Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hyderabad : ભારતીય ન્યાયતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે - CJI ગવઈ

CJI ગવઈ એ નાલસર યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં ભારતીય ન્યાયતંત્ર વિશે કહી મોટી વાત. વાંચો વિગતવાર.
hyderabad   ભારતીય ન્યાયતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે   cji ગવઈ
Advertisement
  • નાલસર યુનિવર્સિટી ઓફ લોનો ભવ્ય દીક્ષાંત સમારોહ યોજાયો
  • દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ વિદ્યાર્થીઓને કર્યુ સૂચક સંબોધન
  • આ દીક્ષાંત સમારોહમાં તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી પણ રહ્યા ઉપસ્થિત

Hyderabad : નાલસર યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ (CJI B. R. Gavai) એ કહ્યું કે, ભારતીય ન્યાયતંત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ભારતીય ન્યાયતંત્રમાં સુધારાની સખત જરૂર છે. CJI એ આ પ્રસંગે અમેરિકાના ફેડરલ ડિસ્ટ્રિક્ટ જજ ઝેડ. એસ. રાકોફ (US Federal District Judge Z.S. Rakoff)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકાના ફેડરલ ડિસ્ટ્રિક્ટ જજે પોતાના પુસ્તકમાં આશાવાદી અભિગમ રજૂ કર્યો છે. CJI બી.આર. ગવઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે, વિદેશમાં અભ્યાસ કરવાનો આર્થિક બોજ પરિવાર પર ન નાખો.

ભારતીય ન્યાયતંત્ર વિશે આપ્યું નિવેદન

નાલસર યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ કહ્યું કે, ભારતીય ન્યાય પ્રણાલીમાં સુધારાની સખત જરૂર છે. આપણો દેશ અને ન્યાય પ્રણાલી અનોખા પડકારોનો સામનો કરી રહી છે. ક્યારેક દાયકાઓ સુધી ટ્રાયલ વિલંબિત થાય છે. આપણે ઘણા એવા કિસ્સા જોયા છે જ્યાં કોઈ વ્યક્તિ જેલમાં વર્ષો વિતાવ્યા પછી નિર્દોષ સાબિત થાય છે. આપણે ન્યાયતંત્રના પડકારો અને સમસ્યાઓને ઉકેલવામાં આપણા કૌશલ્ય અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઈએ.

Advertisement

આ પણ વાંચોઃ DRDO અને ભારતીય વાસુ સેનાએ મળીને 'ASTRA' મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું

Advertisement

નાલસર યુનિવર્સિટી ઓફ લોનો દીક્ષાંત સમારોહ

હૈદરાબાદની નાલસર યુનિવર્સિટી ઓફ લોમાં દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે શીખામણ પણ આપી હતી. તેમણે ન્યાયતંત્રના પડકારો ઉકેલવા પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે વિદેશમાં અભ્યાસ કરવા માટેનો આર્થિક બોજ પરિવાર પર ન નાખવા માટે સૂચન પણ કર્યુ હતું. આ પ્રસંગે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી (A. Revanth Reddy) અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પી.એસ. નરસિંહા (P.S. Narasimha) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સુજોય પોલે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરી હતી.

આ પણ વાંચોઃ  NAVI MUMBAI AIRPORT નું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું, મુખ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ

Tags :
Advertisement

.

×