Independence Day : ઈન્કલાબ મંદિર- જ્યાં ભગવાન નહિ પરંતુ શહીદો પૂજાય છે
- Independence Day નિમિત્તે જાણો ઈન્કલાબ મંદિર વિશે
- કોમી એખલાસ અને દેશ ભક્તિનું સાક્ષાત પ્રતીક એટલે Inquilab Temple
- ઈન્કલાબ મંદિરમાં દેવતાઓ નહિ પરંતુ શહીદોની પૂજા-અર્ચના કરાય છે
Independence Day : હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક મંદિર એવું છે જ્યાં ભગવાન નહિ પરંતુ શહીદોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિર ગુમથલા રાવ ગામમાં આવેલ છે. ઈન્કલાબ મંદિર (Inquilab Temple) કોમી એખલાસ અને દેશ ભક્તિનો અજબ સંયોગ છે. આ મંદિરમાં લગભગ 250 શહીદોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ તે શહીદો છે જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
મંદિરને 25 વર્ષ પૂર્ણ થયા
હરિયાણામાં આવેલા આ અનોખા મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2000માં આ મંદિરની સ્થાપના ઈન્ક્લાબ શહીદ સ્મારક ચેરિટી ક્લબ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ શહીદ-એ-આઝમ ભગત સિંહ (Bhagat Singh) ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ, ધીમે ધીમે આ મંદિરમાં લગભગ અઢીસો શહીદોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી. જેમાં સુખદેવ (Sukhdev), સુભાષચંદ્ર બોઝ (Subhash Chandra Bose), મંગલ પાંડે (Mangal Pandey), ઝાંસીની રાણી વગેરેનો સમાવેશ થાય છે. અત્યારે આ શહીદ મંદિર (Inquilab Temple) માં કુલ 250 પોર્ટેબલ ફોટા અને પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે જ્યાં સ્થાનિકો દ્વારા શહીદોની પૂજા કરવા આવે છે.
Inquilab Temple Gujarat First-14-08-2025-
આ પણ વાંચોઃ Heavy Rain : ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદે તબાહી સર્જી, યુપી-દિલ્હીમાં સ્થિતિ વણસી
અન્ય રાજ્યોમાંથી લોકો ખાસ મુલાકાતે આવે છે
Inquilab Temple ગામ ગુમથલા રાવ કુરુક્ષેત્ર, કૈથલ અને યમુનાનગરની સરહદ પર આવેલું છે. હરિયાણાના સ્થાનિકો ઈન્કલાબ મંદિરમાં નિયમિત પૂજા-અર્ચના કરે છે. આ મંદિરમાં એકતાની ઝલક જોવા મળે છે. આ ગામમાં દરેક ધર્મ અને જાતિના લોકો રહે છે. આ ગામમાં આ મંદિર એકતાનું પ્રતીક બની રહ્યું છે, કારણ કે હિન્દુ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ બધા ધર્મોના લોકો આ શહીદ મંદિરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આવે છે. આ ઉપરાંત શહીદોના આ અનોખા મંદિરને જોવા માટે હરિયાણાથી જ નહિ પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ હજારો લોકો અહીં આવે છે. દેશભક્ત લોકો શહીદોના આ મંદિરને જોવા માટે આવે છે. દૂર દૂરથી આવતા લોકો માટે અહીં રહેવાની મફત વ્યવસ્થા પણ છે. યમુનાનગરમાં દરેક ધર્મના લોકો ઈન્કલાબ મંદિરની મુલાકાત લે છે.
Inquilab Temple Gujarat First-14-08-2025--
આ પણ વાંચોઃ Trending: કેરળની આંગણવાડીનો Video વાયરલ થયો, ઇન્ટરનેટ પર લોકો અંદરથી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા


