Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ajmer Ramsetu Bridge:રૂ. 243 કરોડના ખર્ચે બનેલા 'રામસેતુ પુલ'માં મસમોટા ગાબડાં, કોર્ટે કહ્યું તાત્કાલિક....

અજમેર શહેરના રામસેતુ પુલ કાનૂની લડાઈ અજમેરની કોર્ટે રામસેતુ પુલ અંગે મોટો ચુકાદો 11 જુલાઈ પુલને સંપૂર્ણપણે બંધ  ધ કરવાનો નિર્દેશ Ajmer Ramsetu Bridge: રાજસ્થાનના અજમેર શહેરના રામસેતુ પુલ (Ajmer Ramsetu Bridg)અંગે લાંબા સમયથી ચાલી રહેલી જાહેર ચિંતા અને...
ajmer ramsetu bridge રૂ  243 કરોડના ખર્ચે બનેલા  રામસેતુ પુલ માં મસમોટા ગાબડાં  કોર્ટે કહ્યું તાત્કાલિક
Advertisement
  • અજમેર શહેરના રામસેતુ પુલ કાનૂની લડાઈ
  • અજમેરની કોર્ટે રામસેતુ પુલ અંગે મોટો ચુકાદો
  • 11 જુલાઈ પુલને સંપૂર્ણપણે બંધ  ધ કરવાનો નિર્દેશ

Ajmer Ramsetu Bridge: રાજસ્થાનના અજમેર શહેરના રામસેતુ પુલ (Ajmer Ramsetu Bridg)અંગે લાંબા સમયથી ચાલી રહેલી જાહેર ચિંતા અને કાનૂની લડાઈ હવે એક નિર્ણાયક મોડ પર પહોંચી છે. સિવિલ જજ (પશ્ચિમ) અજમેરની કોર્ટે રામસેતુ પુલ અંગે મોટો ચુકાદો આપતા વહીવટીતંત્રને 11 જુલાઈ, 2025 સુધીમાં પુલને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, રૂ.243 કરોડના ખર્ચે બનેલા 'રામસેતુ પુલ'માં મસમોટા ગાબડાં પડી ગયા હતા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવતી.

15 વકીલોએ મળીને કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી

આ મામલે અજમેરના 15 વકીલોએ મળીને કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પુલની જર્જરિત હાલત હોવા છતાં વહીવટીતંત્રએ કોઈ નક્કર પગલાં નથી લીધાં, જેના કારણે સામાન્ય લોકોના જીવ પર જોખમ મંડરાઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ પુલની હાલત અંગે ફરિયાદો સામે આવતી રહી છે, પરંતુ વહીવટી બેદરકારીને કારણે સમારકામનું કામ નથી થઈ શક્યું.

Advertisement

આ પણ  વાંચો -'ઈમરજન્સીએ દેખાડ્યું કે આઝાદી કેવી રીતે છીનવાય' : શશી થરૂર

Advertisement

પુલની દિવાલોમાં તિરાડ

અરજદારોએ એ પણ જણાવ્યું છે કે, પુલની દિવાલોમાં તિરાડ પડી ગઈ છે, કાટ લાગેલા લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે અને આ પુલ રાહદારીઓ અને ટુ-વ્હીલર સવારો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને 11 જુલાઈ સુધીમાં પુલને બધી બાજુથી બંધ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ  વાંચો -BIHAR ELECTION પહેલા મતદાર યાદીની સમીક્ષામાં અત્યંત ચોંકાવનારા તારણો સામે આવ્યા

વહીવટીતંત્રની કાર્યશૈલી પર સવાલ

આ આદેશ બાદ વહીવટીતંત્રની કાર્યશૈલી પર સવાલ ઉઠી રહ્યા છે અને સ્થાનિક લોકો કોર્ટના નિર્ણયને જાહેર હિતમાં મોટી રાહત માની રહ્યા છે.સૌથી વિવાદાસ્પદ નિવેદન RSRDCના અધિકારી ચારુ મિત્તલનું રહ્યું છે, જેમણે રસ્તો ધસી જવાનું કારણ ઉંદરો દ્વારા પુલને કોતરવાનું ગણાવ્યું હતું. પરંતુ તપાસ સમિતિએ આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો અને તેને 'ગંભીર બાંધકામ ખામી' ગણાવી હતી. સમિતિએ કહ્યું કે જો ખરેખર કોંક્રિટને ઉંદરો નુકસાન પહોંચાડી શકે છે, તો તે સ્પષ્ટ છે કે બાંધકામ સામગ્રી ખૂબ જ હલકી ગુણવત્તાવાળી હતી.

માર્ટિંન્ડલ પુલ સેંકડો વર્ષોથી મજબૂતીની મિસાલ

રામસેતુ પુલની દુર્દશાથી તદ્દન વિપરીત અજમેર શહેરમાં માર્ટિંન્ડલ પુલ હજુ પણ મજબૂત રીતે ઊભો છે. રેલ્વે સ્ટેશનની નજીક સ્થિત આ પુલ બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને તેનું નામ એક બ્રિટિશ અધિકારી 'માર્ટિંન્ડલ'ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. લોખંડ અને પથ્થરથી બનેલો આ ઐતિહાસિક પુલ માત્ર એન્જિનિયરિંગનો જ નમૂનો નથી, પરંતુ તે આજે પણ ભારે ટ્રાફિકનો સરળતાથી સંભાળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×