ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Prayagraj માં વધુ 5 મકાનો તોડી પાડ્યા, સુપ્રીમ કોર્ટ નારાજ, પીડિતોને 10-10 લાખનું વળતર આપવાનો આદેશ

કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને ફટકાર લગાવતા કહ્યુ કે, ઘરો તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય છે.
02:11 PM Apr 01, 2025 IST | MIHIR PARMAR
કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને ફટકાર લગાવતા કહ્યુ કે, ઘરો તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય છે.
Prayagraj Development Authority slammed gujarat first

Prayagraj Development Authority slammed: પ્રયાગરાજમાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવાના મામલામાં સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને ફટકાર લગાવતા કહ્યુ કે, ઘરો તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય છે. કોર્ટે પાંચ પીડિતો, જેમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણને રૂ. 10-10 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

બુલડોઝર કાર્યવાહી પર કોર્ટનુ કડક વલણ

દેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહીને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ કાર્યવાહી અંગે લોકોના અલગ અલગ મંતવ્યો છે, પરંતુ કોર્ટે હવે તેના પર કડક વલણ અપનાવ્યુ છે. કોર્ટ સતત આવા કાર્યોની નિંદા કરી રહી છે અને અધિકારીઓને ફટકાર લગાવી રહી છે. આ સાથે, ઘણા કિસ્સાઓમાં વળતર આપવાનો નિર્ણય પણ જાહેર કરવામાં આવી રહ્યો છે. આજે આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

ઘર તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય

પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોના ઘર તોડી પાડવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘર તોડી પાડવાની પ્રક્રિયા સંપુર્ણપણે ગેરબંધારણીય હતી. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ આપણા અંતરાત્માને હચમચાવી નાખે છે. રાઇટ ટુ શેલ્ટર નામની પણ કોઈ વસ્તુ હોય છે. યોગ્ય પ્રક્રિયા નામની પણ કોઈ વસ્તુ હોય છે. આ પ્રકારની કાર્યવાહી કોઈપણ રીતે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને પાંચેય પીડિતોને વળતર તરીકે 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ પીડિતો સામે થયેલી કાર્યવાહીને ખોટી ગણાવી છે અને પ્રશાસનની નિંદા કરી છે.

આ પણ વાંચો :  Medicines Price Hike: આજથી 900થી વધુ જરૂરી દવાઓની કિંમતમાં વધારો-કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા

અગાઉ પણ સરકારને ઠપકો આપ્યો હતો

નવેમ્બરની શરૂઆતમાં પણ સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી માટે ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે યુપી સરકારે જે વ્યક્તિનું ઘર તોડ્યુ છે તેને 25 લાખ રૂપિયાનું વળતર સરકાર આપે. કોર્ટે કહ્યું, આ સંપૂર્ણપણે મનમાની છે. યોગ્ય પ્રક્રિયાનું પાલન ક્યાં કરવામાં આવ્યું છે? અમારી પાસે એક સોગંદનામું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ નોટિસ જારી કરવામાં આવી નથી, તમે ફક્ત સ્થળની મુલાકાત લીધી અને લોકોને જાણ કરી.

આ પણ વાંચો :  Punjab : દુષ્કર્મના આરોપી પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા, મોહાલી કોર્ટનો મોટો નિર્ણય

Tags :
bulldozeractionCompensationOrderGujaratFirstJusticeForVictimsLegalReformMihirParmarPrayagrajDemolitionsRightToShelterSocialJusticesupremecourtUnconstitutionalDemolitionupgovernmentVictimCompensation
Next Article