ભાગદોડ થાય તેવી સ્થિતિમાં કઇ રીતે બચી શકાય? જાણો ભાગદોડમાં સૌથી પહેલા શું કરશો અને શું નહી
Stampede Safety Tips: જો તમે કોઇ એવી જગ્યાએ છો જ્યાં ભાગદોડ મચી ગઇ છે. તો તમારે આવી સ્થિતિમાં સૌથી પહેલા આ કામ કરવું જોઇએ. જેના કારણે તમારો જીવ બચવાની શક્યતાઓ મહત્તમ રહે છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છે મહાકુંભ
ઉત્તર પ્રદેશા પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થઇ રહ્યું છે. આજે એટલે કે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા છે અને આ દિવસે કરોડો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી કરોડો લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાંથી એક ખુબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. પ્રયાગરાજમાં ભાગદોડના કારણે 10 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બિનઅધિકારીક રીતે આ આંકડો 17 લોકોનો છે.
આ પણ વાંચો : મહાકુંભમાં ભાગદોડ LIVE : એક મહિલાએ કહ્યું - અમુક લોકો ધક્કામુક્કી દરમિયાન હસી રહ્યા હતા
મહાકુંભમાં જતા પહેલા જરૂર વાંચો આ સેફ્ટી ટિપ્સ
જો તમે પણ મહાકુંભમાં સ્નાન કરવા માટેનું આયોજન કરી રહ્યા છો તો તમારે પણ આવી સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરી લેવી જોઇએ. મહાકુંભ ઉપરાંત પણ જો તમે કોઇ એવા સ્થળે જઇ રહ્યા છો જ્યાં ભાગદોડ થઇ શકે તેમ છે. તો સૌથી પહેલા આટલી ટીપ્સનું પાલન કરશો તો તમારા જીવ પર જોખમ ક્યારેય પણ નહીં આવે.
કોઇ દિવાલ કે મજબુત થાંભલા પાસે પહોંચો
જો ભાગદોડ મચે તો સૌથી પહેલા તમે કોઇ પણ મજબુત વસ્તુનો સહારો લેવાનો પ્રયાસ કરો. જો તમે કોઇ ગલીમાં છો તો તમે દિવારના કિનારે એકદમ ચિપકીને ઉભા રહી શકો છો. જો તમે ખુલા સ્થાન પર છો તો કોઇ મજબુત સ્તંભને પણ પકડીને ઉભા રહી શકો છો. આવુ કરવાથી તમે જે ધક્કા મુક્કી થઇ રહી છે તેના હિસ્સો બનવાના બદલે એક સ્થિર વસ્તુ પાસે ઉભા રહી જશો. જેથી ટોળુ જ્યારે આગળ વધે ત્યારે તેના ઉપર નહીં પડો. અથવા તમારી ઉપર પણ કોઇ પડે તેવી શક્યતા ઓછી છે.
આ પણ વાંચો : મહાકુંભમાં લોકડાઉન! રેલવે સ્ટેશન, હાઇવે સહિતના તમામ માર્ગો બંધ, ભાગદોડ બાદ નિર્ણય
ભાગદોડનો હિસ્સો ન બનો
ભાગદોડની સ્થિતિમાં શક્ય ત્યાં સુધી પોતાના બે પગને પહોળા કરીને ઉભા રહો જેથી કોઇ તમને પછાડી ન શકે અને લોકોને પેનિક ન થવા અથવા તો ધક્કા મુક્કી ન કરવા માટે જણાવો. જો કોઇ મજબુત બેરિકેડ કે અન્ય વસ્તું હોય તો તેને પકડીને તેની સાથે એકદમ સટી જાઓ. જેથી તમે આ ભાગદોડ કે ધક્કા મુક્કીનો હિસ્સો બનતા બચી જશો. શક્ય હોય તો મદદ માટે પોલીસ અથવા તો સ્થાનિક સુરક્ષા કર્મચારીઓનો સંપર્ક કરો. ક્યારેય પણ ટોળાની સાથે દોડવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારની ભીડનો હિસ્સો ન બનો. જ્યાં મોટા પ્રમાણમાં ભીડ હોય ત્યાં જવાનું ટાળો.
આ પણ વાંચો : ડૉક્ટર ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરી રહ્યા હતા અને અચાનક તેમણે જોયું..!


