Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarkashi Cloudburst : ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો,ધસમસતા પાણીમાં કાગળની પત્તાંની જેમ લોકોના ઘર તણાયા

ઉત્તરકાશીના ધારાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરના રૂપમાં ડુંગરમાંથી ઘણો કાટમાળ નીચે આવ્યો હતો
uttarkashi cloudburst   ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો ધસમસતા પાણીમાં કાગળની પત્તાંની જેમ લોકોના ઘર તણાયા
Advertisement
  • ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોટી કુદરતી હોનારત
  • ઉત્તરકાશીના ધરાલી ગામમાં મોટાપાયે નુકસાન
  • વાદળ ફાટ્યા બાદ ખીર ગંગાના જળસ્તરમાં વધારો
  • અનેક મકાનો ધસમસતા પ્રવાહમાં તણાયાના અહેવાલ

Uttarkashi Cloudburst : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતા (Uttarkashi Cloudburst)ભારે તબાહી સર્જાઈ છે. મંગળવારે  ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાંની સાથે જ ડુંગરનો કાટમાળ પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો. જેના કારમે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે અને કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાના પણ અહેવાલ છે. હાલ સેના, પોલીસ, SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

Advertisement

ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા

ઉત્તરકાશીના (Uttarkashi Cloudburst) ધારાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરના રૂપમાં ડુંગરમાંથી ઘણો કાટમાળ નીચે આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા જોઈને ખ્યાલ આવે છે કે આ પૂર કેટલું ભયાનક હતું. આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા. આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે.

Advertisement

આ પણ  વાંચો-Reliance Group: ઉદ્યોગપતિ અનિલ અંબાણીને EDનું તેડું, રૂ.17 હજાર કરોડનું લોન કૌભાંડ

અસરગ્રસ્ત વિસ્તાર ગંગોત્રી ધામ નજીક છે Uttarkashi Cloudburst

વાદળ ફાટ્યા પછી, નાળામાં પાણી ભરાઈ જવાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, હવે વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, 'ધારાલી  વિસ્તારમાં વાદળ ફાટવાથી થયેલા ભારે નુકસાનના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. SDRF, NDRF, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત ટીમો રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધના ધોરણે કાર્યરત છે.

આ પણ  વાંચો -Jammu Kashmir ના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, દિલ્હીની RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

વહીવટીતંત્રએ  તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી

અસરગ્રસ્ત ગામ ગંગોત્રી ધામ અને ગંગાજીના શિયાળુ (Uttarkashi Cloudburs) નિવાસ મુખવાની ખૂબ નજીક છે. આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકો ભયભીત છે. વહીવટીતંત્રએ  તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ  વાંચો -ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ઋષિકેશમાં ગંગા નદી બે કાંઠે, અનેક ઘાટ પાણીમાં ગરકાવ

યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે 'યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર, વાદળ ફાટવું એ એક કુદરતી પ્રક્રિયા છે,

Tags :
Advertisement

.

×