ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી,અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ!
Agni 5 Ballistic Missile : જો દુશ્મન 5,000 કિલોમીટર દૂર હશે તો પણ તે ભારતથી બચશે નહીં, કારણ કે, ભારતે આજે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી ખરનાક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. આ મધ્યમ અંતરની બેલેસ્ટિન મિસાઈલ(Ballistic Missil)નું નામ Agni-5 બેલિસ્ટિક છે, જે ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવશે.
અગ્નિ-5ની રેન્જ 5,000 કિ.મી. (Agni 5 Ballistic Missile)
અગ્નિ-5 એ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક સ્વદેશી લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ છે. ભવિષ્યની સ્થિતિને ધ્યાને રાખી ભારતે આ નવી અને પાવરફુલ મિસાઈલ ડેવલપ કરી છે. અગ્નિ-5ની રેન્જ 5000 કિલોમીટરની છે અને આ મિસાઈલ પરમાણુ હથિયાર વહન કરે છે.
Intermediate Range Ballistic Missile ‘Agni 5’ was successfully test-fired from the Integrated Test Range, Chandipur in Odisha on August 20, 2025. The launch validated all operational and technical parameters. It was carried out under the aegis of the Strategic Forces Command:… pic.twitter.com/zSRsSwuyjP
— ANI (@ANI) August 20, 2025
અગ્નિ સિરિઝની સૌથી અદ્યતન મિસાઈલ
અગ્નિ-5એ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી પરમાણુ-સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ છે. તે અગ્નિ સિરિઝની સૌથી અદ્યતન મિસાઈલ છે, જે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલોનો પરિવાર છે, જે ભારતના જમીન-આધારિત પરમાણુ પ્રતિરોધકનો આધાર બનાવે છે. તમને જણાવી દઈએ કે અગ્નિ-5ની રેન્જ 5000 કિલોમીટરની છે. આ મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજીથી સજ્જ છે. એટલે કે તેને એક સાથે ઘણા ટાર્ગેટ પર લોન્ચ કરવામાં આવી શકે છે. તેનું પ્રથમ પરીક્ષણ એપ્રિલ 2012માં થયું હતું. આ મિસાઈલની રેન્જમાં પાકિસ્તાન, ચીન, તુર્કિયે જેવા ઘણા દેશ આવી રહ્યા છે.
શું છે મિસાઈલની ખાસિયતો ?
- અગ્નિ 5 મિસાઈલ સરફેસ ટૂ સરફેસ માર કરનારી ભારતની પ્રથમ અને એક માત્ર ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ છે.
- તે 5000 કિલોમીટરથી વધારેની રેન્જ પર એટેક કરી શકે છે. તેની રેન્જમાં ચીન, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગ આવશે.
- તે MIRVથી સજ્જ છે. એટલે કે એક સાથે મલ્ટીપલ ટાર્ગેટ માટે લોન્ચ કરવામાં આવી શકે છે.
- આ મિસાઈલ દોઢ ટન સુધીના ન્યૂક્લિયર હથિયાર પોતાની સાથે લઈ જઈ શકે છે. તેની સ્પીડ મેક 24 છે એટલે કે અવાજની સ્પીડથી 24 ઘણી વધારે છે.
- અગ્નિ-5ના લોન્ચિંગ સિસ્ટમમાં કેનિસ્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણથી તેને સરળતાથી અન્ય જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામાં આવી શકે છે.
- ભારત સિવાય દુનિયાના માત્ર 8 દેશ પાસે ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ છે. તેમાં રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ, ઈઝરાયેલ, બ્રિટેન, ચીન અને ઉત્તર કોરિયા સામેલ છે.


