Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahul Gandhi:'મારી પાસે 100 ટકા ગેરરીતિના પૂરાવા છે, છટકી નહીં શકો', રાહુલ ગાંધીનો EC પર મોટો હુમલો

રાહુલ ગાંધીએ ગુરુવારે ચૂંટણી પંચ પર કર્યા પ્રહાર ગેરરીતિને મંજૂરી' આપતા 100 ટકા પુરાવા છે પાર્ટીએ ફક્ત એક જ મતવિસ્તારની સમીક્ષા કરી Rahul Gandhi : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ચૂંટણી પંચ પર મોટો...
rahul gandhi  મારી પાસે 100 ટકા ગેરરીતિના પૂરાવા છે  છટકી નહીં શકો    રાહુલ ગાંધીનો ec પર મોટો હુમલો
Advertisement
  • રાહુલ ગાંધીએ ગુરુવારે ચૂંટણી પંચ પર કર્યા પ્રહાર
  • ગેરરીતિને મંજૂરી' આપતા 100 ટકા પુરાવા છે
  • પાર્ટીએ ફક્ત એક જ મતવિસ્તારની સમીક્ષા કરી

Rahul Gandhi : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ચૂંટણી પંચ પર મોટો હુમલો કરતા કહ્યું કે, તેમની પાર્ટી પાસે કર્ણાટકના એક વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા 'ગેરરીતિને મંજૂરી' આપતા ૧૦૦ ટકા પુરાવા છે. જો કમિશન એવું વિચારતું હોય કે તે એનાથી બચી જશે તો એ તેમની 'ગેરસમજ' છે.

કર્ણાટકમાં છેતરપિંડીના100 ટકા પુરાવા

લોકસભા સ્થગિત થયા પછી સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "અમારી પાસે ચૂંટણી પંચ દ્વારા કર્ણાટકના એક મતવિસ્તારમાં છેતરપિંડીને મંજૂરી આપવાના ૧૦૦ ટકા નક્કર પુરાવા છે. 90 નહીં, પૂરા 100 ટકા. પાર્ટીએ ફક્ત એક જ મતવિસ્તારની સમીક્ષા કરી છે. જેમાં હજારો શંકાસ્પદ મતદારો મળ્યા જેમની ઉંમર 50,60 કે 65 વર્ષની છે, પરંતુ તેઓ નવા મતદાતા તરીકે નોંધાયેલા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આવું નાટક એક જ વિસ્તારમાં નહીં પરંતુ બધાય મતવિસ્તારમાં ચાલી રહ્યું છે. કોંગ્રેસે જ્યારે આ પુરાવા સામે લાવવાનો નિર્ણય લીધો છે, તો તે પૂરી તૈયારી સાથે સામે આવશે.

Advertisement

આ પણ  વાંચો -ભારત-બ્રિટન ફ્રી ટ્રેડ ડીલ: PM મોદી-સ્ટાર્મરની મુલાકાતમાં ઐતિહાસિક કરાર, બંને દેશોને ફાયદો

Advertisement

ચૂંટણી પંચ પર સીધો હુમલો

બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કેમ્પેઇન (SIR) વિશે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. ચૂંટણી પંચ ભારતના ચૂંટણી પંચની જેમ કામ કરતું જ નથી. આજે જે નિવેદન આપ્યું છે તે સંપૂર્ણપણે બકવાસ છે. સત્ય એ છે કે ચૂંટણી પંચ તેમનું કામ કરી રહ્યું નથી.

આ પણ  વાંચો -Accident :હિમાચલના મંડીમાં પ્રવાસી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

તમે છટકી નહીં શકો

રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો તમને એવું લાગતું હોય કે તમે આનાથી બચી જશો, જો તમારા અધિકારીઓ એવું વિચારતા હોય કે એનાથી બચાવી લેશે. તો તમે ખોટા ગુમાનમાં ના રહેતા. જોકે રાહુલ ગાંધીએ તે મતવિસ્તારનું નામ જાહેર કર્યું નથી જ્યાં કથિત ગેરરીતિઓ બહાર આવી છે. પાર્ટી હવે આ મામલાને સંપૂર્ણ ગંભીરતાથી આગળ વધારશે.

Tags :
Advertisement

.

×