Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'મને બ્લડ કેન્સર છે, હું ભારત નહીં આવી શકું...' મેહુલ ચોકસીનો નવો દાવો

PNB કૌભાંડમાં વોન્ટેડ મેહુલ ચોક્સીએ અગાઉ દાવો કર્યો હતો કે એન્ટીગુઆમાં અપહરણ થયા બાદ તે માનસિક રીતે પરેશાન છે. આ વખતે મેહુલે કહ્યું કે તેને બ્લડ કેન્સર છે.
 મને બ્લડ કેન્સર છે  હું ભારત નહીં આવી શકું     મેહુલ ચોકસીનો નવો દાવો
Advertisement
  • મેહુલ ચોકસીનો ભારત ન આવવા માટેનો નવો દાવો
  • મેહુલે અરજીમાં પોતાનો મેડિકલ રિપોર્ટ પણ જોડ્યો
  • મેહુલ ક્રોનિક લિમ્ફોસાયટીક લ્યુકેમિયાથી પીડિત છે

PNB Fraud : પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 13,500 કરોડની છેતરપિંડીના કેસમાં મોસ્ટ વોન્ટેડ મેહુલ ચોક્સીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું છે કે તે કેસની સુનાવણી માટે ભારત આવવાની સ્થિતિમાં નથી. પ્રાપ્ત માહિતી મુજબ, હાલમાં બેલ્જિયમમાં રહેતા મેહુલ ચોકસીએ કોર્ટને જણાવ્યું છે કે તેને બ્લડ કેન્સર છે.

મેહુલને ક્રોનિક લિમ્ફોસાયટીક લ્યુકેમિયા છે

મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં દાખલ કરવામાં આવેલી ખાસ અરજીમાં મેહુલે દાવો કર્યો છે કે તે ક્રોનિક લિમ્ફોસાયટીક લ્યુકેમિયાથી પીડિત છે. મેહુલ ચોક્સીએ પોતાની અરજીમાં પોતાનો મેડિકલ રિપોર્ટ પણ જોડ્યો છે. આ સાથે મેહુલે બેલ્જિયમના એન્ટવર્પના એક ડોક્ટરનો અભિપ્રાય પણ શેર કર્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેહુલ અત્યારે કોઈ પણ રીતે મુસાફરી કરવાની સ્થિતિમાં નથી. ETના એક અધિકારીએ જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીએ તેના દેશમાં પાછા ફરવું જોઈએ કારણ કે ભારતમાં પણ તેની સારવાર કરી શકે તેવા સારા ડોકટરો છે.

Advertisement

આ પણ વાંચો : મુંબઈના ભાયખલામાં બહુમાળી બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, લોકો બહાર દોડી આવ્યા

Advertisement

મેહુલની સારવાર બેલ્જિયમમાં ચાલી રહી છે

અગાઉ, મેહુલે દાવો કર્યો હતો કે તેનું એન્ટિગુઆમાં અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. એટલુ જ નહીં મેહુલે એવો પણ દાવો કર્યો હતો કે ભારત સરકારના અધિકારીઓએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પંજાબ નેશનલ બેંક સાથે લગભગ $2 બિલિયન (લગભગ રૂ. 13,400 કરોડ)ની છેતરપિંડી કરનાર મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક મેહુલ, હવે એન્ટીગુઆનો નાગરિક છે અને હાલમાં કેન્સરની સારવાર માટે બેલ્જિયમમાં રહે છે. બીજી બાજુ નીરવ મોદી લગભગ છ વર્ષથી લંડનની જેલમાં છે. ભારત આ બેંક કૌભાંડની તપાસ કરી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને એજન્સીઓએ ચોક્સીની કસ્ટડીની માંગ કરી છે.

આ પણ વાંચો : Love Affair : આગ્રામાં આત્મહત્યા કરનાર IT કંપનીના મેનેજર માનવ શર્માની પત્ની સામે આવી

Tags :
Advertisement

.

×