India-Pakistan:પાકિસ્તાન સાથે આતંક અને POK મુદ્દે જ થશે વાતચીત:એસ.જયશંકર
- ઓપરેશન સિંદૂર અંગે વિદેશમંત્રી એસ.જયશંકરની સાફ વાત
- ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનને કરી હતી આગોતરા જાણ
- અમે આતંકી ઠેકાણા નેસ્તનાબુદ કર્યાઃ એસ.જયશંકર
- સમગ્ર વિશ્વનું ભારતને મળ્યું સમર્થનઃ એસ.જયશંકર
- આતંકીઓને ભારતને સોંપી દે પાકિસ્તાનઃ એસ.જય
- પાકિસ્તાન સાથે આતંક અને POK મુદ્દે જ થશે વાતચીત
- પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત જ સંભવઃ એસ.જયશંકર
India-Pakistan Ceasefire: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar)મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ (terrorism)અને PoK પર જ થશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા દખલગીરી સહન કરવામાં આવશે નહીં. બંને દેશો દ્વિપક્ષીય સ્તરે જ આ મામલો ઉકેલશે.
અમારા અભિગમમાં કોઈ ફેરફાર નથી.
દિલ્હીમાં હોન્ડુરાસ દૂતાવાસના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયાકર્મીઓના પ્રશ્નોના જવાબ આપતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વર્ષોથી એક કરાર છે કે અમારા સંબંધો અને વ્યવહાર સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. આમાં બિલકુલ ફેરફાર થયો નથી.
#WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd
— ANI (@ANI) May 15, 2025
આ પણ વાંચો -Operation Sindoor : પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો કંટ્રોલ લે IAEA : રક્ષામંત્રી
પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરે
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. પાકિસ્તાને આતંકવાદી માળખાને બંધ કરવા જ જોઈએ. તેઓ જાણે છે કે શું કરવું. અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ. આ વાટાઘાટો શક્ય છે. કાશ્મીર પર ચર્ચા માટે એકમાત્ર મુદ્દો કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવાનો છે, અમે તે ચર્ચા માટે તૈયાર છીએ.
ઓપરેશન સિંદૂર અંગે વિદેશમંત્રી એસ.જયશંકરની સાફ વાત
ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનને કરી હતી આગોતરા જાણ
પાકિસ્તાની સેનાને ભારતની કાર્યવાહીથી દૂર રહેવા કહ્યું હતું
માત્ર આતંકી ઠેકાણા નિશાને હોવાની આપી હતી જાણકારી
અમે આતંકી ઠેકાણા નેસ્તનાબુદ કર્યાઃ એસ.જયશંકર
સમગ્ર વિશ્વનું ભારતને… pic.twitter.com/QttEwyTrXH— Gujarat First (@GujaratFirst) May 15, 2025
આ પણ વાંચો -શું IAEA પાકિસ્તાનના પરમાણુ ઉર્જા પર 'પાવર બ્રેક' લગાવશે? શ્રીનગરથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી મોટી માંગ
સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે
વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન સાથેની તણાવપૂર્ણ પરિસ્થિતિ દરમિયાન અમને ઘણો આંતરરાષ્ટ્રીય ટેકો મળ્યો. અમારી પાસે યુએન સુરક્ષા પરિષદનો ઠરાવ હતો કે ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ, અને 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત છે અને જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી તે સ્થગિત રહેશે.


