Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan War Situation : પાકિસ્તાન ફરી શરૂ કરી ઉરીમાં ભારે ગોળીબાર

india pakistan war situation   પાકિસ્તાન ફરી શરૂ કરી ઉરીમાં ભારે ગોળીબાર
Advertisement
  • ભારતના પાડોશી દેશ પાકિસ્તાને ફરી એકવાર ઈતિહાસ દોહરાવ્યો
  • 1971 બાદ ફરી એકવાર એજ ભૂલ કરી બેઠું પાકિસ્તાન
  • અડધી રાત્રે ભારતના અનેક સ્થળોએ કર્યો મિસાઈલ-ડ્રોન હુમલો
  • ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

India-Pakistan War Situation LIVE : ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓએ બંને દેશો વચ્ચે લશ્કરી તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે. ગુરુવારે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર પર ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરતાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે તણાવ નાટકીય રીતે વધી ગયો. ભારતની S-400 સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યા, જ્યારે આ પહેલાં ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા (Missile Attack) કરીને તેમનો નાશ કર્યો હતો. પાકિસ્તાનની સેના અને સરકાર આતંકવાદ વિરુદ્ધ ભારતની આ કાર્યવાહીને સહન ન કરી શકી અને બદલો લેવાનો પ્રયાસ કર્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારત આ આક્રમણોનો યોગ્ય અને કડક જવાબ આપી રહ્યું છે, જેનાથી દક્ષિણ એશિયામાં સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે.

ત્રણેય સેનાના અધ્યક્ષ સાથે PM મોદીની બેઠક

May 9, 2025 6:59 pm

Advertisement

PM મોદીએ લશ્કરી અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં NSA ઉપરાંત આર્મી ચીફ, નેવી ચીફ અને એરફોર્સ ચીફ પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત લગભગ એક કલાક ચાલી.

Advertisement

ઉરીમાં ભારે ગોળીબાર

May 9, 2025 6:55 pm

પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. જણાવી દઇએ કે, ઉરી સેક્ટરમાં ભારે ગોળીબાર થઇ રહ્યો છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે.

અમે બધા ભારતીય સેનાની સાથે છીએ - તેજસ્વી યાદવ

May 9, 2025 6:54 pm

બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને RJD નેતા તેજસ્વી યાદવે ભાગલપુરમાં કહ્યું,, "અમે બધાને ભારતીય સેનામાં વિશ્વાસ છે. એક વાર નહીં પરંતુ ઘણી વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું છે... અમે બધા ભારતીય સેનાની સાથે ઉભા છીએ. શાસક અને વિપક્ષી પક્ષો એક છે. ભારતીય સેના પાકિસ્તાનને પાઠ ભણાવી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે આતંકવાદનો નાશ થાય."

ભારતની નજર IMF બેઠક પર છે - વિદેશ સચિવ

May 9, 2025 6:16 pm

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું, "IMF ની બેઠક ચાલી રહી છે, અમે ત્યાં અમારો અભિપ્રાય રજૂ કરીશું. સિંધુ જળ સંધિ હાલ પૂરતી સ્થગિત રહેશે." ભારત સાથે ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી વચ્ચે, આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાકિસ્તાનને આપવામાં આવી રહેલી લોનની સમીક્ષા કરશે.

પાકિસ્તાની સેનાએ હવાઈ માર્ગે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, ભારતે અનેક ડ્રોન તોડી પાડ્યા : કર્નલ સોફિયા કુરેશી

May 9, 2025 6:09 pm

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, 7 અને 8 મે ની રાત્રે, પાકિસ્તાની સેનાએ ભારતની પશ્ચિમી સરહદ પર ઘણી વખત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાનનો આ પ્રયાસ ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો. આ સાથે, પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારે કેલિબર હથિયારોનો પણ ગોળીબાર કર્યો. કર્નલ કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાને લગભગ 300 થી 400 ડ્રોન દ્વારા 36 સ્થળોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સશસ્ત્ર દળોએ આમાંથી ઘણા ડ્રોનને તોડી પાડ્યા હતા.

પાકિસ્તાને 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો : કર્નલ સોફિયા કુરેશી

May 9, 2025 6:04 pm

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાને ભારતમાં 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ હુમલામાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ તરત જ આ હુમલાનો જવાબ આપ્યો અને ડ્રોનથી વળતો હુમલો કર્યો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામી હતી. સોફિયા કુરેશીએ કહ્યું કે, આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે અને આ તેના લશ્કરી કાર્યવાહી માટે મોટો આંચકો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી પરંતુ તેનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો છે. જ્યારે આ હુમલો થયો ત્યારે કરાચી અને લાહોર જેવા મોટા શહેરોમાં પેસેન્જર વિમાનો ઉડાન ભરી રહ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભારતીય સુરક્ષા દળોએ સમગ્ર કાર્યવાહી દરમિયાન સંયમ રાખ્યો અને નાગરિકોને નુકસાન ન થાય તે માટે મર્યાદિત વળતા હુમલા કર્યા. આ રક્ષણાત્મક અને સંવેદનશીલ વલણની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ રહી છે.

આતંકવાદ પાકિસ્તાન માટે રાષ્ટ્રીય સંપત્તિ : BJP નેતા મુખ્તાર અબ્બાસ નકવી

May 9, 2025 6:01 pm

ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી (EX CABINET MINISTER OF INDIA - MUKHTAR ABBAS NAQVI) અને ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને જોરદાર ઘેર્યું (SLAM PAKISTAN)છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ પાકિસ્તાનની 'રાષ્ટ્રીય સંપત્તિ' છે. આતંકવાદના વિરૂદ્ધમાં વૈશ્વિક એકતાની જરૂરિયાત પર ભાર મૂકતા નકવીએ કહ્યું કે, આતંકવાદીઓ પાકિસ્તાનની રાષ્ટ્રીય સંપત્તિ છે, અને આતંકવાદીઓની ફેક્ટરી તેનો રાષ્ટ્રીય ઉદ્યોગ છે. આવી સ્થિતિમાં વૈશ્વિક શાંતિ અને માનવતા માટે આતંકવાદીઓ અને તેમને ઉછેરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી જરૂરી છે.

