સંભલના ખોદકામમાં મળ્યા સેંકડો વર્ષ જુના સિક્કા! રામ, લક્ષ્મણ અને સીતાની તસ્વીરો
- સંભલમાં મળી આવ્યા મુગલકાળ કરતા પણ જુના સિક્કા મળ્યા
- પૃથ્વિરાજ ચૌહાણના કાળના સિક્કા હોવાનું પ્રાથમિક તારણ મળ્યું
- કંકાલ,કમંડળ અને શિલાઓ પણ મળી આવી, ASI એ સંરક્ષીત કર્યું
Sambhal Digging: ઉત્તર પ્રદેશના સંભલમાં ખોદકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગાંમ અલીપુર ખુર્દમાં એસડીએમ વંદન મિશ્રા અને એએસઆઇની ટીમે પ્રાચીન ધરોહરનું નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન ટીમને જમીનની અંદર દબાયેલા એક માટીની હાંડી મળી હતી. જેમાં ખુબ જ કિંમતી સોનાના સિક્કા મળ્યા. આ સિક્કોમાં કેટલાક બ્રિટિશકાળનાં છે, જ્યારે કેટલાક તેના કરતા પણ જુના છે. એક સિક્કા પર રામ, સીતા અને લક્ષમણની આકૃતી પણ ઉકેરેલી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
પૃથ્વિરાજ ચૌહાણના સમકાલીન સિક્કા મળી આવ્યા
જિલ્લા તંત્રને પૃથ્વિરાજ ચૌહાણના સમકાલીન ગુરુ અમરપતિના સ્મારક સ્થળ પર પ્રાચીન સિક્કા અને માટીના વાસણો મળ્યા. આ સ્થળ 1920 થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સંરક્ષણમાં છે. ખાસ વાત છે કે જે સિક્કા મળ્યા છે તે 300 થી 400 વર્ષ જુનો છે. ગામના લોકોએ જણાવ્યું કે, અહીં ઘણા સમય પહેલા સોત નદીના કિનારે એક સ્મારક હતું. જ્યારે તે સ્થળથી માટીના ખોદકામ દરમિયાન કંકાળ પણ મળી આવ્યા હતા. એક પાણીનો ઘડો અને એક પથ્થર મળ્યો, જે આજે પણ હાજર છે અને તેને સંરક્ષિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : National Voters Day: CEC રાજીવ કુમારે પક્ષોને ખોટા નિવેદનો અને ખોટા પ્રચારથી દૂર રહેવા સલાહ આપી
બ્રિટિશકાળ કરતા પણ જુના સિક્કા
એસડીએમ વંદના મિશ્રાએ જણાવ્યું કે, અલીપુર ખુર્દ ગામમાં એક જૂનું આસ્થા સ્થળ ચિન્હિત કરવામાં આવ્યું છે. આ સ્થળ પહેલાથી જ 1920 થી એએસઆઇ દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યું છે. અહીં જુના મૃદભાંડ અને સિક્કા મળ્યા. તેમાંથી કેટલાક સિક્કા બ્રિટિશ કાળના હતા, જ્યારે કેટલાક તેના કરતા પણ જુના હતા. એક સિક્કા પર રામ, સીતા અને લક્ષમણની આકૃતિ બનેલી હતી. આ ઉપરાંત અનેક અન્ય સિક્કો પર અલગ અલગ આકૃતિઓ ઉકેરવામાં આવી હતી.
ખોદકામમાં બીજુ શું મળ્યું
ગ્રામીણોએ જણાવ્યું કે, આ સ્થળ પર પહેલા જ એક સમાધિ હતી, જે સોત નદીના કિનારે આવેલી હતી. નદીના પાણીના પ્રભાવથી જ્યારે માટી હટવા લાગી તો કેટલાક કંકાલ, કમંડળ અને એક શિલા પણ મળી. આ તમામ પ્રાચીન વસ્તુઓ હવે સંરક્ષીત કરવામાં આવી છે. આ ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત કરવામાં આવશે. જેથી અભ્યાસ કરનારી પેઢીઓ તેનું મહત્વ સમજી શકે.
આ પણ વાંચો : બોમ્બ કરતા પણ ભયાનક તોફાનની આગાહી, લોખંડને પણ ભાંગીને ભુક્કો કરે તેવી શક્તિ


