Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદથી મુંબઈની ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેનમાં ભાડુ કેટલુ હશે? જાણો રુટ અને સમયની જાણકારી

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. જાણો કયા સ્ટેશનો પર ઊભી રહેશે, અંદાજિત ભાડું કેટલું હશે અને કયા વર્ષથી શરૂ થશે. સંપૂર્ણ માહિતી.
અમદાવાદથી મુંબઈની ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેનમાં ભાડુ કેટલુ હશે  જાણો રુટ અને સમયની જાણકારી
Advertisement
  • અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન
  • ટૂંક સમયમાં જ દેશની પ્રથમ ટ્રેન બંને સ્ટેશન વચ્ચે દોડશે
  • ટ્રેનની મહત્તમ સ્પીડ 320 કિમી પ્રતિકલાકની
  • અમદાવાદની મુંબઈ વચ્ચે કુલ 12 સ્ટેશને ઉભી રહેશે
  • આશરે 2500થી 3000 રૂપિયા હશે ભાડુ

અમદાવાદ: ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ એટલે કે બુલેટ ટ્રેનની(India's first bullet train) રાહ હવે બહુ લાંબી નહીં હોય. ટૂંક સમયમાં જ દેશને તેની પ્રથમ બુલેટ ટ્રેન મળવાની શક્યતા છે, જે 320 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડશે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેના 508 કિલોમીટરના રૂટ પર દોડાવવામાં આવશે, જે મુસાફરીનો સમય મોટા પ્રમાણમાં ઘટાડશે. જો તમે આ ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તેની ખાસ વાતો અહીં જાણો.

કયા સ્ટેશનો પર ઊભી રહેશે?

  • અમદાવાદ અને મુંબઈ વચ્ચેના આ રૂટ પર કુલ 12 સ્ટેશનો હશે. આ સ્ટેશનો પરથી મુસાફરો ટ્રેનમાં ચડી શકશે અથવા ઉતરી શકશે.
  • ગુજરાતમાં 8 સ્ટેશનો: સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા અને વાપી.
  • મહારાષ્ટ્રમાં 4 સ્ટેશનો: બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ.

ભાડું કેટલું હોઈ શકે?

હાલમાં ટ્રેનનું ભાડું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એક અંદાજ મુજબ તેનું ભાડું ₹2,500 થી ₹3,000 સુધીનું હોઈ શકે છે. શક્ય છે કે સામાન્ય મુસાફરોને ટિકિટમાં થોડી રાહત પણ મળી શકે.

Advertisement

Bullet Train Station

Bullet Train Station

Advertisement

India's first bullet train શરૂઆત ક્યારે થશે?

રેલવે ટ્રેક અને સ્ટેશનોનું કામ હાલમાં પ્રગતિમાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. જોકે સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું અનુમાન છે કે આ બુલેટ ટ્રેન વર્ષ 2026માં શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: BIG NEWS: ગલવાન અથડામણ બાદ PM મોદી પ્રથમવાર જશે ચીન!

બુલેટ ટ્રેનથી શું ફાયદા થશે?

જાપાનની શિન્કાન્સેન, ચીનની CRH અને ફ્રાન્સની TGV જેવી હાઈ-સ્પીડ ટ્રેનોએ વૈશ્વિક સ્તરે મુસાફરીનો અનુભવ બદલી નાખ્યો છે. આ ટ્રેનોથી પર્યટન ક્ષેત્રને પણ મોટો ફાયદો થયો છે. ભારતમાં બુલેટ ટ્રેનના આગમનથી ઘણા ફાયદા થવાની અપેક્ષા છે:

પર્યટનને પ્રોત્સાહન: ઓછા સમયમાં બે શહેરોની સંસ્કૃતિ અને ઇતિહાસને જાણવાની તક મળશે, જેનાથી દેશી અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધશે.

આર્થિક વિકાસ: રોજગારની તકો વધશે અને અર્થતંત્રને વેગ મળશે.

પર્યાવરણની સુરક્ષા: હવાઈ મુસાફરીની સરખામણીમાં બુલેટ ટ્રેન પર્યાવરણ માટે વધુ સારો વિકલ્પ છે.

મુસાફરીમાં સરળતા: હવાઈ મુસાફરીની જેમ ઝડપી હોવા છતાં, તે વધુ આરામદાયક અને સુવિધાજનક વિકલ્પ પૂરો પાડશે.+

આ પણ વાંચો: Junagadh BJP : ભાજપ નેતા ગોપાલ ઈટાલિયા પર આફરીન ! સો. મીડિયા પર કર્યા વખાણ

Tags :
Advertisement

.

×