India-Pakistan War : હર્ષભાઈ સંઘવીએ 15મી મે સુધી ફટાકડા અને ડ્રોન સંબંધી આદેશો કર્યા જાહેર

May 9, 2025 5:55 pm

India-Pakistan War ની સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ કેટલાક ખાસ આદેશો અને સૂચનાઓ રજૂ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 15મી મે સુધી કોઈપણ પ્રકારના પ્રસંગે ફટાકડા (Firecracker) ફોડવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આ ઉપરાંત ડ્રોન (Drone) પણ ઉડાડી નહીં શકાય. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ પોતાના X હેન્ડલ પર આ આદેશો અને સૂચનાઓ આપી છે.

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની કોઈ અછત નથી

May 9, 2025 5:32 pm

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પેટ્રોલ પંપ પર લાંબી કતારોના ચિત્રો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ઇંધણની અછત અંગે ચિંતા વધી રહી છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, સરકારી તેલ કંપનીઓએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG નો પૂરતો જથ્થો છે અને ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ અલગ-અલગ નિવેદનો જારી કરીને જણાવ્યું છે કે દેશભરમાં પુરવઠો સરળતાથી ચાલુ છે અને ઇંધણનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

મોહાલીમાં આજે રાત્રે 8 વાગ્યે બ્લેકઆઉટ, સાઇનબોર્ડ પણ બંધ કરવાના નિર્દેશ

May 9, 2025 5:03 pm

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, મોહાલી પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. આજે રાત્રે 8 વાગ્યાથી શહેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવ્યો છે. વહીવટીતંત્રે એક આદેશ જારી કરીને કહ્યું કે બધી દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓ રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ કરી દેવી જોઈએ. આ ઉપરાંત રસ્તાઓ અને ઇમારતો પર લગાવવામાં આવેલા તમામ ચમકતા સાઇનબોર્ડ બંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

પાકિસ્તાને એકસાથે 500થી વધુ ડ્રોન મોકલ્યા, ભારતે તમામ પ્રયાસો કર્યા નિષ્ફળ

May 9, 2025 4:46 pm

પાકિસ્તાન પોતાની ગતિવિધિઓ બંધ કરી રહ્યું નથી. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 મેના રોજ રાત્રે 8 વાગ્યાથી 11:30 વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના 24 શહેરો પર એક સાથે 500 ડ્રોનથી હુમલો કર્યો, પરંતુ ભારતે પાકિસ્તાનના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

ચંદીગઢ હાઇ એલર્ટ પર

May 9, 2025 4:17 pm

ચંદીગઢમાં હાઈ એલર્ટ છે. આજે સાંજે 7 વાગ્યે દવાની દુકાનો સિવાય બધું બંધ રહેશે. આ અંગે સૂચનાઓ જારી કરવામાં આવી છે.

કર્ણાટક સરકારના મુસ્લિમ મંત્રીએ કહ્યું - હું પાકિસ્તાન જઈશ અને...

May 9, 2025 4:07 pm

કર્ણાટકના મંત્રી બી.ઝેડ. ઝમીર અહેમદ ખાને કહ્યું, "હું દેશ માટે પોતાનું બલિદાન આપવા તૈયાર છું. જો કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન મને પરવાનગી આપે તો હું આત્મઘાતી બોમ્બર તરીકે પાકિસ્તાન જઈશ. અમારો (ભારતીય મુસ્લિમોનો) પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી, અમે તેને નફરત કરીએ છીએ."

પાકિસ્તાનના રક્ષામંત્રીએ ડ્રોન હુમલા અંગે જુઠ્ઠાણું ફેલાવ્યું

May 9, 2025 4:04 pm

પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, ભારતે તેમના સ્થાનને શોધવા માટે ડ્રોન હુમલા કર્યા હતા. આ કારણે પાકિસ્તાને ડ્રોનને અટકાવ્યા ન હોતા. જોકે, ખ્વાજાએ વધુમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાને ડ્રોન સુરક્ષિત મર્યાદામાં આવ્યા પછી તોડી પાડ્યા હતા.

વિદેશ મંત્રાલય સાંજે 5.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે

May 9, 2025 3:57 pm

આજે સાંજે 5.30 વાગ્યે વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં, વિદેશ સચિવની સાથે, ભારતીય સેના તરફથી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર રહેશે અને સેનાની કાર્યવાહી વિશે માહિતી આપશે.

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા પરિસ્થિતિનો તાગ મેળવવા ઉરી પહોંચ્યા

May 9, 2025 3:29 pm

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઉરી પહોંચ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આપણી સેનાનું મનોબળ ઊંચું છે. જમ્મુ પોલીસ પણ સુરક્ષા માટે સંપૂર્ણપણે સતર્ક છે. હું સરહદ પરના એક ગામમાં ગયો. પીડિત પરિવારને મળવા માટે, હું મૃતકોના પરિવારજનો અને ઘાયલોને મળ્યો છું. ગામમાં નવા બંકર બનાવવાની જરૂર છે.

વિદેશ મંત્રાલય ઓપરેશન સિંદૂર અંગે નવી માહિતી આપશે

May 9, 2025 3:29 pm

ભારત પર હુમલો કરવાના પાકિસ્તાનના નિષ્ફળ પ્રયાસો પછી, વિદેશ મંત્રાલય હવે ઓપરેશન સિંદૂર અને શુક્રવારે (9 મે, 2025) ના રોજ પાકિસ્તાન પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા વળતા હુમલા અંગે નવી માહિતી આપી શકે છે. આજે સાંજે 5:30 વાગ્યે વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ યોજાશે.

