India-Pakistan War : વડાપ્રધાન મોદીની વોર સ્ટ્રેટેજીના પી. ચિદમ્બરમે કર્યા વખાણ
- India-Pakistan War માં વડાપ્રધાન મોદીની ખાસ વોર સ્ટ્રેટેજી
- PM Modi ની ખાસ વોર સ્ટ્રેટેજીની P. Chidambaram એ કર્યા વખાણ
- પીઅ મોદીના 'આ યુદ્ધનો યુગ નથી' નિવેદનની દુનિયાએ કરી હતી પ્રશંસા
India-Pakistan War : 22મી એપ્રિલે પહેલગામમાં થયેલા અમાનવીય અને હિચકારી હુમલા બાદ માત્ર ભારતીયો જ નહિ પરંતુ વિશ્વના કેટલાક દેશો પણ ઈચ્છતા હતા કે ભારત પાકિસ્તાનને પાઠ ભણાવે. જો કે વડાપ્રધાન મોદીએ સત્વરે પાકિસ્તાન પર હુમલો કરી દેવાને બદલે કેટલીક ચોક્કસ રણનીતિ અપનાવીને 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પાર પાડ્યું. જેમાં ભારતને ઘણી સફળતા મળી છે. ભારત સરકારે અપનાવેલ યુદ્ધ રણનીતિ (War Strategy) સમયની પરીક્ષામાં ખરી ઉતરી છે. તેથી જ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે PM Modi ની પ્રશંસા કરી છે.
ચિદમ્બરમે કર્યા વખાણ
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ દરમિયાન PM Modi ની વોર સ્ટ્રેટેજીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કોંગ્રેસના નેતા અને દેશના ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ (P. Chidambaram) એ પણ પીએમ મોદીની યુદ્ધ નીતિની પ્રશંસા કરી છે. પોતાના એક લેખમાં ચિદમ્બરમે લખ્યું છે કે, Pahalgam terrorist attack બાદ ભારત એક મોટા પડકારનો સામનો કરી રહ્યું હતું - કેવી રીતે પ્રતિક્રિયા આપવી? કેટલાક લોકો ઈચ્છતા હતા કે ભારત તાત્કાલિક પાકિસ્તાન પર હુમલો કરે, તેઓ બદલો લેવા માંગતા હતા પરંતુ, બહુ ઓછા લોકોને ખ્યાલ હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થઈ શકે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર યથાવત, ભારતીય વાયુ સેનાનું મોટું નિવેદન
પીડિત રાષ્ટ્રનો યોગ્ય પ્રતિભાવ
P. Chidambaram એ આગળ લખ્યું કે, વડાપ્રધાન મોદીએ વિચારપૂર્વક મર્યાદિત લશ્કરી કાર્યવાહી કરવાનું નક્કી કર્યુ. 7 મે, 2025 ના રોજ, ભારતીય સેનાએ મિસાઈલો અને ડ્રોનથી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 સ્થળો પર હુમલો કર્યો. આ હુમલાઓમાં આતંકવાદી જૂથોના વિવિધ ઠેકાણાનો નાશ થયો હોવાનું માનવામાં આવે છે. આ હુમલા મર્યાદિત હતા અને તેનો હેતુ સિદ્ધ થયો. આ એક પીડિત રાષ્ટ્ર તરફથી યોગ્ય પ્રતિભાવ હતો. ભારતે પાકિસ્તાનના નાગરિકો અને તેમની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું નથી. ભારતે પાકિસ્તાનની સેનાને પણ નિશાન બનાવી ન હતી.
My @IndianExpress Column | The Pahalgam paybackhttps://t.co/1eDn9NVx1Z
— P. Chidambaram (@PChidambaram_IN) May 11, 2025
મોદીના નિવેદનની સમગ્ર વિશ્વએ કરી પ્રશંસા
વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન કહ્યું હતું કે, 'આ યુદ્ધનો યુગ નથી.' આ નિવેદનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ. તેથી જ ભારતે ઈરાદાપૂર્વક મર્યાદિત લશ્કરી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા.
આ પણ વાંચોઃ BSF અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હથિયાર-વિસ્ફોટક જપ્ત


