Gurpatwant Singh Pannun ની ધમકી પર વિદેશ મંત્રાલયનું નિવેદન, કહ્યું- અમે આ ધમકીઓ...
- Gurpatwant Singh Pannun ની ધમકીઓ પર કડક પગલાં લેવાશે
- કુવૈત ભારત માટે છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર
- ભારત-કુવૈત સંબંધોમાં નવા અધ્યાય માટે PM મોદીની મહત્વપૂર્ણ મુલાકાત
શીખ અલગતાવાદી અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannun) દ્વારા US માં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાને આપવામાં આવેલી ધમકીઓ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'અમે આ ધમકીઓને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને અમે તેને અમેરિકી સરકાર સમક્ષ ઉઠાવીએ છીએ. આ મામલે પણ અમે અમેરિકી સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે, અમેરિકી સરકાર અમારી સુરક્ષાની ચિંતાઓને ગંભીરતાથી લેશે. આ દરમિયાન વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે PM નરેન્દ્ર મોદીની શનિવારથી શરૂ થઈ રહેલી કુવૈતની બે દિવસીય મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ખોલવામાં મદદ કરશે.
PM મોદી કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે...
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, આ મુલાકાતથી ભારત-કુવૈત સંબંધો વધુ મજબૂત થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સંરક્ષણ અને વેપાર સહિત અનેક ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા આતુર છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, PM મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદી કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે. ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાત કરશે. આ પહેલા તત્કાલિન PM ઈન્દિરા ગાંધીએ 1981 માં કુવૈતની મુલાકાત લીધી હતી.
#WATCH | Delhi: On threats issued by Sikh separatist Gurpatwant Singh against Indian Ambassador to the U.S, Vinay Mohan Kwatra, MEA Spokesperson Randhir Jaiswal says, "...We take the threats very seriously and we raise it with the US government. In this case, also, we have raised… pic.twitter.com/4LR4dHgN8m
— ANI (@ANI) December 20, 2024
આ પણ વાંચો : સુંદર યુવતીના હલાલા માટે મૌલવીઓમાં ઝગડો, 12 લોકોનાં મોત
કુવૈત ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનું...
તમને જણાવી દઈએ કે, ભારત કુવૈતના ટોચના ટ્રેડિંગ પાર્ટનર દેશોમાંથી એક છે અને કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો રહે છે. નાણાકીય વર્ષ 2023-24 માં US$10.47 બિલિયનના દ્વિપક્ષીય વેપાર સાથે કુવૈત ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની ઉર્જા જરૂરિયાતોના ત્રણ ટકાને સંતોષે છે. અમીર શેખ સબાહ અલ અહેમદ અલ જાબેર અલ સબાહ જુલાઈ 2017 માં અંગત મુલાકાતે ભારત આવ્યા હતા. અગાઉ 2013 માં કુવૈતના PM એ ભારતની ઉચ્ચ સ્તરીય મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : Dinga Dinga: શું છે ડિંગા ડિંગા બિમારી, જે આફ્રિકન લોકોને નાચવા માટે કરે છે મજબુર?