દેશભરના એરપોર્ટ પર એલર્ટ જારી

May 9, 2025 3:28 pm

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ વચ્ચે, દેશના એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દેશભરના એરપોર્ટ પર સુરક્ષા વધારવા માટે લેવામાં આવેલા પગલાંની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

IPL એક અઠવાડિયા માટે સ્થગિત

May 9, 2025 3:27 pm

BCCI એ નિર્ણય લીધો છે કે IPL હાલ એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. સંજોગોનું મૂલ્યાંકન કર્યા પછી, એક નવું સમયપત્રક બનાવવામાં આવશે અને જાહેર કરવામાં આવશે.

આતંકવાદની કમર તોડવા માટે પંજાબ કેબિનેટે મોટો નિર્ણય લીધો

May 9, 2025 3:22 pm

આતંકવાદની કમર તોડવા માટે પંજાબ કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન સરહદ પર 9 એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. પહેલીવાર, પંજાબ સરકાર ડ્રોન દ્વારા ડ્રગ્સની દાણચોરી રોકવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરશે.

શાકભાજી અને કઠોળના પુરવઠા અંગે સરકારે શું કહ્યું?

May 9, 2025 3:19 pm

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં શાકભાજી અને આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી. કઠોળ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. સરકાર તમામ શહેરોમાં શાકભાજી અને કઠોળનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરશે.

કોઈએ ગભરાવાની જરૂર નથી : ભગવંત માન

May 9, 2025 3:06 pm

પંજાબના CM ભગવંત માને કહ્યું, 'પંજાબમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસ સિલિન્ડરની કોઈ અછત રહેશે નહીં.' જો કોઈ વ્યક્તિ કાળાબજાર કરી રહ્યું હોય અથવા કોઈ વસ્તુ વધારે કિંમતે વેચી રહ્યું હોય તો પોલીસમાં ફરિયાદ કરો. કોઈએ ગભરાવાની જરૂર નથી.

જયશંકરે બ્રિટિશ વિદેશ મંત્રી સાથે વાત કરી

May 9, 2025 2:47 pm

શુક્રવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ફોન પર વાત કરી. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહી કરવા અને તેની સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવા પર ભાર મૂક્યો. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ.

ભારત અને પાકિસ્તાને શાંતિપૂર્ણ રીતે સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ : મહેબૂબા મુફ્તી

May 9, 2025 2:35 pm

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વર્તમાન પરિસ્થિતિ અંગે કહ્યું કે દેશે ભારત-પાકિસ્તાન સરહદ પરના એક ગામના મકબૂલ ખાનનો અવાજ સાંભળવો જોઈએ. પાકિસ્તાની સેનાએ આ ગામમાં રહેતા સામાન્ય કાશ્મીરી મુસ્લિમોના ઘરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. આખા દેશે મકબૂલ ખાનની વાત સાંભળવી જોઈએ. મકબૂલ ખાન કહે છે કે કાશ્મીરી મુસ્લિમ હોવાનો ડોળ કરતી પાકિસ્તાની સેના સામાન્ય કાશ્મીરી મુસ્લિમોના ઘરોને નિશાન બનાવી રહી છે. તેમણે કહ્યું કે બંને દેશોએ શાંતિપૂર્ણ રીતે સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ.

સાંજે વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ થઈ શકે છે.

May 9, 2025 2:30 pm

આજે સાંજે 05:30 વાગ્યે જવાહરલાલ નહેરુ ભવનમાં વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ યોજાઈ શકે છે. આ પ્રેસ બ્રીફમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના સંદર્ભમાં નિવેદન આપી શકાય છે.

શિવરાજ સિંહ ચૌહાણે પાકિસ્તાનને ચેતવણી આપી

May 9, 2025 2:28 pm

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર કહ્યું કે અમે આતંકવાદીઓને છોડીશું નહીં. તેમણે કહ્યું, "અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, પરંતુ અમે નાગરિકોને નિશાન બનાવ્યા નહીં. સેના પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો યોગ્ય જવાબ આપી રહી છે..." કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે કૃષિ વિભાગ તરીકે, ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે. અમારા કૃષિ ભંડારો ભરેલા છે. ઘઉં, ચોખા કે અન્ય અનાજ, આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. સરહદ પર સૈનિકો તૈનાત છે અને ખેડૂતો ખેતરોમાં છે અને વૈજ્ઞાનિકો તેમની સાથે છે. ખેડૂતો સાથે ખેતરોમાં કામ કરવાની અને ઉત્પાદન વધારવાની જવાબદારી અમારી છે.

ખ્વાજા આસિફે આપ્યું મોટું નિવેદન

May 9, 2025 2:22 pm

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે તેમના દેશે ભારતમાં લશ્કરી સ્થળો પર હુમલો કર્યો છે.

નમાઝ દરમિયાન ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી

May 9, 2025 2:19 pm

ભોપાલની ઐતિહાસિક તાજુલ મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન ભારત અને ભારતીય સેનાની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નમાઝ બાદ સેંકડો નમાઝીઓએ ત્રિરંગો લહેરાવ્યો અને "હિન્દુસ્તાન ઝિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ" ના નારા લગાવ્યા. નમાઝીઓએ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરીને POK પાછું મેળવવાની પણ અપીલ કરી.

પાકિસ્તાને એક નાગરિકના ઘર પર ગોળીબાર કર્યો

May 9, 2025 2:15 pm

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક ઘરના CCTV ફૂટેજમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારના પુરાવા જોવા મળ્યા છે. (CCTV ફૂટેજ 7 મેના છે)

સમગ્ર રાષ્ટ્રની પ્રાર્થના આપણા સૈનિકો સાથે છે : સૌરભ ભારદ્વાજ

May 9, 2025 2:14 pm

AAP દિલ્હીના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યું, "અમે ભારતીય વાયુસેનાને શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ આ રીતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા તમામ હુમલાઓને નિષ્ક્રિય કરવાનું ચાલુ રાખે." સમગ્ર રાષ્ટ્રની પ્રાર્થના આપણા સૈનિકો સાથે છે. આજે આખો દેશ આપણી સેના અને વાયુસેનાની સાથે ઉભો છે.

અમિત શાહે સુરક્ષાની સમીક્ષા કરી

May 9, 2025 2:12 pm

ગૃહમંત્રી અમિત શાહે ભારત-પાકિસ્તાન સરહદ અને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા ઉચ્ચ અધિકારીઓ સાથે કરી.

રાત્રે 9 વાગ્યે આરોગ્ય મંત્રી નડ્ડાની મહત્વપૂર્ણ બેઠક

May 9, 2025 2:10 pm

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા આજે રાત્રે 9 વાગ્યે સરહદી રાજ્યોના આરોગ્ય સચિવો સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના અધિકારીઓ તેમાં ભાગ લેશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે, જેમાં સરહદી રાજ્યોની આરોગ્ય તૈયારીઓ અને સંસાધનોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને મળ્યો વિશેષ અધિકાર

May 9, 2025 1:46 pm

PM મોદીએ કરી CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાત

May 9, 2025 1:45 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત કરીને ભારત-પાકિસ્તાન સરહદ પરની પ્રવર્તમાન લશ્કરી સ્થિતિ અંગે રાજ્યની સજ્જતા અને આગોતરા આયોજનની વિગતો મેળવી. આ ચર્ચામાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગર જેવા સરહદી જિલ્લાઓની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જ્યાં સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ સાવચેતીની જરૂર છે. વડાપ્રધાને નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની પણ માહિતી મેળવી, જેથી યુદ્ધ જેવી સ્થિતિમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોનું રક્ષણ સુનિશ્ચિત થઈ શકે. આ વાતચીત દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા અને સરહદી રાજ્યો સાથે સંકલન જાળવવાના ભાગરૂપે મહત્વનું ગણાવવામાં આવે છે.

હું સેનાના જવાનોને અભિનંદન આપું છું : સપા સાંસદ અવધેશ પ્રસાદ

May 9, 2025 1:29 pm

સપા સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું, 'હું સેનાના સૈનિકોને અભિનંદન આપું છું.' અમારી પાર્ટી અને અમારા નેતા અખિલેશ યાદવજીએ સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું અને કહ્યું કે આ સમયે સરકાર જે પણ પગલાં લે છે તેમાં અમે તેની સાથે છીએ. અમારી સેના 48 કલાકની અંદર પાકિસ્તાનમાં રહેલા તે ઠેકાણાઓનો નાશ કરશે જ્યાં આતંકવાદીઓ આશ્રય લે છે. અમને અમારી સેના પર ગર્વ છે.

India- Pakistan War ।Jammu and Kashmir ના DG પહોંચ્યા ઉરી

May 9, 2025 1:03 pm

પાકિસ્તાનને એક ડોઝ આપવાનો સમય આવી ગયો છે : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા

May 9, 2025 12:36 pm

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું, 'ભારત બદલાની કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાન હજુ પણ સુધારી શકે છે. પાકિસ્તાનને ડોઝ આપવાનો સમય આવી ગયો છે. આજે, મોદી સરકાર અને ભારતીય સેના પાકિસ્તાનને આતંકવાદના વ્યસનમાંથી મુક્ત કરાવવા માટે ડોઝ આપી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહે બોલાવી મહત્વપૂર્ણ બેઠક

May 9, 2025 12:35 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 12:30 વાગ્યે BSF DG, CISF DG અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને સરહદની સ્થિતિ અને એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી.

આ સમયે સમગ્ર ભારતને તેની સેના પર ગર્વ છે : કેશવ પ્રસાદ મૌર્ય

May 9, 2025 12:34 pm

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, 'આ સમયે સમગ્ર ભારતને તેની સેના પર ગર્વ છે.' ભારતને આતંકવાદ મુક્ત બનાવવા માટે, આતંકવાદી ફેક્ટરીનો નાશ કરવો જરૂરી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીનો સેના યોગ્ય જવાબ આપી રહી છે. આખો દેશ સરકાર અને સેના સાથે એક થઈને ઉભો છે.

IPL 2025 ની તમામ મેચ સ્થગિત

May 9, 2025 12:28 pm

IPL 2025 ની તમામ મેચોને તાત્કાલિક અસરથી સ્થગિત કરીને સમગ્ર ટૂર્નામેન્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની હાલની સંવેદનશીલ પરિસ્થિતિ અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરકાર સાથે વિગતવાર ચર્ચા કર્યા બાદ આજ રોજ આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી છે, જેમા ખેલાડીઓ અને દર્શકોની સુરક્ષા પ્રથમ હોવાનું BCCI એ જણાવ્યું છે.

