West Bengal Assembly માં ભારે હોબાળો, TMC-BJP ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ
West Bengal Assembly : પશ્ચિમ બંગાળ વિધાનસભા (West Bengal Assembly) માં BJP અને TMC ના ધારાસભ્યો એકબીજા સાથે બોલ ચાલી બાદ ભારે હોબાળો થયો. લઘુમતીઓ સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન આ મામલો શરૂ થયો.હોબાળાને કારણે વિધાનસભા અધ્યક્ષે માર્શલ બોલાવવા પડ્યા.આ દરમિયાન ભાજપના મુખ્ય શુભેન્દુને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.તેમના સિવાય બીજેપીના અન્ય એક ધારાસભ્ય અગ્નિમિત્ર પાલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. હોબાળા દરમિયાન શંકર ઘોષની તબિયત બગડી ગઈ, ત્યારબાદ તેમને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવી.
મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કર્યો (West Bengal Assembly )
હોબાળા વચ્ચે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ વિધાનસભામાં ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે ભાજપને 'મત ચોરોનો પક્ષ' ગણાવ્યો અને કહ્યું, 'ભાજપ દેશ માટે કલંક છે. આ લોકો બંગાળી ભાષા અને બંગાળની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે. બંગાળના લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું લોહી વહેવડાવ્યું હતું, ભાજપનો જન્મ પણ ત્યારે થયો ન હતો.
আজ পশ্চিমবঙ্গ বিধানসভায় গনতন্ত্র কে হত্যা করলো গনতন্ত্র হত্যাকারী মমতা ও তার দলদাস প্রশাসন... pic.twitter.com/X7XGw2WK2s
— Suvendu Adhikari (@SuvenduWB) September 4, 2025
આ પણ વાંચો -Punjab Flood ને લીધે 55 લાખ મેટ્રિક ટન ઘઉં બગડી જવાનો ભય, શું ઘઉંની અછત સર્જાશે ?
આ લોકો બંગાળીઓ પર અત્યાચાર કરી રહ્યા છે'
મમતાએ ભાજપ પર બંગાળ અને બંગાળીઓ વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, 'આ લોકો બંગાળીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. સંસદમાં, અમે જોયું કે ભાજપે CISF દ્વારા અમારા સાંસદોને કેવી રીતે હેરાન કર્યા. હું કહું છું કે, એક દિવસ આવશે જ્યારે બંગાળના લોકો ભાજપને મત નહીં આપે અને વિધાનસભામાં તેમનો એક પણ ધારાસભ્ય બચશે નહીં.
આ પણ વાંચો -Delhi : પંડિત જવાહરલાલ નેહરુનો પ્રથમ સત્તાવાર બંગલો વેચાયો, કિંમત જાણી ઉડી જશે હોશ
ભાજપે પણ વળતો જવાબ આપ્યો
ભાજપના ધારાસભ્યોએ મમતાના નિવેદનોનો જોરદાર વિરોધ કર્યો, જેના કારણે વિધાનસભામાં વાતાવરણ વધુ ગરમાયું. ભાજપે TMC પર લઘુમતી તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો અને કહ્યું કે મમતા બેનર્જી બંગાળના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. હોબાળા પછી, વિધાનસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી. શંકર ઘોષની બગડતી તબિયતના સમાચારથી વાતાવરણ વધુ તંગ બન્યું. TMC અને BJP વચ્ચેનો આ વિવાદ વધુ વધવાની સંભાવના છે.


