Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચૂંટણીમાં AAP અને Congress વચ્ચે અત્યાર સુધીની લડાઈમાં પરિણામ કેવું રહ્યું?

હરિયાણામાં જોવા મળશે AAP vs Congress ની જબરદસ્ત જંગ ગોવા અને ગુજરાતમાં કોંગ્રેસને AAP એ આપ્યો હતો ઝટકો દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસને પછાડી મેળવી હતી જીત AAP vs Congress : અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) અને...
ચૂંટણીમાં aap અને congress વચ્ચે અત્યાર સુધીની લડાઈમાં પરિણામ કેવું રહ્યું
Advertisement
  • હરિયાણામાં જોવા મળશે AAP vs Congress ની જબરદસ્ત જંગ
  • ગોવા અને ગુજરાતમાં કોંગ્રેસને AAP એ આપ્યો હતો ઝટકો
  • દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસને પછાડી મેળવી હતી જીત

AAP vs Congress : અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) વચ્ચેની રાજકીય લડાઈ આક્રમક બની રહી છે. દિલ્લીથી પંજાબ સુધી, ગોવાથી લઈને ગુજરાત સુધી, AAP એ અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીને ખૂબ પરેશાન કરી છે. વળી પંજાબ અને દિલ્હીમાં તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સત્તામાંથી જ હટાવી દીધી છે. આ રાજ્યોમાં AAP એ કોંગ્રેસની વીજયીયાત્રાને ખંડિત કરી દીધી છે, અને બીજી તરફ તે BJP માટે રાજકીય સુખદ પુરાવા બની છે.

અન્ય રાજ્યોમાં AAP અને કોંગ્રેસની ટક્કર

દિલ્લીનું ઉદાહરણ દઈએ તો, 2020ની વિધાનસભા ચૂંટણીમાં AAP એ 70માંથી 62 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસ સતત બીજી વખત શૂન્ય બેઠક સાથે ચૂંટણી હારી ગઇ હતી. બીજી તરફ, 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAP એ 117માંથી 92 બેઠકો જીતીને કોંગ્રેસને મોટા ધક્કા સાથે સત્તામાંથી દૂર કરી દીધી હતી. કોંગ્રેસ માત્ર 18 બેઠકો મેળવી શકી, જ્યારે BJP માત્ર 2 બેઠકો મેળવવામાં સક્ષમ રહી હતી. આ બંને રાજ્યોમાં, AAP એ ન માત્ર પોતાનો બેઝ મજબૂત કર્યો પરંતુ કોંગ્રેસના વોટ બૅન્કને પણ પોતાની તરફ ખેંચ્યા હતા. AAP એ ગોવા અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સામે ટક્કર લીધી હતી. ગોવામાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAP ને 6.8 ટકા મત મળ્યા હતા અને ગુજરાતમાં 12.92 ટકા. ગોવામાં કોંગ્રેસના મતમાં ઘટાડો થયો અને BJP એ વિજય મેળવ્યો, અને ગુજરાતમાં AAP એ કદાચ ઘણી બેઠકો ન જીતી પણ તેનો મતસ્પષ્ટ વધારો કોંગ્રેસના મતધારકોમાં ભારે ઘટાડા માટે કારણભૂત રહ્યો હતો.

Advertisement

Advertisement

હરિયાણામાં AAPની તૈયારી

હવે, દરેકની નજર હરિયાણાની વિધાનસભા ચૂંટણી પર છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો AAP અહીં જોરદાર લડત આપે છે, તો એ કોંગ્રેસ માટે મોટી ચેતવણી બની શકે છે. જેમ કે ગોવા અને ગુજરાતમાં જોવામાં આવ્યું છે. AAP ભલે વિજયી ન થઈ શકે પરંતુ તેણે વોટબેંક વિભાજન કરીને, કોંગ્રેસના હકના મત BJP તરફ ઝુકાવે તો નવાઈ નથી. AAP લગભગ દરેક ચૂંટણીમાં કોંગ્રેસ માટે નુકસાન કરતી આવી છે અને હરિયાણાની ચૂંટણીમાં પણ આ જ ઢબ ફરીવાર જોવા મળે તો નવાઈ નથી.

આ પણ વાંચો:  કેજરીવાલની રિહાઈ કોને ભારે પડશે? Congress આવશે ટેન્શનમાં કે પછી BJP ને થશે નુકસાન!

Tags :
Advertisement

.

×