દેશ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા સામે FIR દાખલ

May 9, 2025 12:22 pm

દેશવિરોધી અને સમાજમાં ભ્રમ ફેલાવતા કોન્ટેન્ટ સોશિયલ મીડિયા પર શેર કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં વાંધાજનક પ્રવૃત્તિ કરતા 4 લોકો સામે પહેલેથી જ FIR દાખલ કરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ વ્યક્તિ જો વાંધાજનક, ઉશ્કેરણાપૂર્ણ કે રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ હોય તેવા કોન્ટેન્ટ સોશિયલ મીડિયામાં શેર કરશે, તો તેના સામે કાનૂની પગલાં લેવાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઇ એલર્ટ

May 9, 2025 12:19 pm

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી લશ્કરી તણાવની સ્થિતિને પગલે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સરહદી વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને વાવ અને સુઇગામ તાલુકાઓના કુલ 24 ગામડાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. તંત્રએ સ્થાનિક વસવાટ કરતી વસ્તીને સતર્ક રહેવાની સૂચના આપી છે અને અન્ય કોઇ અનિચ્છનીય પ્રવૃત્તિ અંગે તરત જાણ કરવા જણાવ્યું છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટ સીમા દર્શનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયું છે, જ્યાં 'ગુજરાત ફર્સ્ટ'ની ટીમ પણ પહોંચી હતી અને હાલની પરિસ્થિતિનો અહેવાલ મેળવ્યો હતો.

દિલ્હીની ઐતિહાસિક ઇમારતોની સુરક્ષામાં વધારો

May 9, 2025 12:17 pm

દિલ્હીમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ઇમારતોની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને લાલ કિલ્લા જેવા મહત્વના સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત વધુ કડક બનાવવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સુરક્ષામાં વધારો કરીને CCTV કેમેરાઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ પહેલાંથી જ ઓળખી શકાય. તંત્રએ સંવેદનશીલ વિસ્તારોમાં વધારે પોલીસ તૈનાત કરી સામૂહિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં છે.

India- Pakistan War । રાજસ્થાનના જેસલમેરમાંથી મળ્યો જીવતો બોમ્બ

May 9, 2025 12:14 pm

CA ફાઈનલ, ઈન્ટરમીડિયેટ, PQCની પરીક્ષા મોકૂફ

May 9, 2025 12:11 pm

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) એ વર્તમાન ભારત-પાકિસ્તાન લશ્કરી તણાવની પરિસ્થિતિને ધ્યાને રાખીને CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને PQC પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. ICAIના સત્તાવાર નિવેદન મુજબ, 14 મે સુધી બાકીના તમામ પેપર્સ મોકૂફ રાખવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓની સલામતી અને પરીક્ષાની પ્રક્રિયાની સરળતા સુનિશ્ચિત થઈ શકે. આ નિર્ણય દેશમાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેના કારણે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની હાજરી અને પરીક્ષાનું સંચાલન જોખમી બની શકે છે. ICAIએ વિદ્યાર્થીઓને આગામી સૂચનાઓની રાહ જોવા અને સત્તાવાર વેબસાઇટ પર અપડેટ્સ તપાસવા જણાવ્યું છે.

India-Pakistan War : ગર્વ છે ભારતીય સેના પર

May 9, 2025 11:50 am

પાકિસ્તાને યુદ્ધની સ્થિતિ વચ્ચે માગી ભીખ

May 9, 2025 11:46 am

ભારત સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને શેરબજારના ધડાકાઓથી ઘેરાયેલા પાકિસ્તાને આર્થિક બાબતોના મંત્રાલય દ્વારા એક સત્તાવાર X પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસે વધુ લોનની અપીલ કરી છે. દેવાળિયાની નજીક પહોંચેલા પાકિસ્તાને યુદ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વના દેશોને આર્થિક મદદ માટે કરગરવું પડ્યું છે, કારણ કે દેશની આર્થિક સ્થિતિ ઝડપથી બગડી રહી છે. પાકિસ્તાનના આર્થિક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે ભારતની સેના દ્વારા થયેલા ભારે નુકસાન અને શેરબજારના કડાકા વચ્ચે દેશને ટકાવી રાખવા માટે તાત્કાલિક નાણાકીય સહાયની જરૂર છે. આ અપીલ એ દર્શાવે છે કે પાકિસ્તાન યુદ્ધ અને આર્થિક સંકટના બેવડા મોરચે ઝઝૂમી રહ્યું છે, જેના કારણે તેની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે.

સાંબામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા

May 9, 2025 11:41 am

જમ્મુ અને કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે BSF એ 7 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે.

પાકિસ્તાનના નિષ્ફળ મિસાઇલ હુમલા અંગે વાયુસેનાનું નિવેદન

May 9, 2025 11:09 am

પાકિસ્તાનના નિષ્ફળ મિસાઇલ હુમલાઓ પર વાયુસેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં વાયુસેનાએ કહ્યું છે કે, પાકિસ્તાની હુમલાઓને એન્ટી-ડ્રોન સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. વધુમાં, સપાટીથી હવામાં પ્રહાર કરતી પચોરા અને સમર મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના મિસાઇલો અને ડ્રોનને પણ એન્ટી એરક્રાફ્ટ ગનનો ઉપયોગ કરીને હવામાં જ નષ્ટ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનનો મોટો મિસાઇલ હુમલો નિષ્ફળ ગયો

May 9, 2025 11:08 am

જેસલમેરમાં પાકિસ્તાનના નિષ્ફળ હુમલાને લગતા વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનની મિસાઇલ જ્યાં પડી તે જગ્યા આર્મી સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર છે. અહીંથી જેસલમેર એરફોર્સ સ્ટેશનનું અંતર ફક્ત 2 કિલોમીટર છે, જ્યારે BSF સ્ટેશન અહીંથી 4 કિલોમીટર દૂર છે.

