નવી દિલ્હી સ્ટેશન પર કઇ રીતે થઇ ભાગદોડ? ઇન્કવાયરી રિપોર્ટમાં થયો ખુલાસો
New Delhi Railway Station stampede : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે મચેલી ભાગદોડમાં 18 લોકોનાં જીવ ગયા હતા. આ દુર્ઘટનાનું કારણ શું હતું? આ સવાલનો જવાબ શોધવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીએ તપાસ કરી રહી છે. બીજી તરફ તપાસ અંગેની કેટલીક માહિતી સામે આવી છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર તપાસ રિપોર્ટમાં સામે આવ્યું કે, શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડના કારણે પ્રયાગરાજ જનારી કુંભ સ્પેશિયલ ટ્રેનના પ્લેટફોર્મ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી. રાત્રે 08.45 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રયાગરાજ જનારી કુંભ સ્પેશિયલ ટ્રેન હતી.
રેલવે સુરક્ષા દળના ઇન્સપેક્ટરની ઇન્કવાયરી
દુર્ઘટના અંગેના રિપોર્ટ રેલવે સુરક્ષા દળના ઇન્સપેક્ટર રેંકના અધિકારીએ તૈયાર કરી છે. તે રિપોર્ટ 16 ફેબ્રુઆરી દિલ્હી જોનના વરિષ્ઠ અધિકારીઓને સોંપી દેવાયા છે. સુત્રો અનુસાર રિપોર્ટમાં સામે આવ્યું કે, દુર્ઘટનાની રાત્રે એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે, મહાકુભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 થી રવાના થશે, જો કે થોડા સમય બાદ એક બીજી જાહેરાત કરવામાં આવી. જેમાં કહેવાયું કે, મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 થી રવાના થશે. આ જાહેરાતની સાથે જ 12 નંબરના પ્લેટફોર્મ પર રહેલા હજારો લોકો 16 નંબરનાં પ્લેટફોર્મ પર ભાગવા લાગ્યા હતા.
પ્લેટફોર્મ બદલવાના કારણે થઇ રહી છે દુર્ઘટના
જ્યારે આ દુર્ઘટના થઇ ત્યારે 14 નંબરના પ્લેટફોર્મ પર મગધ એક્સપ્રેસ, પ્લેટ ફોર્મ 15 પર ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ઉભેલી હતી. તેના મુસાફરો પણ હતા. પ્લેટફોર્મ 14 પર પ્રયાગરાજ એક્સપ્રેસમાં બેસવા માટે યાત્રીઓનાં ટોળા હતા. યાત્રી પ્લેટફોર્મ 12-13 અને 14-15 પર સીડીઓ ચડવા લાગ્યા હતા. જેના કારણે ફુટઓવર બ્રિજ 2 અને 3 માં ભારે ભીડ થઇ ગઇ હતી. આ સીડીઓમાં મગધ એક્સપ્રેસ, ઉત્તર સંપર્ક ક્રાંતિ અને પ્રયાગરાજ એક્સપ્રેસના યાત્રીઓ પણ ઉતરી રહ્યા હતા. તેમાં ધક્કા મુક્કી શરૂ થઇ ગઇ અને તેના કારણે કેટલાક યાત્રીઓ લપસીને સીડીઓ પર પડવા લાગ્યા હતા.
તપાસ રિપોર્ટમાં ખુલાસા...
- પ્લેટફોર્મ નંબર 12 પર 12560 શિવગંગા એક્સપ્રેસ રવાના થઇ
- શિવગંગા એક્સપ્રેસ રવાના થતા સ્ટેશન પર અચાનક યાત્રીઓની ભીડ ઉમટી પડી
- ફુટઓવર બ્રિજ 2 અને 3 માં લોકોએટલા હતા તે તે જામ થઇ ગયો હતો.
- પ્લેટફોર્મ 12 થી લઇને 16 પર ભારે સંખ્યામાં યાત્રીઓ હાજર હતા.
- પ્લેટફોર્મ 12 થી 16 પણ મોટી સંખ્યામાં યાત્રીઓ હતા.
- ફુટઓવર બ્રિજ 2 પર ભીડ વધ્યા બાદ નવી દિલ્હી રેલવે સ્ટેશનના સહાયક સુરક્ષા આયુક્તે તુરંત જ એક્શન લીધું અને સ્ટેશન નિર્દેશકને વધારે ટિકિટો નહીં આપવા માટે જણાવ્યું હતું.
- કર્મચારીઓને તુરંત જ ત્રણેય પ્લેટફોર્મ અને ફુટઓવર બ્રિજ પર પહોંચવા માટે જણાવ્યું હતું
સુત્રો અનુસાર તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, વિશેષ ટ્રેન ભરાઇ જતા તેને તુરંત જ ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે આ દરમિયાન જ કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ બદલવાની જાહેરાત થઇ અને ભાગદોડ થઇ ગઇ હતી.
આ પણ વાંચો : Gujarat Local Body Election Result : જુનાગઢ ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય


