Independence Day 2025 : આજે લાલ કિલ્લા ખાતે ફુલ ડ્રેસ રિહર્સલ કરાયું, અનેક માર્ગ બંધ કરાયા
- Independence Day 2025 અંતર્ગત આજે ફુલ ડ્રેસ રિહર્સલ કરાયું
- લાલ કિલ્લા ખાતે પરેડ ભારતીય સેના, અર્ધલશ્કરી દળો, પોલીસ અને NCC જોડાયા
- દિલ્હી ટ્રાફિક પોલીસે લાલ કિલ્લાની આસપાસના માર્ગો બંધ કર્યા
Independence Day 2025 : સ્વતંત્રતા દિવસની ઉજવણી અગાઉ આજે સવારે 7.30 કલાકથી લાલ કિલ્લા પર ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું. ભારતીય સેનાના વિવિધ દળોએ શિસ્તબદ્ધ રીતે પરેડ માર્ચ કરી. જેમાં ભારતીય સેના, અર્ધલશ્કરી દળો, પોલીસ અને NCC ના સૈનિકોએ સંપૂર્ણ ગણવેશ ધારણ કરીને ભાગ લીધો. આ સમય દરમિયાન લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા જેથી રિહર્સલમાં કોઈ વિક્ષેપ ન પડે અને સુરક્ષામાં કોઈ ખામી ન રહે.
6 કલાક સુધી અનેક માર્ગો બંધ રખાયા
દિલ્હી ટ્રાફિક પોલીસે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું હતું કે, બુધવારે સવારે 4 થી 10 વાગ્યા સુધી લાલ કિલ્લાની આસપાસના ઘણા રસ્તાઓ પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ રહેશે. આ માર્ગો પર સામાન્ય વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં, ફક્ત પાસ ધરાવતા વાહનો જ પસાર થઈ શકશે. જે મુખ્ય રસ્તાઓ બંધ રહેશે તેમાં નેતાજી સુભાષ માર્ગ (દિલ્હી ગેટથી છત્તા રેલ સુધી), લોથિયન રોડ (જીપીઓથી છત્તા રેલ સુધી), એસપી મુખર્જી માર્ગ (એચસી સેન માર્ગથી યમુના બજાર ચોક સુધી), ચાંદની ચોક રોડ (ફાઉન્ટેન ચોકથી લાલ કિલ્લા સુધી) અને નિષાદ રાજ માર્ગ (રિંગ રોડથી નેતાજી સુભાષ માર્ગ સુધી)નો સમાવેશ થાય છે.
Independence Day 2025 Gujarat First-13-08-2025-
આ પણ વાંચોઃ બિહાર SIR મુદ્દે Tejashwi Yadav ના EC પર પ્રહાર, કહ્યું- રાજ્યમાં થઇ રહી છે મતચોરી
15 ઓગસ્ટ Independence Day 2025 માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસ આ દિવસ માટે સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે. 15 મી ઓગસ્ટ અગાઉ આજે 13 ઓગસ્ટે ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું. જેમાં સેના, અર્ધલશ્કરી દળો, પોલીસ અને NCC ના સૈનિકો ભાગ લીધો. આ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેથી રિહર્સલમાં કોઈ વિક્ષેપ ન પડે અને સુરક્ષામાં કોઈ ખામી ન રહે. દિલ્હી પોલીસ 15 ઓગસ્ટની તૈયારીઓ અંગે પહેલાથી જ સતર્ક બની ગઈ છે. પોલીસે ઘણા રૂટ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
स्वतंत्रता दिवस से पहले आज दिल्ली के लाल किले पर फुल-ड्रेस रिहर्सल हुई#IndependenceDay #IndependenceDay2025 #RedFort #15august #IDay2025 pic.twitter.com/hXCyVYZhQX
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) August 13, 2025
Independence Day 2025 Gujarat First-13-08-2025--
આ પણ વાંચોઃ Rajasthan : દૌસામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત, ખાટુશ્યામ તીર્થથી પરત ફરતા કાળ ભરખી ગયો