આપણા સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે : યોગી આદિત્યનાથ

May 9, 2025 11:07 am

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, '22 એપ્રિલે પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલગામ પર હુમલો કર્યો હતો. PM મોદી દૃઢ નિશ્ચયી હતા અને આપણા સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. આપણે આપણા સશસ્ત્ર દળો સાથે ઊભા રહેવું પડશે અને તેમનું મનોબળ વધારવું પડશે. આજે તમે પાકિસ્તાનને દુનિયા સામે રડતું જોઈ શકો છો. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવશે. આપણે PM મોદીના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું ચાલુ રાખવું પડશે. ભારત દરેક પરિસ્થિતિમાં વિજયી છે અને ભવિષ્યમાં પણ વિજયી રહેશે.

આપણી સેના ખૂબ જ તાકાત સાથે યુદ્ધમાં કૂદી પડી છે : કોંગ્રેસ ધારાસભ્ય

May 9, 2025 11:05 am

કોંગ્રેસના ધારાસભ્ય અને રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ જયપુરમાં કહ્યું, 'પાકિસ્તાને જેસલમેરમાં પોતાના નાપાક ઇરાદાઓ જાહેર કર્યા છે.' તેઓએ ડ્રોનથી અમારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આપણા મિસાઇલો વિરોધી વિમાનોએ તેમના ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા. આપણી સેના ખૂબ જ તાકાત સાથે યુદ્ધમાં કૂદી પડી છે. આખો દેશ તેમની સાથે છે. આતંકવાદીઓ અને તેમને આશ્રય આપનારાઓ સાથે આ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર સંજય રાઉતનું નિવેદન

May 9, 2025 11:02 am

શિવસેનાના નેતા સંજય રાઉતે મુંબઈમાં સર્વપક્ષીય બેઠકમાં કહ્યું, 'યુદ્ધના સમયે, આપણે સરકાર અને ભારતીય સશસ્ત્ર દળોને ટેકો આપવો જોઈએ કારણ કે યુદ્ધના મેદાનમાં, સરકાર નહીં પણ આપણી ભારતીય સશસ્ત્ર દળો છે.' આખા દેશે તેમને ટેકો આપવો જોઈએ, તે આપણી જવાબદારી અને રાષ્ટ્રીય ફરજ છે.

ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં મળી આવ્યો હતો : કોંગ્રેસના નેતા

May 9, 2025 10:59 am

કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું, 'પાકિસ્તાન દ્વારા નિર્દોષ લોકોની હત્યા કરવી એ કાયરતાપૂર્ણ કૃત્ય છે.' મને નથી લાગતું કે તેમની (પાકિસ્તાન સેના) સેનાને કોઈ સમજ છે. તેઓ પહેલા હુમલો કરે છે અને પછી અમે જવાબ આપીએ છીએ. જ્યારે આપણે બદલો લઈએ છીએ, ત્યારે તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આતંકવાદી ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં મળી આવ્યો હતો.

જેસલમેરના સુલી ડુંગર વિસ્તારમાં ડ્રોનનો કાટમાળ મળ્યો

May 9, 2025 10:30 am

રાજસ્થાનના જેસલમેરના સુલી ડુંગર વિસ્તારમાં ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. આ કાટમાળ એરફોર્સ સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂર પડેલો મળી આવ્યો હતો. મોટાભાગના ડ્રોનને શહેરના મધ્યમાં હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો પટના પ્રવાસ રદ

May 9, 2025 10:20 am

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે X પરની એક પોસ્ટમાં લખ્યું, 'આજે મારે પટનામાં બિહાર પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત રાણા-ભામા સંમેલનને સંબોધિત કરવાનું હતું પરંતુ અનિવાર્ય કારણોસર, હું તે કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો નથી. હું ફરી એકવાર રાણા પ્રતાપજી અને ભામાશાહની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

ઉરીમાં પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે

May 9, 2025 10:19 am

ઉરીમાં પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાની સેનાએ નાગરિકોને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની ગોળીબારમાં ઘણા ઘરોને નુકસાન થયું છે, દુકાનોને પણ સંપૂર્ણપણે નુકસાન થયું છે.

જમ્મુ એરપોર્ટ બંધ હોવાથી રેલવે ખાસ ટ્રેનો ચલાવશે

May 9, 2025 10:19 am

જમ્મુ એરપોર્ટ બંધ હોવાથી રેલવે ખાસ ટ્રેનો ચલાવશે. ટ્રેન નંબર 04612 (12 બિનઅનામત, 12 આરક્ષિત કોચ) જમ્મુથી સવારે 10:45 વાગ્યે ઉપડશે. ઉધમપુરથી 12:45 વાગ્યે 20 કોચની વંદે ભારત સ્પેશિયલ અને જમ્મુથી 19:00 વાગ્યે 22 LHB સંપૂર્ણપણે રિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન છે.

જેસલમેર એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો

May 9, 2025 10:17 am

ભારતે જેસલમેર એરબેઝ પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. રાજસ્થાનના રામગઢમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. સેના અને BSF કેમ્પ પણ પાકિસ્તાનના નિશાના પર હતા.

ચંદીગઢમાં ફરી વાગ્યું સાયરન

May 9, 2025 9:33 am

પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં ફરી એકવાર સાયરન વાગ્યું છે. શહેરમાં છેલ્લા 5 મિનિટથી સતત સાયરન વાગી રહ્યા છે.

ઉમર અબ્દુલ્લાનો કાફલો ઉધમપુર થઈને જમ્મુ જવા રવાના થયો

May 9, 2025 9:33 am

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનો કાફલો ઉધમપુર થઈને જમ્મુ જવા રવાના થયો. ગઈકાલે રાત્રે જમ્મુ શહેર અને ડિવિઝનના અન્ય ભાગો પર પાકિસ્તાની ડ્રોન દ્વારા કરવામાં આવેલા નિષ્ફળ હુમલાઓ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી જમ્મુ જઈ રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લેશે મુલાકાત

May 9, 2025 9:14 am

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 10.30 કલાકે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોચીને પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરશે. આ બેઠકના માત્ર શરૂઆતના વિઝ્યુઅલ માટે આપને ઉપસ્થિત રહેવા અનુકૂળતા કરવા વિનંતી છે.

