India Pakistan Ceasefire : ભારતે પોતાની શરતે યુદ્ધવિરામ કર્યુ: MEA
- ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર
- સાંજે પાંચ વાગ્યાથી બંને દેશ વચ્ચે સિઝફાયર
- ભારત સરકારે સિઝફાયરની પુષ્ટિ કરી
India Pakistan Ceasefire :ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ટ્વીટ કરી મહત્વની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, 'યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થી હેઠળ રાતભર ચાલેલી લાંબી વાતચીત પછી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ (India Pakistan Ceasefire) સંમત થયા છે. કોમન સેન્સ અને ગ્રેટ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર
વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર પુષ્ટી કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર પુષ્ટી કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર છે. 5 વાગ્યાથી જમીન, આકાશમાં અને યુદ્ધમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું છે. DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે વાટાઘાટો કરશે. આપને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, 'ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે માની ગયા છે'
-ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર
-સાંજે પાંચ વાગ્યાથી બંને દેશ વચ્ચે સિઝફાયર
-ભારત સરકારે સિઝફાયરની પુષ્ટિ કરી @IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah@narendramodi @DefenceMinIndia @SpokespersonMoD #IndianNavyAction… pic.twitter.com/vUAoWq46UL— Gujarat First (@GujaratFirst) May 10, 2025


