બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. આ બસ બિહારથી યાત્રાળુઓને લઈને આવી રહી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Maharashtra : NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની મોટી જાહેરાત

ગંભીર ઈજા (West Bengal Accident)

પ્રારંભિક માહિતી અનુસાર, ટ્રક રસ્તાની સાઈડલાઈનમાં ઉભી હતી. ત્યારે અચાનક પાછળથી બસ અથડાઈ હતી. બસ ફુલ સ્પીડમાં હોવાનું જણાય છે. જો કે, હજી સુધી વાસ્તવિક કારણ જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતાં બર્ધમાન જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ક્રેનની મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થઈ હતી. દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ પણ  વાંચો -PM Modi : GSTમાં 2 જ સ્લેબ, સામાન સસ્તો થશે, PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે પ્રત્યક્ષદર્શીઓ અને સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે, રસ્તા પર ટ્રક કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ કે એલર્ટ વિના ઉભુ હતું. બીજી બાજુ બસ પણ ફુલ સ્પીડે આવી રહી હતી. જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો.

Tags :
Advertisement

.

×