PSL મેચો UAE ખસેડવામાં આવી

May 9, 2025 9:05 am

પાકિસ્તાન સુપર લીગ (PSL) ની બાકીની મેચો UAE માં ખસેડવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે

May 9, 2025 9:02 am

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સાવચેતીના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરની બધી શાળાઓ આજે અને કાલે બંધ રહેશે. જમ્મુ અને કાશ્મીરના શિક્ષણ મંત્રી સકીના ઇટુએ ગઈકાલે જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે, જમ્મુ અને કાશ્મીરમાં બધી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 9 અને 10 મેના રોજ બંધ રહેશે.

લોકોની સામે આવી પ્રતિક્રિયા

May 9, 2025 8:48 am

રાજસ્થાનના એક અન્ય સ્થાનિકે કહ્યું, 'જ્યારે રાત્રે 9 વાગ્યે બ્લેકઆઉટ થયું, ત્યારે અમે વિસ્ફોટોના અવાજ સાંભળ્યા.' પહેલા અમને લાગ્યું કે કોઈ ફટાકડા ફૂટી રહ્યા છે, પણ ઘરની ટેરેસ પર પહોંચતાની સાથે જ અમને અસલ બોમ્બ દેખાયા. પાકિસ્તાન દ્વારા ફેંકવામાં આવેલા બધા બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે તે સાંભળીને અમને ખૂબ આનંદ થયો. અમારા મનમાં કોઈ ડર નથી. હું બધાને કહેવા માંગુ છું કે એકતામાં રહો અને સરકારની બધી સૂચનાઓનું પાલન કરો.

જાણો લોકોએ શું કહ્યું?

May 9, 2025 8:46 am

રાજસ્થાનના એક સ્થાનિકે કહ્યું, 'બધી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કરવામાં આવ્યો છે, હવે શાંતિપૂર્ણ વાતાવરણ છે.' અમે ભારતીય વાયુસેના અને સેના સાથે છીએ. રાત્રે વિસ્ફોટોનો ખૂબ જ જોરદાર અવાજ આવ્યો પણ જમીન પર એક પણ વિસ્ફોટ થયો નહીં. ગઈકાલે રાત્રે જેસલમેરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાની ડ્રોનને તટસ્થ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન માટે S-400 ડિફેન્સ સિસ્ટમ મુશ્કેલી બની ગઈ છે

May 9, 2025 8:44 am

ભારતે પાકિસ્તાનના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાને ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા, પરંતુ આપણી સંરક્ષણ પ્રણાલી S-400 દ્વારા ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં આવ્યા. ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાની જેટને તોડી પાડ્યા. ગુરુવારે રાત્રે પાકિસ્તાને 100 થી વધુ મિસાઇલ હુમલા કર્યા. પાકિસ્તાને 15 થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો પરંતુ તેની એક પણ મિસાઇલ અસરકારક રહી નહીં.

પાકિસ્તાન ભારતીય ગામડાઓને નિશાન બનાવીને ગોળીબાર કરી રહ્યું છે

May 9, 2025 8:26 am

પાકિસ્તાનની હિંમતનો દરેક મોરચે જવાબ આપવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદથી લઈને LoC સુધી, ભારતીય સેના દરેક જગ્યાએ પાકિસ્તાનને હરાવી રહી છે. ડ્રોન હુમલામાં નિષ્ફળતા બાદ, પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ અને ગામડાઓ પર ગોળીબાર કરી રહ્યું છે. જમ્મુના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાનની હિંમતનો યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાની ગોળીબાર બાદ, સરહદી વિસ્તારોમાં મોટાભાગના નાગરિકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે

May 9, 2025 8:25 am

પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબારને કારણે સરહદ નજીક રહેતા લોકોને નુકસાન થયું છે. ઘણા ઘરો અને દુકાનોને નુકસાન થયું છે.

રાજસ્થાનના 5 જિલ્લામાં શાળાઓ બંધ રહેશે

May 9, 2025 8:25 am

પાકિસ્તાન તરફથી થયેલા હવાઈ હુમલાને ધ્યાનમાં રાખીને, રાજસ્થાનના 5 જિલ્લાઓ, જેસલમેર, બાડમેર, બિકાનેર, જોધપુર અને શ્રી ગંગાનગરમાં તમામ શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ DGP નો દાવો, બલુચિસ્તાન થઈ જશે પાકિસ્તાનથી અલગ

May 9, 2025 8:04 am

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ DGP એસપી વૈદ્યએ બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાનો દાવો કર્યો હતો.

POK માં પાકિસ્તાની સેનાના દરેક લશ્કરી લક્ષ્યનો નાશ કરવામાં આવ્યો

May 9, 2025 8:03 am

POK માં પાકિસ્તાની સેનાના દરેક લશ્કરી લક્ષ્યનો નાશ કરવામાં આવ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના બંકરો તોડી પાડ્યા.

આ હુમલામાં ભારતે પાકિસ્તાનના 28 બંકરોનો નાશ કર્યો

May 9, 2025 7:59 am

ભારતે જવાબી હુમલામાં પાકિસ્તાનના 28 બંકરોનો નાશ કર્યો છે. આ બંકરોમાંથી પાકિસ્તાન તરફથી મિસાઈલ છોડવામાં આવી રહ્યા હતા. ભારતે પાકિસ્તાનના લશ્કરી લક્ષ્યને ઉડાવી દીધું.

પાકિસ્તાનના હુમલાનો નકલી વીડિયો

May 9, 2025 7:58 am

ગુજરાત બંદર પર પાકિસ્તાનના હુમલાનો નકલી વીડિયો ફેલાવવામાં આવી રહ્યો છે, PIB એ તેનું ખંડન કર્યું છે.

