India: 8 વર્ષમાં 800000 પુરુષોએ જીવન ટૂંકાવ્યું,કારણો ચોંકાવનારા!
- NCRBના રિપોર્ટમાં પુરુષો આત્મહત્યા અંગે ચોંકાવનારો ખુલાસો
- 8 વર્ષમાં 8 લાખથી વધુ પુરુષોએ પુરુષોએ જીવન ટૂંકાવ્યું
- 2015 થી 2022 ની વચ્ચે 8.09 લાખ પુરુષોએ આત્મહત્યા કરી
India: અતુલ સુભાષ અને ત્યારબાદ માનવ શર્માની આત્મહત્યાએ (mens suicide rate)સમગ્ર દેશને (India)હચમચાવી નાખ્યો છે. પત્નીથી કંટાળીને માનવ શર્માએ મૃત્યુને ગળે લગાવ્યું હતું. આ ઘટના બાદ લોકોએ દહેજ, છૂટાછેડા અને લગ્નેત્તર સંબંધો જેવા કાયદાઓમાં ફેરફારની માંગણી ઉઠાવી છે. હવે પ્રશ્ન એ છે કે શું પરિણીત પુરુષો ખરેખર પોતાના જીવનથી નાખુશ હોય છે? પુરુષોમાં આત્મહત્યાનો દર ઝડપથી વધી રહ્યો છે? આ કાયદાઓમાં એવું શું છે કે તેમને બદલવાની માંગ થઈ રહી છે?
પુરુષો માટે આત્મહત્યાના આંકડા
NCRBના રિપોર્ટમાં પુરુષો દ્વારા થતી આત્મહત્યા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, 8 વર્ષમાં 8 લાખથી વધુ પુરુષોએ મૃત્યુને ભેટી લીધું છે. 2015 થી 2022 ની વચ્ચે, 8.09 લાખ પુરુષોએ આત્મહત્યા કરી. આમાંના મોટાભાગના પુરુષો પરિણીત હતા અને તેમની આત્મહત્યાનું કારણ વ્યક્તિગત સમસ્યાઓ હતી. આ જ 8 વર્ષમાં, 43,314 મહિલાઓએ આત્મહત્યા કરી, જે પુરુષોની સરખામણીમાં અડધી છે.
Men's suicide rate is increasing day by day
118924 men's suicide in 2021.
34% suicides of men are because of family problems
It's govt sponsored murder because of #GenderBiasedLaws pic.twitter.com/7s3M053w2W
— Chetan (@cskkanu) August 29, 2022
આ પણ વાંચો - Uttarakhand Avalanche : 55 માંથી 47 કામદારો કરાયા રેસ્ક્યૂ, 8 કામદારો હજુ ફસાયેલા
આત્મહત્યાનું કારણ શું છે?
NCRB 2021 ના અહેવાલ મુજબ, દેશભરમાં 1.64 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી, જેમાં 81,000 પરિણીત પુરુષો અને 28,000 પરિણીત મહિલાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ, 33.2 % પુરુષોની આત્મહત્યા પાછળ કૌટુંબિક સમસ્યાઓ કારણભૂત હતી. NCRB રિપોર્ટમાં આ સમસ્યાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું નથી, પરંતુ ઝઘડા, માનસિક ત્રાસ, વિવાદો અને શારીરિક ત્રાસ જેવા કારણો આ માટે જવાબદાર છે.
આ પણ વાંચો - Maharashtra Bird Flu: મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો કહેર, પોલ્ટ્રી ફાર્મમાં 6000 મરઘીઓના મોત!
દહેજ કાયદા પર ઉઠાવાયેલા પ્રશ્નો
IPC ની કલમ 498A ને BNS ની કલમ 85 અને 86 માં રૂપાંતરિત કરવામાં આવી છે જે દહેજ માટે કડક સજાની જોગવાઈ કરે છે. જોકે, સ્ત્રીઓ ઘણીવાર આ કાયદાનો દુરુપયોગ કરે છે. સુપ્રીમ કોર્ટે 10 ડિસેમ્બર, 2024 ના રોજ એક કેસની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે મોટાભાગની મહિલાઓ આ કાયદાનો દુરુપયોગ કરે છે. જ્યારે આ કાયદા હેઠળ, કેસ નોંધાયા પછી, મહિલાઓએ કોઈ પુરાવા આપવાની જરૂર નથી પરંતુ પુરુષોએ પુરાવા આપીને પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે.
આ પણ વાંચો - Delhi ને ગુનામુક્ત બનાવવાની કામગીરી તેજ, દિલ્હીમાંથી ગેંગસ્ટરનો ખાત્મો થશે, હિટલિસ્ટ તૈયાર
લગ્નેત્તર સંબંધો પર કાયદો
તમને જણાવી દઈએ કે IPC ની કલમ 497 માં વ્યભિચાર એટલે કે લગ્નેત્તર સંબંધોને ગુનો જાહેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જો કોઈ પરિણીત પુરુષ કે સ્ત્રીનો કોઈ અન્ય વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધ હોય, તો તેની સામે કડક કાર્યવાહીની જોગવાઈ હતી. પરંતુ 2018 માં, સુપ્રીમ કોર્ટે કલમ 487 નાબૂદ કરી.