સવારે 10 વાગ્યા પછી સેનાની પ્રેસ કોન્ફરન્સ

May 9, 2025 7:57 am

આજે સવારે 10 વાગ્યા પછી આર્મી પ્રેસ કોન્ફરન્સ થશે જેમાં વાયુસેના અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે. આ પત્રકાર પરિષદમાં રાત્રે હાથ ધરવામાં આવતી કામગીરીની માહિતી આપવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદીના ઘણા દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ VIDEO

May 9, 2025 7:56 am

ભારતે ચિનાબ નદી પરના સલાલ ડેમના અનેક દરવાજા ખોલી નાખ્યા છે. આનાથી પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ભારતે પહેલા બધા દરવાજા બંધ કરી દીધા હતા અને હવે અચાનક ખોલી નાખ્યા છે.

પૂર્વ વડાપ્રધાને કર્યા PM મોદીના વખાણ

May 9, 2025 7:27 am

પૂર્વ વડાપ્રધાન એચડી દેવ ગૌડાએ PM મોદીને પત્ર લખ્યો, પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બદલ તેમની પ્રશંસા કરી.

ભારતે 50 થી વધુ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા

May 9, 2025 7:24 am

ગઈકાલે રાત્રે, જ્યારે પાકિસ્તાને LoC અને આંતરરાષ્ટ્રીય સરહદો (IB) પર અનેક સ્થળોએ ડ્રોન મોકલવાના નિષ્ફળ પ્રયાસો કર્યા, ત્યારે ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ સેક્ટરમાં ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમો દ્વારા મોટા પાયે કાઉન્ટર-ડ્રોન ઓપરેશન દરમિયાન 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા.

BSF ની જવાબી કાર્યવાહીમાં 7 આતંકવાદીઓ ઠાર મરાયા

May 9, 2025 7:22 am

સાંબા સેક્ટરમાં BSF ના જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા. આ આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. તેઓ આનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કરવા માંગતા હતા.

જામનગરમાં વહેલી સવારે 4 વાગ્યાથી બ્લેક આઉટ

May 9, 2025 7:19 am

જામનગરમાં વહેલી સવારે અંદાજે ચાર વાગ્યાથી શહેરભરમાં બ્લેકઆઉટ જોવા મળ્યો છે, જેના પાછળ યુદ્ધની પરિસ્થિતિને લઈને સુરક્ષા તેમજ સલામતીના ભાગરૂપે આ પગલાં લેવાયા હોવાનું મનાય છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રીતે આપાતકાલીન કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલરૂમમાં જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત હાજરી આપી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે અને તમામ સંબંધિત વિભાગો સાથે સહયોગમાં કામગીરી કરી રહ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં અને લોકસુરક્ષા યથાવત્ રહે.

અમૃતસરમાં સલામતી માટે લોકોને ઘરમાં રહેવા સૂચના

May 9, 2025 6:59 am

અમૃતસરના જિલ્લાભરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોએ પોતાનાં ઘરોમાં જ રહેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લાના જનસંપર્ક અધિકારી (DPRO) દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓ અનુસાર, નાગરિકોને ઘરની બારીઓ બંધ રાખવા અને ઘરની બહારની બધી લાઇટો બંધ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ફરી ગોળીબાર

May 9, 2025 6:55 am

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, આજે સવારે જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ભારે ગોળીબાર થયો. પાકિસ્તાની સેનાના જવાબમાં ભારતીય સેનાએ પણ કાર્યવાહી કરી છે.

ભારતની જવાબી કાર્યવાહી અંગે શું બોલ્યું વિશ્વનું મીડિયા?

May 9, 2025 6:47 am

ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓએ બંને દેશો વચ્ચે લશ્કરી તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે, જેના કારણે વિશ્વભરના મીડિયામાં હડકંપ મચી ગયો છે. એસોસિએટેડ પ્રેસ (AP) અનુસાર, ભારતની જવાબી કાર્યવાહીએ વ્યાપક લશ્કરી મુકાબલાને જન્મ આપ્યો છે, જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT)એ આ અથડામણને યુદ્ધના ખતરા તરીકે ગણાવ્યો છે. ધ ગાર્ડિયને ચેતવણી આપી છે કે આ હુમલાઓ પછી સંપૂર્ણ યુદ્ધનું જોખમ વધી ગયું છે, જ્યારે CNNએ અહેવાલ આપ્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ તીવ્ર ઘટનાક્રમે વૈશ્વિક સ્તરે ચિંતા વધારી છે, કારણ કે આ પરિસ્થિતિ દક્ષિણ એશિયામાં સ્થિરતા માટે ગંભીર પડકાર બની શકે છે.

ભારતીય સેનાએ મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા

May 9, 2025 6:44 am

પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર શરૂ કરીને તબાહી મચાવી દીધી છે. ભારતના હુમલાથી ગભરાયેલી પાકિસ્તાની સેના LOC પર સતત ગોળીબાર કરી રહી છે. પાકિસ્તાને બુધવાર રાત્રે અને ગુરુવારે મિસાઇલો, ડ્રોન અને ફાઇટર જેટથી ડઝનબંધ ભારતીય શહેરોને નિશાન બનાવ્યા, પરંતુ ભારતીય સેનાએ મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાનના ડઝનબંધ મિસાઇલો અને ડ્રોન, જેમાં 3 ફાઇટર જેટનો સમાવેશ થાય છે, હવામાં જ નાશ પામ્યા હતા. હવે ભારતીય સેના પણ પાકિસ્તાનના શહેરોમાં તબાહી મચાવી રહી છે. આનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

This Live Blog has Ended
Advertisement

.

×